Anant Radhika Wedding: અનંત અંબાણી અને રાધિકાના લગ્નમાં અનેક દેશોના પૂર્વ વડાપ્રધાનો બનશે મહેમાન, જાણો તમામ VVIPનું લિસ્ટ
Anant Radhika Wedding:રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી 12 જુલાઈ, 2024ના રોજ તેમની મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે
Anant Radhika Wedding: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી 12 જુલાઈ, 2024ના રોજ તેમની મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. આ લગ્નમાં હાજરી આપવા માટે દેશ-વિદેશની હસ્તીઓ મુંબઈમાં પહોંચવા લાગી છે
આ લગ્ન મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ સ્થિત Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં થવા જઈ રહ્યા છે. અનંત-રાધિકાના લગ્નને લઈને બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) વિસ્તારમાં કડક સુરક્ષા તેમજ ટ્રાફિકને લઈને સૂચનાઓ જાહેર કરવામાં આવી છે.
એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના પુત્રના લગ્નમાં રાજનીતિ, રમતગમત, બિઝનેસ, બોલિવૂડ, હોલિવુડ, રમતગમત અને અન્ય ઘણા ક્ષેત્રોના દિગ્ગજ લોકો હાજરી આપશે. આ લગ્નમાં વિવિધ દેશોના રાજ્યના વડાઓ અને આંતરરાષ્ટ્રીય મહાનુભાવોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
શું અનંત-રાધિકાના લગ્નમાં PM મોદી પણ હાજરી આપશે?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ લગ્નમાં હાજરી આપશે કે કેમ તે અંગે શંકા છે. PM મોદીની 13મી જૂલાઈના રોજ મુંબઈ મુલાકાત પ્રસ્તાવિત છે. અહીં પીએમ અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. PM ગોરેગાંવમાં નેસ્કો સેન્ટરમાં આયોજિત કાર્યક્રમમાં ગોરેગાંવ-મુલુંડ લિંક રોડના ત્રીજા તબક્કાનું ઉદ્ઘાટન પણ કરશે. આ કારણે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે જો પીએમ લગ્નમાં હાજર નહીં હોય તો તેઓ રિસેપ્શનમાં પણ હાજર રહી શકે છે.
બિઝનેસ ટુડેના અહેવાલ મુજબ, ભૂતપૂર્વ યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ જોન કેરી, ભૂતપૂર્વ બ્રિટિશ વડાપ્રધાન ટોની બ્લેર અને વડાપ્રધાન બોરિસ જોન્સન તેમજ ઇટાલિયન ભૂતપૂર્વ વડાપ્રધાન માટ્ટેઓ રેન્ઝી જેવા આંતરરાષ્ટ્રીય મહાનુભાવો પણ આ પ્રસંગે હાજરી આપશે. WWE સુપરસ્ટાર જોન સીના પણ અનંત-રાધિકાના લગ્નમાં હાજરી આપશે.
અનંત-રાધિકાના લગ્નમાં ભારતના મહેમાનોમાં તમિલનાડુના મુખ્યપ્રધાન એમકે સ્ટાલિન, કૃષિપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ સામેલ છે.
ભારતીય મહેમાનોની યાદી
જગદીપ ધનખડ (ભારતના ઉપરાષ્ટ્રપતિ)
શિવરાજ સિંહ ચૌહાણ (કૃષિ મંત્રી)
યોગી આદિત્યનાથ (ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી)
મમતા બેનર્જી (પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન)
એન. ચંદ્રબાબુ નાયડુ, (આંધ્ર પ્રદેશના મુખ્યપ્રધાન)
નારા લોકેશ, (કેબિનેટ મંત્રી, આંધ્રપ્રદેશ)
પવન કલ્યાણ (આંધ્ર પ્રદેશ સરકારમાં મંત્રી)
એમકે સ્ટાલિન, (તમિલનાડુના મુખ્ય પ્રધાન)
કેટી રામારાવ (વિપક્ષના નેતા, તેલંગાણા)
અભિષેક મનુ સિંઘવી (કોંગ્રેસ નેતા અને વકીલ)
સલમાન ખુર્શીદ (કોંગ્રેસ નેતા)
દિગ્વિજય સિંહ (કોંગ્રેસ નેતા)
કપિલ સિબ્બલ (રાજ્યસભા સાંસદ અને વરિષ્ઠ વકીલ)
સચિન પાયલટ (કોંગ્રેસ નેતા)
આંતરરાષ્ટ્રીય મહેમાનોની યાદી
જ્હોન કેરી (અમેરિકન રાજકારણી)
ટોની બ્લેર (બ્રિટનના ભૂતપૂર્વ વડાપ્રધાન)
બોરિસ જોન્સન (બ્રિટનના ભૂતપૂર્વ વડાપ્રધાન)
માટ્ટેઓ રેન્ઝી (ઇટાલીના ભૂતપૂર્વ વડાપ્રધાન)
સેબેસ્ટિયન કુર્ઝ (ઓસ્ટ્રિયાના ભૂતપૂર્વ વડાપ્રધાન)
સ્ટીફન હાર્પર, (કેનેડાના ભૂતપૂર્વ વડાપ્રધાન)
કાર્લ બિલ્ડ (સ્વીડનના ભૂતપૂર્વ વડાપ્રધાન)
મોહમ્મદ નશીદ (માલદીવના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ)
સામિયા સુલુહુ હસન (પ્રમુખ, તાન્ઝાનિયા)
અમીન નાસિર (CEO, સાઉદી અરામકો)
ખલ્દૂન અલ મુબારક, (CEO, મુબાદલા)
મુર ઓચિનક્લોસ (CEO, BP)
રોબર્ટ ડુડલે (ભૂતપૂર્વ CEO-BP અને બોર્ડ સભ્ય અરામકો)
માર્ક ટકર (ગ્રૂપ ચેરમેન, HSBC હોલ્ડિંગ્સ પીએલસી.)
બર્નાર્ડ લૂની (ભૂતપૂર્વ CEO, BP)
શાંતનુ નારાયણ (CEO, Adobe)
માઈકલ ગ્રીમ્સ (મેનેજિંગ ડિરેક્ટર, મોર્ગન સ્ટેનલી)
જે લી, (કાર્યકારી અધ્યક્ષ, સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ)
દિલહાન પિલ્લે (CEO, ટેમાસેક હોલ્ડિંગ્સ)
એમ્મા વોલ્મસ્લી (ગ્લેક્સોસ્મિથક્લાઇનના સીઇઓ)
ડેવિડ કોન્સ્ટેબલ (સીઈઓ, ફ્લોર કોર્પોરેશન)
જિમ ટીગ (CEO, એન્ટરપ્રાઇઝ જીપી)
જિયાની ઇન્ફેન્ટિનો (IOC સભ્ય, FIFA પ્રમુખ)
ખલીલ મોહમ્મદ શરીફ ફૈલાથી (વાઈસ પ્રેસિડેન્ટ, એડીઆઈએ)
પીટર ડાયમંડિસ (એક્ઝિક્યુટિવ પ્રેસિડેન્ટ, સિંગ્યુલારિટી યુનિવર્સિટી)
જય શેટ્ટી (પોડકાસ્ટર, લેખક, કોચ)
જેફ કુન્સ (કલાકાર)
જેમ્સ ટેકલેટ (સીઈઓ, લોકહીડ માર્ટિન)
એરિક કેન્ટર (વાઈસ પ્રેસિડેન્ટ, મોએલિસ એન્ડ કંપની)
એનરિક લોરેસ (ચેરમેન અને સીઈઓ, HP Inc.)
બોર્જે એકહોમ (ચેરમેન અને સીઈઓ, એરિક્સન)
વિલિયમ લિન (એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ, બીપી)
ટોમી યુટો, (ચેરમેન, નોકિયા મોબાઈલ નેટવર્ક્સ)
જુઆન એન્ટોનિયો સમરંચ (વાઈસ પ્રેસિડેન્ટ, IOC)
Ngozi Okonjo-Iweala (DG, WTO)
કિમ કર્દાશિયન (હોલીવૂડ અભિનેત્રી)
Khloe Kardashian, (અમેરિકન મીડિયા વ્યક્તિત્વ)
દિનેશ પાલીવાલ (પાર્ટનર, KKR)
લિમ ચાઉ કિયાટ (CEO, GIC)
માઈકલ ક્લેન (એમ. ક્લેઈન એન્ડ કંપની)
બદર મોહમ્મદ અલ-સાદ (નિર્દેશક, KIA)
યોશિહિરો હ્યાકુટોમ (CEO, SMBC)
ક્લારા વુ ત્સાઈ (સહ-સ્થાપક, જો અને ક્લેરા ત્સાઈ ફાઉન્ડેશન)
પેનો ક્રિસ્ટો (CEO, પ્રેટ અ મેન્જર)
માઈક ટાયસન (અમેરિકન બોક્સર)
જ્હોન સીના (WWE સુપરસ્ટાર)
જીન-ક્લાઉડ વેન ડેમ્મે (હોલિવુડ અભિનેતા)
કીનન વારસામે (ગાયક-રેપર)
લુઈસ રોડ્રિગ્ઝ (ગાયક)
ડિવાઇન ઇકુબોર (ગાયક અને રેપર)
સર માર્ટિન સોરેલ (સ્થાપક, WPP)
(આ સંભવિત સૂચિ છે)