શોધખોળ કરો
UP: પ્રદેશ અધ્યક્ષ શિવપાલ યાદવે બોલાવેલી બેઠકમાં CM અખિલેશની ગેરહાજરી

લખનઉ: ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને સપા પ્રદેશ અધ્યક્ષ શિવપાલ યાદવ વચ્ચેનો વિવાદ વધતો જ જાય છે. શિવપાલ યાદવે પાર્ટીની એક બેઠક બોલાવી હતી જેમાં અખિલેશ યાદવ ગેર હાજર રહ્યા હતાં, પ્રદેશ અધ્યક્ષ શિવપાલ યાદવ દ્વારા અખિલેશને આમંત્રણ આપવામાં આવ્યું હતું. કાર્યકારિણીની આ બેઠકમાં સપા સુપ્રીમો મુલાયમ સિંહ યાદવ પણ ગેર હાજર રહ્યા હતા. શિવપાલ યાદવ દ્વાર શનિવારે સપા કાર્યાલય ખાતે પાર્ટીની કાર્યકારિણી બેઠક બોલાવવામાં આવી હતી. શુક્રવારે યોજાયેલી જિલ્લા અધ્યક્ષોની બેઠકમાં પણ તેઓ ગેર હાજર રહ્યા હતાં. કાર્યકારિણીની બેઠક પહેલા જ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પરિવારમાં સુલેહ કરાવવા માટે સવારથી જ મુલાયમ સિંહના ઘરે પહોંચ્યા હતા. આ નેતાઓમાં રાજ્યસભા સાંસદ બેની પ્રસાદ વર્મા, રેવતી રમણ સિંહ, નરેશ અગ્રવાલ અને વિધાનસભા અધ્યક્ષ માતા પ્રસાદ પાંડેય પ્રમુખ રહ્યા હતા. મુલાયમ સાથે વાર્તાલાપ દરમિયાન શિવપાલ યાદવ પણ ઉપસ્થિત રહ્યા, થોડીવાર બાદ તેઓ પાર્ટી કાર્યાલય જતા રહ્યા જેયા તેમણે કાર્યકારિણી બેઠકમાં અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી અખિલેશ યાદવની ગેરહાજરી જણાતા કાર્યકરોએ ઉહાપોહ મચાવ્યો હતો.
વધુ વાંચો





















