શોધખોળ કરો
Advertisement
10 લાખથી વધુ બાકી રકમ હોય તેવી સરકારી એજન્સીઓને ટિકિટ આપવાનો એર ઇન્ડિયાનો ઇનકાર
દાયકાઓના ઇતિહાસમાં એર ઇન્ડિયાએ પ્રથમવાર આ પ્રકારનું પગલુંભર્યું છે.
નવી દિલ્હીઃ સરકારી માલિકીની કંપની એર ઇન્ડિયા આર્થિક સંકટનો સામનો કરી રહી છે ત્યારે અનેક સરકારી વિભાગ એર ઇન્ડિયાના કરોડો રૂપિયા દબાવીને બેઠા છે. ફંડની અછતને કારણે એર ઇન્ડિયા હવે ઉધાર ટિકિટ આપવાનો ઇનકાર કરી દીધો છે. કંપનીએ એવી સરકારી એજન્સીઓના અધિકારીઓને ટિકિટ આપવાનું બંધ કરી દીધું છે જેમની 10 લાખ રૂપિયાથી વધુ રકમ બાકી છે. એરલાઇન્સના સૂત્રએ કહ્યુ કે, વિવિધ સરકારી એજન્સીઓએ 268 કરોડ રૂપિયાની ટિકિટ એર ઇન્ડિયા પાસેથી લીધી છે અને આ રકમ બાકી છે.
દાયકાઓના ઇતિહાસમાં એર ઇન્ડિયાએ પ્રથમવાર આ પ્રકારનું પગલુંભર્યું છે. કંપનીએ સરકારી ડિફોલ્ટર્સ અને તેમના બાકી રકમની લિસ્ટ બનાવી છે જેમાં સીબીઆઇ, આઇબી, ઇડી, કસ્ટમ કમિશનર્સ, સેન્ટ્રલ લેબર ઇન્સ્ટિટ્યૂટ, ઇન્ડિયન ઓડિટ બોર્ડ, કંન્ટ્રોલર ઓફ ડિફેન્સ એકાઉન્ટ્સ અને બોર્ડર સિક્યોરિટી ફોર્સના નામ સામેલ છે. સરકાર અને તેની એજન્સીઓના સતાવાર પ્રવાસ માટે એર ઇન્ડિયા પ્રથમ પ્રાથમિકતા છે અને પ્રાઇવ કંપનીઓની ટિકિટ ત્યારે જ ખરીદી શકે છે જ્યારે એ પ્રવાસ સ્થળ માટે એર ઇન્ડિયાની ફ્લાઇટ ના હોય. જોકે, દુર્ભાગ્યથી સરકારી અધિકારી પેમેન્ટ મામલે સક્રિયતા બતાવતા નથી.
છેલ્લા મહિનામાં એર ઇન્ડિયાના ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટના પ્રત્યેક ક્ષેત્ર અને સ્ટેશનથી સરકારી બાકી રકમની જાણકારી મેળવવાની શરૂઆત કરી છે. એરલાઇનના અધિકારીએ કહ્યુ કે, છેલ્લા કેટલાક સપ્તાહમાં 10 લાખથી વધુ બાકી રકમને કેશ એન્ડ કેરી પર રાખવામાં આવ્યું છે. તેમને પેમેન્ટ પર જ ટિકિટ આપવામાં આવી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion