શોધખોળ કરો
Advertisement
પુલવામા હુમલાને લઇને સંસદમાં મળેલી સર્વપક્ષીય બેઠક પૂર્ણ, તમામે કહ્યું, તેઓ સરકાર સાથે
નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા વિશે જાણકારી આપવા માટે સંસદ ભવનમાં સર્વદળીય બેઠક મળી હતી. આ બેઠક ગૃહમંત્રી રાજનાથ સિંહે બોલાવી હતી. ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે, તમામ પક્ષોને પુલવામામાં થયેલા હુમલા અને સરકાર દ્વારા અત્યાર સુધીમાં લીધેલા પગલાની જાણકારી અપાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં શુક્રવારે મળેલી સીસીએસની બેઠકમાં સર્વદળીય બેઠક બોલવવાનું નક્કી કરાયું હતું.
સર્વદળીય બેઠક પછી રાજનાથ સિંહે કહ્યું હતું કે, હુમલાથી દેશમાં આક્રોશ છે. રાજ્યના લોકો અમારી સાથે છે. આતંકવાદ સામે ઝીરો ટોલરેન્સની નીતિ જારી છે. અમે બધા એક થીને જમ્મૂ-કશ્મીરમાં આતંકવાદને મૂળથી ઉખાડવા માટે કૃત સંકલ્પ છીએ. ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે તમામ પાર્ટીઓને પુલવામામાં થયેલા હુમલા અને સરકાર દ્વારા અત્યાર સુધી ઉઠાવવામાં આવેલા પગલાઓની જાણકારી આપવામાં આવશે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની અધ્યક્ષતામાં શુક્રવારે મળેલી મંત્રીમડળની સુરક્ષા મામલાની સમિતિની બેઠકમાં તમામ પક્ષોનો બોલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ બેઠક કેંદ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં સવારે 11 વાગ્યે સંસદની લાઈબ્રેરીમાં થશે. આ પહેલા નાણા મંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે આ ઘટના વિશે તમામ પાર્ટીઓને જાણકારી આપવા માટે બેઠક બોલાવવામાં આવી છે જેથી સમગ્ર દેશ આ મુદ્દા પર એક સ્વરમાં વાત કરી શકે.The resolution passed at the all-party meeting: We strongly condemn the dastardly terror act of 14th February at Pulwama in J&K in which lives of 40 brave jawans of CRPF were lost. pic.twitter.com/0OjGkgS6He
— ANI (@ANI) February 16, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement