શોધખોળ કરો

રાજ્યમાં વધુ ત્રણ ઓમિક્રૉનના કેસ નોંધાયા, કોણ છે આ વ્યક્તિઓ ને ક્યાંથી આવ્યા ગુજરાત, જાણો........

જે નવા ત્રણ દર્દીઓ સામે આવ્યા છે, તે ગાંધીનગર, સુરત અને આણંદમાંથી નોંધાયા છે. 

ગાંધીનગરઃ ગુજરાતમાં ઓમિક્રૉનના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં ઓમિક્રૉનના વધુ નવા 3 કેસ નોંધાયા છે, આ સાથે રાજ્યમાં ઓમિક્રૉનના પૉઝિટીવ કેસોના આંકડો વધીને હવે 10 પર પહોંચી ગયો છે. માહિતી પ્રમાણે, આ જે નવા ત્રણ દર્દીઓ સામે આવ્યા છે, તે ગાંધીનગર, સુરત અને આણંદમાંથી નોંધાયા છે. 

ગત મોડી રાત્રે ગાંધીનગરમાં ઓમિક્રૉનનો એક કેસ પૉઝિટીવ મળ્યો  હતો. ગાંધીનગરના કેસમાં દર્દી લંડનથી અઠવાડિયા પહેલા આવ્યો હતો. આ સાથે  ગુજરાતમાં કેસોની સંખ્યા સતત વધારો થઇ રહ્યો છે.

Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 68 નવા કેસ નોંધાયા, જાણો કેટલા લોકોને અપાઈ રસી ?

ગાંધીનગરઃ છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 68  કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 74 દર્દીઓ રિકવર પણ થયા છે.  અત્યાર સુધીમાં કુલ 8,17,819 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.71 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયુ નથી. આજે 2,42,710 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 14, વડોદરા કોર્પોરેશન 12, સુરત કોર્પોરેશનમાં 8, રાજકોટ કોર્પોરેશનમાં 7, આણંદ 4, નવસારી 4, ખેડા 3, વડોદરા 3, દેવભૂમિ દ્વારકા 2,  વલસાડ 2,  ભાવનગર કોર્પોરેશનમાં  1,  ગાંધીનગર કોર્પોરેશન 1, જામનગર કોર્પોરેશન 1, કચ્છ 1, મહેસાણા 1, પાટણ 1, રાજકોટ 1, સુરત 1 અને સુરેન્દ્રનગરમાં 1 કેસ નોંધાયો હતો.

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 575  કેસ છે. જે પૈકી 06 વેન્ટીલેટર પર છે, જ્યારે 569 નાગરિકો સ્ટેબલ છે. 8,17,819  નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10101 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. 

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 4ને પ્રથમ અને 756 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 6600 લોકોને પ્રથમ અને 56603 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 23048 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 155699 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 2,42,710 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,69,75,836 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.

અમદાવાદ, અમરેલી, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર, જુનાગઢ, જુનાગઢ કોર્પોરેશન, મહીસાગર, મોરબી, નર્મદા, પંચમહાલ, પોરબંદર, સાબરકાંઠા અને તાપીમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ધરમપુરમાં  સરકારની 3 દિવસીય ચિંતન શિબિર, વિકસિત  ગુજરાત સહિત આ મુ્દ્દે થશે મંથન
ધરમપુરમાં સરકારની 3 દિવસીય ચિંતન શિબિર, વિકસિત ગુજરાત સહિત આ મુ્દ્દે થશે મંથન
Share Market: રોકાણકારોને ફળ્યો શુક્રવાર, 14 મહિના બાદ નિફ્ટીએ તોડ્યો રેકોર્ડ,26000ને પાર
Share Market: રોકાણકારોને ફળ્યો શુક્રવાર, 14 મહિના બાદ નિફ્ટીએ તોડ્યો રેકોર્ડ,26000ને પાર
50 લાખમાં બનેલી ફિલ્મે કર્યો 15 હજાર ટકાનો નફો,
50 લાખમાં બનેલી ફિલ્મે કર્યો 15 હજાર ટકાનો નફો, "લાલો-કૃષ્ણ સદા સહાયતે" નું કલેક્શન જોઈ બોલિવૂડ પણ હેરાન
અમદાવાદમાં નર્મદાની કેનાલ પર ગેરકાયદેસર પુલનો પર્દાફાશ, 7 વર્ષથી બન્યો છે પુલ
અમદાવાદમાં નર્મદાની કેનાલ પર ગેરકાયદેસર પુલનો પર્દાફાશ, 7 વર્ષથી બન્યો છે પુલ
Advertisement

વિડિઓઝ

Ahmedabad Call Center : અમેરિકામાં દવાના નામે ડોલર પડાવીને ઠગાઈ કરતા કોલ સેન્ટરનો પર્દાફાશ
Jignesh Mevani Support Rally In Patan : જીગ્નેશ મેવાણીના સમર્થનમાં થરાદ અને પાટણમાં રેલી
Hun To Bolish : હું તો બોલીશ : આપણે આંગણે કોમનવેલ્થ ગેમ્સ
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ગયા નગરપાલિકાના રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંથી આવ્યું હવામાં ઝેર ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધરમપુરમાં  સરકારની 3 દિવસીય ચિંતન શિબિર, વિકસિત  ગુજરાત સહિત આ મુ્દ્દે થશે મંથન
ધરમપુરમાં સરકારની 3 દિવસીય ચિંતન શિબિર, વિકસિત ગુજરાત સહિત આ મુ્દ્દે થશે મંથન
Share Market: રોકાણકારોને ફળ્યો શુક્રવાર, 14 મહિના બાદ નિફ્ટીએ તોડ્યો રેકોર્ડ,26000ને પાર
Share Market: રોકાણકારોને ફળ્યો શુક્રવાર, 14 મહિના બાદ નિફ્ટીએ તોડ્યો રેકોર્ડ,26000ને પાર
50 લાખમાં બનેલી ફિલ્મે કર્યો 15 હજાર ટકાનો નફો,
50 લાખમાં બનેલી ફિલ્મે કર્યો 15 હજાર ટકાનો નફો, "લાલો-કૃષ્ણ સદા સહાયતે" નું કલેક્શન જોઈ બોલિવૂડ પણ હેરાન
અમદાવાદમાં નર્મદાની કેનાલ પર ગેરકાયદેસર પુલનો પર્દાફાશ, 7 વર્ષથી બન્યો છે પુલ
અમદાવાદમાં નર્મદાની કેનાલ પર ગેરકાયદેસર પુલનો પર્દાફાશ, 7 વર્ષથી બન્યો છે પુલ
હોંગકોંગમાં રેસિડેન્શિયલ વિસ્તારમાં ટાવરોમં લાગી ભીષણ  આગ,  44 લોકો જીવતા સળગ્યા, 300 લાપતા
હોંગકોંગમાં રેસિડેન્શિયલ વિસ્તારમાં ટાવરોમં લાગી ભીષણ આગ, 44 લોકો જીવતા સળગ્યા, 300 લાપતા
679 કિમીની રેન્જ, 202 kmphની ટોપ સ્પીડ, ભારતમાં લોન્ચ થઈ મહિન્દ્રાની ધાંસુ ઇલેક્ટ્રિક કાર
679 કિમીની રેન્જ, 202 kmphની ટોપ સ્પીડ, ભારતમાં લોન્ચ થઈ મહિન્દ્રાની ધાંસુ ઇલેક્ટ્રિક કાર
અમદાવાદની હવા બની વધુ ઝેરી, આ વિસ્તારમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 200ને પાર
અમદાવાદની હવા બની વધુ ઝેરી, આ વિસ્તારમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 200ને પાર
US Shooting:  વ્હાઇટ હાઉસ પાસે ફાયરિગ, નેશનલ ગાર્ડના 2 જવાન ઘાયલ, મચી ગઇ નાસભાગ
US Shooting: વ્હાઇટ હાઉસ પાસે ફાયરિગ, નેશનલ ગાર્ડના 2 જવાન ઘાયલ, મચી ગઇ નાસભાગ
Embed widget