અખિલેશ યાદવનો આરોપ- CMના ઇશારા પર અમારા ફોન થઇ રહ્યા છે ટેપ, તેઓ જાતે સાંજે સાંભળે છે
ઉત્તર પ્રદેશમાં સપાની સરકાર ના બને એટલા માટે આ સંસ્થાઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
Uttar Pradesh News: સમાજવાદી પાર્ટીના વડા અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર ફોન ટેપિંગનો મોટો આરોપ લગાવ્યો છે. તેમણે પ્રેસ કોન્ફ્રન્સમાં કહ્યું કે અમારા તમામના ફોન ટેપ કરવામા આવી રહ્યા છે. મુખ્યમંત્રી પોતે સાંજે કેટલાક ફોન કોલ સાંભળે છે. મુખ્યમંત્રીના ઇશારા પર ફોન ટેપિંગ કરાઇ રહ્યા છે. આઇએએસનો અર્થ ઇન્વિજિબલ આફ્ટર સરકાર થાય છે. આ સરકારના ઇશારા પર કામ કરી રહ્યા છે.
અખિલેશ યાદવે કહ્યું કે જ્યારે ભાજપને હારનો ડર હશે ત્યારે ભાજપના નેતા બહારથી આવશે અને તેમની મદદ માટે ઇન્કમ ટેક્સ, ઇડી અને સીબીઆઇ જેવી સંસ્થાઓ સામે આવશે. પ્રથમવાર જોવા મળી રહ્યું જ્યારે ઉત્તર પ્રદેશમાં સપાની સરકાર ના બને એટલા માટે આ સંસ્થાઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જ્યારે જ્યારે હારવા લાગે છે ત્યારે આ સંસ્થાઓનો ભાજપ ઉપયોગ કરે છે.
અખિલેશે કહ્યું કે ભાજપ પણ કોગ્રેસના રસ્તા પર જઇ રહ્યું છે. સેન્ટ્રલ એન્જસી મારફતે ડરાવવાનું કામ થઇ રહ્યું છે. યોગી સરકાર બચશે નહી કારણ કે જનતા યોગી સરકાર ઇચ્છતી નથી. ગૃહ રાજ્યમંત્રી ટેની (અજય મિશ્રા) પર જે આરોપ છે એ બધા જાણે છે. ઉત્તરપ્રદેશની તપાસમાં તેમનું નામ આવી ગયું. એટલા માટે સરકાર ટેનીને બચાવી રહી છે. ગૃહ રાજ્યમંત્રી, તેમના પુત્ર અને ભાજપ કાર્યકર્તાઓ પર આરોપ લાગ્યો તો સરકાર બચાવવામાં લાગી ગઇ. નિષાદ સમાજ અને બ્રાહ્મણ સમાજ સાથે દગો થયો છે. રેલીમાં અનામત આપવાની વાત કરવાની હતી પરંતુ થઇ નહી. નિષાદ સમાજ પોતાના હક માટે ત્યાં જ લડવા લાગ્યો. અખિલેશે કહ્યું કે સરકાર બનવા પર મુખ્યમંત્રીના નિવાસસ્થાનને ગંગાજળથી સાફ કરાવવામાં આવ્યું.
કોરોનાની રસીના ત્રણ ડોઝ લેવા છતાં મુંબઈનો યુવાન ઓમિક્રોન સંક્રમિત, જાણો કઈ રસી લીધી હતી ?
રાજ્યમાં વધુ ત્રણ ઓમિક્રૉનના કેસ નોંધાયા, કોણ છે આ વ્યક્તિઓ ને ક્યાંથી આવ્યા ગુજરાત, જાણો........
India Corona Cases: દેશમાં માર્ચ 2020ના સ્તરે પહોંચ્યા એક્ટિવ કેસ, જાણો છેલ્લા 24 કલાકની સ્થિતિ