કોરોનાની રસીના ત્રણ ડોઝ લેવા છતાં મુંબઈનો યુવાન ઓમિક્રોન સંક્રમિત, જાણો કઈ રસી લીધી હતી ?
યુવકે કોરોનાની રસીના બે નહીં પણ ત્રણ ત્રણ ડોઝ લીધા હોવા છતાં ઓમિક્રોનનો ચેપ લાગતાં સંશોધકો ચોંકી ઉઠ્યા છે.
મુંબઈઃ કોરોનાના કેસોમાં ફરી વદારો થવા માંડ્યો છે અને વિશ્વમાં ખાસ કરીને અમેરિકા અને યુરોપમાં કોરોનાના રોગચાળાએ ઉથલો મારતાં કોરોના સંક્રમણના દૈનિક કેસ સતત વધી રહ્યા છે. નવા કોરોના સંક્રમિત દર્દીઓમાં ઓમિક્રોનના વધી રહેલા કેસોનો પણ સમાવેશ થાય છે.
ભારતમાં પણ ઓમિક્રોનના કેસો વધી રહ્યા છે ત્યારે મુંબઈમાં એક ચોંકાવનારો કિસ્સો બન્યો છે. આ ઘટનામાં યુવકે કોરોનાની રસીના બે નહીં પણ ત્રણ ત્રણ ડોઝ લીધા હોવા છતાં ઓમિક્રોનનો ચેપ લાગતાં સંશોધકો ચોંકી ઉઠ્યા છે.
અમેરિકાના ન્યૂયોર્કથી મુંબઈ આવેલો 29 વર્ષીય યુવાન ઓમિક્રોન સંક્રમિત થયો હોવાનું તેના રીપોર્ટ પરથી શુક્રવારે જણાયું હતું. ચોંકાવનારી બાબત એ છે કે ત્રણ ડોઝ લેવા છતાં મુંબઈનો યુવાન ઓમિક્રોન સંક્રમિત થયો છે. આ યુવાને ન્યૂયોર્કમાં ફાઈઝર રસીના ત્રણ ડોઝ લીધા હતા. આમ છતાં તેનો ટેસ્ટ ઓમિક્રોન પોઝિટિવ આવ્યો હતો.
વધારે ગંભીર બાબત એ છે કે, આ યુવાનમાં કોઈ લક્ષણો જોવા મળ્યાં નહોતાં. આ યુવાને 9 નવેમ્બરે મુંબઈમાં એરપોર્ટ પર કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. ત્યાર પછી તેના સેમ્પલ જિનોમ સિક્વન્સિંગ માટે મોકલાયા હતા. યુવાનના સંપર્કમાં આવેલા બે વ્યક્તિના કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. ઓમિક્રોનનું સંક્રમણ લાગેલું હોવાથી યુવાનને તકેદારીના ભાગરૂપે એક હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
આ પણ વાંચો...........
Gram Panchayat : રાજ્યમાં કુલ કેટલી બેઠકો થઇ બિનહરીફ જાહેર થઇ, જાણો વિગતે
Gram Panchayat : ગુજરાતની 191 ગ્રામ પંચાયતમાં મતદાન શરૂ, પ્રથમ બે કલાકમાં 9 ટકા મતદાન
Omicron Variant: ભારતમાં ક્યારે આવેશે કોરોનાની ત્રીજી લહેર ? જાણો કોણે આપી ચેતવણી
પેપરલીકકાંડના આરોપીઓના કોર્ટે કેટલા દિવસના રિમાન્ડ મંજૂર કર્યા, જાણો મહત્વના સમાચાર
Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 68 નવા કેસ નોંધાયા, જાણો કેટલા લોકોને અપાઈ રસી ?
ગુજરાત પાસેના હિલ સ્ટેશનનો નજારો જોઇને થઈ જશો ખુશ, આ રહી તસવીરો
વોટ્સએપે 2021માં લોન્ચ કર્યા આ ખાસ ફીચર્સ, સિક્યોરિટી અને એક્સપીરિયન્સની દ્રષ્ટિએ છે શાનદાર