શોધખોળ કરો
Advertisement
સર્વદળીય બેઠકમાં PM મોદીએ કહ્યું, ખેડૂતોની સામે સરકારનો પ્રસ્તાવ આજે પણ યથાવત
બજેટ પહેલા પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ સર્વદળીય બેઠક બોલાવી હતી. તેમણે કહ્યું કે સરકાર ખેડૂતો સાથે વાતચીત માટે તૈયાર છે.
નવી દિલ્હી: બજેટ પહેલા પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ સર્વદળીય બેઠક બોલાવી હતી. તેમણે કહ્યું કે સરકાર ખેડૂતો સાથે વાતચીત માટે તૈયાર છે. તમામ વાત જે માનવામાં આવી છે તેના પર સરકાર અડગ છે. વાતચીતથી સમાધાન નીકળશે. પીએમએ કહ્યું કે સરકારે વાર્તા દરમિયાન જે રજૂઆત કરી હતી, હાલ પણ તેના પર કાયમ છે.
જો ખેડૂતો ઈચ્છે તો વાત કરી શકે છે-પીએમ મોદી
ઓલ પાર્ટી મીટિંગમાં વિપક્ષ તરફથી કૉંગ્રેસના રાજ્યસભા સાંસદ ગુલામ નબી આઝાદ અને બીજા નેતાઓએ ખેડૂતોનો મુદ્દો ઉઠાવ્યો હતો. પીએમ મોદીએ કહ્યું સરકાર તમામ મુદ્દાઓ પર ચર્ચા માટે તૈયાર છે. કૃષિ કાયદા પર પણ અમે માત્ર એક ફોન કોલ દૂર છીએ. જો ખેડૂતો ઈચ્છે તો વાત કરી શકે છે.
આ સાથે જ પીએમ મોદીએ કહ્યું 30 જાન્યુઆરીએ અમેરિકામાં કેટલાક તત્વોએ મહાત્વા ગાંધીની પ્રતિમાને તોડી હતી. આપણે નફરતનો માહોલ બનાવી દેશનો શું આપશું, આ આપણ બધાએ વિચારવું જોઈએ.
કેંદ્રીય મંત્રી પ્રહ્લાદ જોશીએ કહ્યું પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં સર્વદળીય બેઠક થઈ, લગભગ તમામ પાર્ટીઓએ આ બેઠકમાં ભાગ લીધો હતો. વિપક્ષની માંગ છે કે લોકસભામાં બિલ સિવાય ચર્ચા થાય અને સરકાર તેના માટે સહમત છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
દુનિયા
Advertisement