Amit Shah: હવે દરેક શહેરમાં ખુલશે એક સહકારી બેંક, અમિત શાહે NUCFDCનું કર્યું ઉદ્ધાટન
Amit Shah: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું કે હવે સહકારી ક્ષેત્રને સમૃદ્ધ કરવા માટે દરેક શહેરમાં ઓછામાં ઓછી એક શહેરી સહકારી બેંકની સ્થાપના કરવામાં આવશે. તેમણે સહકારી બેંકોને સામાન્ય લોકોની સમૃદ્ધિનો માર્ગ ગણાવ્યો હતો.
Amit Shah: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું કે હવે સહકારી ક્ષેત્રને સમૃદ્ધ કરવા માટે દરેક શહેરમાં ઓછામાં ઓછી એક શહેરી સહકારી બેંકની સ્થાપના કરવામાં આવશે. તેમણે સહકારી બેંકોને સામાન્ય લોકોની સમૃદ્ધિનો માર્ગ ગણાવ્યો હતો. તેઓ શનિવારે નેશનલ અર્બન કોઓપરેટિવ ફાયનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NUCFDC)ના ઉદ્ઘાટન બાદ કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા.
आज सहकारी बैंकों के अम्ब्रेला संगठन ‘नेशनल अर्बन कोऑपरेटिव फाइनेंस एंड डेवलपमेंट कॉर्पोरेशन लिमिटेड (NUCFDC)’ का शुभारंभ किया। कॉर्पोरेट गवर्नेंस के तर्ज पर कोआपरेटिव-गवर्नेंस मॉडल को खड़ा करने के लक्ष्य की दिशा में यह एक महत्त्वपूर्ण कदम है।
— Amit Shah (@AmitShah) March 2, 2024
इस अम्ब्रेला संगठन की स्थापना से… pic.twitter.com/HeJH6uZXqi
RBI એ NUCFDC ને નોન-બેંકિંગ ફાયનાન્સ કંપની અને અર્બન કો-ઓપરેટિવ બેન્કિંગ માટે સ્વ-નિયમનકારી સંસ્થા તરીકે કામ કરવા માટે સંમતિ આપી છે. આ પ્રસંગે સહકાર રાજ્ય મંત્રી બી.એલ. વર્મા, નાણા રાજ્ય મંત્રી ભાગવત કિશનરાવ કરાડ, સહકાર સચિવ આશિષ ભુતાની અને NUCFDC અધ્યક્ષ જ્યોતિન્દ્ર મહેતા ઉપસ્થિત રહ્યા હતા.
અંબ્રેલા સંગઠન બનવાથી સહકારી બેંકોનો વિકાસ કરશે
અમિત શાહે કહ્યું કે જ્યાં સુધી સહકારી સંસ્થાઓને તાકાત આપવામાં નહીં આવે ત્યાં સુધી અમે આગળ વધી શકતા નથી. લગભગ 20 વર્ષના સંઘર્ષ પછી આજે NUCFDC ની સ્થાપના થઈ રહી છે. અંબ્રેલા સંસ્થા બનવાથી શહેરી સહકારી બેંકોના વિકાસમાં અનેકગણો વધારો થશે. આ નાની બેંકો માટે સુરક્ષા કવચ તરીકે કામ કરશે. તેનાથી થાપણદારોનો આત્મવિશ્વાસ વધશે અને આગામી દિવસોમાં કામ પણ વધશે.
તેમણે કહ્યું કે વિશ્વસનીયતા માટે જરૂરી છે કે આપણે સમયની સાથે પોતાની જાતને બદલતા રહીએ અને બેંકિંગ નિયમોનું પાલન કરીએ. આ સંસ્થાએ સહકારી નાણાકીય ક્ષેત્રે સારું કામ કરતી સંસ્થાઓને બેંકોમાં રૂપાંતરિત કરવાની વ્યવસ્થા કરવી જોઈએ. તેનું ખાસ કામ નાની બેંકોને બેંકિંગ નિયમો માટે તૈયાર કરવાનું હોવું જોઈએ.
સુધારાની જરૂર છે
સહકાર મંત્રીએ કહ્યું કે દરેક શહેરમાં સહકારી બેંક બનાવવાની કામગીરી થવી જોઈએ. દેશભરમાં વ્યાપાર કરવા માટે જરૂરી સવલતોના ક્લિયરિંગ માટે પણ વ્યવસ્થા કરવી પડશે. આજે અમારી પાસે 1.5 હજાર બેંકોની 11 હજાર શાખાઓમાં 5 લાખ કરોડ રૂપિયા જમા છે. 3.5 લાખ કરોડની સંગ્રહિત લોન ક્ષમતા પણ છે. આ મોટી તાકાત છે. તેને વધારવાના ધ્યેય સાથે આપણે આગળ વધવું પડશે. અર્બન કો-ઓપરેટિવ બેંકોએ તેમનો નેટ એનપીએ રેટ ઘટાડીને 2.10 ટકા કર્યો છે તે સારી વાત છે. આમાં વધુ સુધારાની જરૂર છે. અંબ્રેલા સંસ્થાએ સખત મહેનત કરવી જોઈએ અને ત્રણ વર્ષમાં તેનો પાયો નાખવો જોઈએ.