શોધખોળ કરો
Advertisement
ગુજરાતનું આ સુપ્રસિદ્ધ મંદિર 12 દિવસ સુધી રહેશે બંધ, શ્રદ્ધાળુઓ લાઈવ પ્રસારણ જોઈ શકશે
આગામી 24 ઓગસ્ટથી 12 દિવસ સુધી મંદિર બંધ રહેશે ત્યારે શ્રદ્ધાળુઓ ભાદરવી પૂનમ દરમિયાન મા અંબાના દર્શનનું લાઈવ પ્રસરાણ જોઈ શકશે.
અમદાવાદઃ આ વર્ષે કોરોનાના વાયરસને કારણે તહેવારોની રોકન ફીકી પડી ગઈ છે. ધાર્મિક સ્થળો તહેવારોમાં ભીડ ભેગી ન થાય તે માટે સાવચેતીના ભાગરૂપે બંધ રાખવામાં આવી રહ્યા છે. ત્યારે હવે ગુજરાતમાં વધુ એક સુપ્રસિદ્ધ મંદિર શક્તિપીઠ અંબાજીને બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આગામી 24 ઓગસ્ટતી 4 સપ્ટેમ્બર એટલે કે 12 દિવસ સુધી મંદીર બંધ રહેશે. આ પહેલા ભાદરવી પૂનમનો મેળો રદ્દ કરવામાં આવ્યો હતો.
આગામી 24 ઓગસ્ટથી 12 દિવસ સુધી મંદિર બંધ રહેશે ત્યારે શ્રદ્ધાળુઓ ભાદરવી પૂનમ દરમિયાન મા અંબાના દર્શનનું લાઈવ પ્રસરાણ જોઈ શકશે. આ સાથે જ વિશ્વ કલ્યાણ અર્થે હવન યથાવત રહેશે. નોંધનીય છે કે, આ પહેલા ભાદરવી પૂનમે યોજાતા કેમ્પ અને પદયાત્રા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.
ભાદરવી પૂનમના મેળા મોટી સંખ્યામાં લોકો ભેગ થવાની ભીતિને ધ્યાનમાં રાખીને મેળો બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, ગુજરાત સરકારે આ પહેલા જાહેરાત કરી હતી કે ઓગસ્ટ મહિનામાં કોઈપણ મેળા, તાજિયા, પદયાત્રા, મેળાવડા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. નોંધનીય છે કે, દર વર્ષે ભાદરવી પૂનમ દરમિયાન 25 લાખ શ્રદ્ધાળુઓ આવતા હોય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
સમાચાર
બિઝનેસ
દુનિયા
Advertisement