શોધખોળ કરો
સરકાર આપશે ફ્રી વીજળી અને કમાણીની તક: પીએમ સૂર્ય ઘર યોજનાના જુઓ તમામ ફાયદા
કેન્દ્ર સરકારની મુફ્ત બિજલી યોજનાએ તોડ્યા તમામ રેકોર્ડ; દર 6 દિવસે 1,00,000 નવા પરિવારો જોડાયા, દેશભરમાં 50.06 લાખથી વધુ ઘરો પર સોલાર પેનલ લાગ્યા.
કેન્દ્ર સરકારની અત્યંત મહત્વકાંક્ષી 'પીએમ સૂર્ય ઘર: મુફ્ત બિજલી યોજના' એ દેશમાં અગાઉના તમામ રેકોર્ડ તોડીને એક નવો ઇતિહાસ રચ્યો છે. નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા અનુસાર, આ યોજના હેઠળ પોતાના ઘરની છત પર રૂફટોપ સોલાર પેનલ લગાવનારા પરિવારોની કુલ સંખ્યા 50.06 લાખને વટાવી ગઈ છે. દેશભરમાં આ યોજના તરફ લોકોનો જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેના પરિણામે લાખો પરિવારોના માસિક વીજળી બિલ હવે તદ્દન શૂન્ય થઈ ગયા છે અને તેઓ વધારાની વીજળી વેચીને વાર્ષિક કમાણી પણ કરી રહ્યા છે.
Published at : 04 Aug 2026 04:38 PM (IST)
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર






























