(Source: ECI/ABP News/ABP Majha)
કેન્દ્રીય કર્મચારીનું મોંઘવારી ભથ્થુ વધ્યું પરંતુ એરિયર્સને લઇને સરકારે કરી આ સ્પષ્ટતા
DA Hike News: સરકારે સ્પષ્ટતા કરી છે કે, એરિયર્સ નહીં મળે, સરકારે કહ્યું છે કે, 1 જાન્યુઆરી 2020થી માંડીને 30 જૂન 2021 સુધીની અવધિમાં જે ડીએ રોકવામાં આવ્યું હતું. તેનું એરિયર્સ નહીં મળે.
DA Hike News: સરકારે સ્પષ્ટતા કરી છે કે, એરિયર્સ નહીં મળે, સરકારે કહ્યું છે કે, 1 જાન્યુઆરી 2020થી માંડીને 30 જૂન 2021 સુધીની અવધિમાં જે ડીએ રોકવામાં આવ્યું હતું. તેનું એરિયર્સ નહીં મળે.
કેન્દ્ર સરકારના કેન્દ્રીય કર્મચારી અને પેન્શનધારકો માટે મોંઘવારી ભથ્થુ વધારવાનો નિર્ણય કર્યો છે. મોંઘવારી ભથ્થુ 17 ટકાથી વધારીને 28 ટકા કરી દેવાયું છે. આ વધારો દોઢ વર્ષ બાદ કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી કેન્દ્ર સરકારના નજીકના 1.14 કરોડ કર્મચારી અને પેન્શનધારકોને ફાયદો થશે. ડીએ અને ડીઆરના વધારાથી સરકારના ખજાના પર 34,401 કરોડ રૂપિયાનો બોજ પડશે.
શું એરિયર્સ મળશે?
કોવિડ મહામારીને ધ્યાનમાં રાખીને ડીએ અને ડીઆરને ત્રણ વખતથી રોકી રાખ્યું હતું. લોકોને સવાલ છે કે, આ રોકાયેલા ભથ્થાની બાકી રહેલ રકમ એટલે કે એરિયર્સ પણ મળશે કે નહીં. જો કે આ મુદ્દે સ્પષ્ટતા કરતા એરિયર્સ નહીં મળે. આ સમયગાળા દરમિયાન જે ડીએનો ટકાવારી બને છે. તેને જોડીને 1 જુલાઇથી તેને લાગૂ કરાઇ છે. કેબિનેટે ડીએ અને ડીઆરની ત્રણ કિસ્તોને 1જુલાઇ 2021થી પુન લાગૂ કરી છે. જેમાં 11 ટકાની વૃદ્ધિ થશે એટલે કે પહેલા બેઝિક પે પર 17ટકા વધેલા દર 11 ટકા. કુલ મળીને હવે બેઝિક પેના 28 પ્રતિશત ડીએ આપવામાં આવશે.
પાંચ બિંદુઓ પર સમજો ડીએ અને સેલેરી કેલક્યુલેશન
- સાતમા પગાર પંચ મુજબ ડીએને વર્ષમાં બે વખત વધારવામાં આવે છે. કોવિડના કારણે સરકારે ડીએ રોકી રાખ્યું હતું. જેમાં જાન્યુઆરી 2020માં 4 ટકા, એક જુલાઇ 2020માં 3 ટકા અને એક જાન્યુઆરી 2021, 4 ટકા, કુલ મળીને 11 ટકા ડીએ મળે છે. જેને રોકી દેવાયું હતુ હવે એક જુલાઇથી તેને આપવામાં આવશે.
- ડીએ એટલે Dearness Allowance કેન્દ્રીય કર્મચારી અને પેન્શનરના પગારનું ઘટક છે. મોંઘવારીને ધ્યાન રાખીને જે વર્ષમાં બે વાર એટલે કે, જાન્યુઆરી અને જુલાઇમાં વધારવામાં આવે છે.
- 30 જૂન 2021 સુધી કેન્દ્રીય કર્મચારીઓને 17 ટકા મોંઘવારી ભથ્થુ મળ્યું હતું. હવે 1 જુલાઇથી કુલ ડીએ 28 ટકા મળશે. વર્તમાનમાં કેન્દ્રીય કર્મચારીઓને જો 18000રૂપિયા મળે તો હવે તેની સેલેરીમાં 11 ટકાનો વધારો થશે એટલે 5040 રૂપિયાની વૃદ્ધિ થશે.
- સરકાર 1 જાન્યુઆરી 2020 થી 30 જૂન 2021 દરમિયાનના સમયગાળા પર ડી.એ.ની બાકી રકમ આપશે નહીં. વધેલા ડીએ ફક્ત 1 જુલાઈ 2021 ના રોજ આપવામાં આવશે.
- છેલ્લાં સાડા ત્રણ વર્ષમાં અટકેલા ડીએ અને ડીએમાં 11 ટકાનો વધારો થયો છે. આ જ 11 ટકા ડીએ અને ડીઆર 1 જુલાઇથી લાગુ થશે. 1 જાન્યુઆરી 2020 થી 30 જૂન 2021 સુધીનો ડીએ અને ડીઆર પહેલાની જેમ 17 ટકા જેટલો રહેશે.
કેન્દ્રીય કર્મચારીની મહિનાની સેલેરી કેટલી વધશે
હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને 17 ટકા મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. હવે આ ભથ્થું વધીને 28 ટકા થઈ ગયું છે. ઉદાહરણ તરીકે, જો કોઈ કર્મચારીનું મૂળ પગાર 20 હજાર રૂપિયા છે, તો 17 ટકાના દરે, ડીએ. દર મહિને 3400 રૂપિયા મળી રહ્યું છે. હવે આ ડીએ વધીને 5600 રૂપિયા થશે. એટલે કે મહિનાના પગારમાં રૂ .2200 નો વધારો થશે. એ જ રીતે, જો મૂળભૂત પગાર દર મહિને 50,000 રૂપિયા છે, તો ડીએ 8500 રૂપિયાથી વધીને 14,000 રૂપિયા થશે. એટલે કે, એક મહિનામાં 5500 રૂપિયા વધુ મળશે. આ ગણતરી 1 જુલાઈથી લાગુ થશે.