શોધખોળ કરો
પુલવામા હુમલોઃ મંદિર બહાર ભીખ માંગતી હતી આ મહિલા, શહીદોના પરિવારને આપ્યા છ લાખ

જયપુરઃ અજમેરમાં મંદિરની બહાર ભીખ માંગતી મહિલા દેવકી શર્માએ જીવન ભર કરેલી બચતની રકમ પુલવામામાં શહીદ થયેલા જવાનોના પરિવારજનોને સમર્પિત કરી દીધી છે. છ મહિના પહેલા મૃત્યુ પામેલી દેવકીની ઈચ્છા પર આમ કરવામાં આવ્યું છે. અજમેરના બજરંગ ગઢ સ્થિત માતા મંદિરમાં છેલ્લા 7 વર્ષથી દેવકી શર્મા ભીખ માંગીને જીવન ગુજારતી હતી. મૃત્યુ પહેલા લોકો દ્વારા આપવામાં આવેલી ભીખથી આ મહિલાએ 6,61,600 રૂપિયા જમા કર્યા હતા. જે બજરંગ ગઢમાં આવેલી બેંક ઓફ બરોડાના એકાઉન્ટમાં જમા હતા. આ મહિલાએ તેની હયાતીમાં જ અંબે માતા મંદિરના ટ્રસ્ટીઓને કહ્યું હતું કે, તેના મોત બાદ આ રકમને કોઇ સારા કામમાં ખર્ચ કરજો. વાંચોઃ પુલવામા હુમલોઃ ચંબલના ડાકુએ કરી જાહેરાત, સરકાર કહે તો 700 સાથીઓ સાથે પાકિસ્તાનને ધૂળ ચટાવી દઉં મંદિરના ટ્રસ્ટી સંદીપના જણાવ્યા મુજબ, દેવકી શર્માની અંતિમ ઇચ્છા મુજબ આ રકમનો ઉપયોગ પુલવામા હુમલામાં શહીદ થયેલા રાજસ્થાનના જવાનોના પરિવારજનો માટે કરવામાં આવશે. આ રકમ અજમેર કલેક્ટર વિશ્વ મોહન શર્માને બેંક ડ્રાફ્ટના માધ્યમથી સોંપવામાં આવી હતી. વાંચોઃ ગુજરાતમાં STની હડતાળને પગલે પ્રાઇવેટ વાહનોમાં ઉઘાડી લૂંટ, ભાડામાં કેટલો કરી દીધો વધારો? દેવકી ભીખમાં માંગેલા રૂપિયા ઘરમાં જ રાખતી હતી. થોડા મહિના પહેલા જ્યારે તેનું નિધન થયું ત્યારે ગાદલાની તપાસ કરવામાં આવી તેમાંથી દોઢ લાખ રૂપિયા નીકળ્યા હતા. આ રકમને પણ બેંકમાં જમા કરાવી દેવામાં આવી હતી. દેવકીની ઈચ્છા રકમનો સારા કામમાં ઉપયોગ થાય તેવી હતી. તેથી પુલવામા ઘટના બાદ આ રકમને શહીદ પરિવારને અર્પણ કરવાનો નિર્ણય લેવાયો હતો. ગુજરાતમાં STની હડતાળઃ અન્ય રાજ્યના મુસાફરો અટવાયા, સાંભળો તેમની પીડા
વધુ વાંચો





















