શોધખોળ કરો

IMD Alert: હાડ થીજાવતી ઠંડી સાથે આ 7 રાજ્યોમાં વરસાદનું પણ એલર્ટ

દેશભરમાં ભારે ઠંડી વચ્ચે નવું વર્ષ આવવાનું આગમન થઇ રહ્યું છે. આ દરમિયાન હવામાન વિભાગે અનેક રાજ્યોમાં વરસાદ અંગે ચેતવણી જાહેર કરી છે.

દેશભરના મોટાભાગના રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યં છે. આ  દરમિયાન, ભારતીય હવામાન વિભાગ (IMD) એ નવા વર્ષના એક દિવસ પહેલા દેશના ઘણા ભાગોમાં વરસાદની ચેતવણી જાહેર કરી છે. વરસાદ બાદ, મહત્તમ તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની ધારણા છે. વધુમાં, હવામાન વિભાગે 15 થી વધુ મુખ્ય શહેરોમાં ગાઢ ધુમ્મસની ચેતવણી પણ જાહેર કરી છે. 

ક્યાં ક્યાં વરસાદ પડશે?
IMD મુજબ, 31 ડિસેમ્બરે ઉત્તર ભારતના પાંચ રાજ્યોમાં હવામાન બગડવાની ધારણા છે. દિલ્હી, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, કાશ્મીર અને હરિયાણા માટે વરસાદની ચેતવણી જાહેર  કરવામાં આવી છે. વરસાદ પછી, આ રાજ્યોમાં તાપમાન 3 થી 4 ડિગ્રી ઘટી શકે છે, જેનાથી ઠંડીમાં વધુ વધારો થઈ શકે છે. હવામાન વિભાગની આગાહી  મુજબ, આગામી ત્રણ દિવસ સુધી તમિલનાડુના ઘણા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

દિલ્હી હવામાન
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 30 ડિસેમ્બરની સાંજથી રાજધાની દિલ્હીમાં આકાશ વાદળછાયું થઈ શકે છે, પરંતુ 31 ડિસેમ્બરે હળવા વરસાદની ચેતવણી જાહેર  કરવામાં આવી છે. વરસાદ પછી, રાજધાનીમાં ઠંડી વધુ તીવ્ર બનશે. આવતીકાલે દિલ્હીમાં મહત્તમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી સેલ્સિયસ રહેશે.

ઉત્તર પ્રદેશમાં ઠંડીનું પ્રમાણ વધશે
આગામી દિવસોમાં ઉત્તર પ્રદેશમાં ઠંડીનું પ્રમાણ વધશે તેવી શક્યતા છે. વધુમાં, હવામાન વિભાગે 1 જાન્યુઆરીએ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. આજે રાજ્યના પશ્ચિમ અને પૂર્વ ભાગોમાં હવામાન શુષ્ક રહેવાની ધારણા છે. આ સમયગાળા દરમિયાન બંને પ્રદેશોના કેટલાક વિસ્તારોમાં  ખૂબ જ ગાઢ ધુમ્મસની આગાહી છે. ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ઠંડા દિવસની ચેતવણી જાહેર કરવામાં આવી છે.

ગાઢ ધુમ્મસની ચેતવણી
IMD અનુસાર, મંગળવારે દેવરિયા, ગોરખપુર, સંત કબીર નગર, બસ્તી, કુશીનગર, મહારાજગંજ, સિદ્ધાર્થ નગર અને ગોંડામાં ખૂબ ગાઢ ધુમ્મસ રહેવાની શક્યતા છે. બલરામપુર, શ્રાવસ્તી, બહરાઇચ, લખીમપુર ખેરી, સીતાપુર, બિજનૌર, મુરાદાબાદ, રામપુર, બરેલી અને પીલીભીત માટે ગાઢથી ખૂબ ગાઢ ધુમ્મસની ચેતવણી જાહેર  કરવામાં આવી છે.

હવામાન વિભાગે આઝમગઢ, મૌ, બલિયા, હરદોઈ, ફરુખાબાદ, કન્નૌજ, કાનપુર દેહાત, કાનપુર નગર, ઉન્નાવ, લખનૌ, બારાબંકી, રાયબરેલી, અમેઠી, સુલતાનપુર, અયોધ્યા અને આંબેડકર નગરમાં ગાઢ ધુમ્મસની આગાહી કરી છે. સહારનપુર, શામલી, મુઝફ્ફરનગર, બાગપત, મેરઠ, ગાઝિયાબાદ, હાપુડ, ગૌતમ બુદ્ધ નગર, બુલંદશહર અને અલીગઢમાં પણ ગાઢ ધુમ્મસની શક્યતા છે.

ઉત્તર પ્રદેશની સરહદે આવેલા બિહારમાં મંગળવારથી હવામાન બગડવાની ધારણા છે. રાજધાની પટના ઉપરાંત પૂર્વ ચંપારણ, પશ્ચિમ ચંપારણ, સિવાન, ગોપાલગંજ અને છાપરા માટે ગાઢ ધુમ્મસની ચેતવણી જાહેર  કરવામાં આવી છે. મુઝફ્ફરપુર, વૈશાલી, બેગુસરાય, સમસ્તીપુર, દરભંગા અને મધુબનીમાં પણ વિઝિબિલિટી 50 મીટરથી નીચે જવાની ધારણા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
Advertisement

વિડિઓઝ

Rajkot Rape Case: રાજકોટના આટકોટમાં બાળકી પર દુષ્કર્મ આચરનારને કોર્ટે સંભળાવી ફાંસીની સજા
Gopal Italia: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર સમાજને કેમ કરી ટકોર?
Kutch Earthquake : 4.1 ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી કચ્છ જિલ્લાની ધરતી
Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
"બહુ મોડું થઇ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો" પરશોત્તમ રૂપાલા
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ
Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Embed widget