શોધખોળ કરો
Advertisement
કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓએ CRPF પર ગ્રેનેડથી કર્યો હુમલો, એક જવાન ઘાયલ
જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં સીઆરપીએફના કાફલા પર આતંકીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો છે. હાલની જાણકારી અનુસાર, આ હુમલામાં સીઆરપીએફનો એક જવાન ઈજાગ્રસ્ત થયો છે.
જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં સીઆરપીએફના કાફલા પર આતંકીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો છે. હાલની જાણકારી અનુસાર, આ હુમલામાં સીઆરપીએફનો એક જવાન ઈજાગ્રસ્ત થયો છે. આ હુમલામાં એક દુકાનદાર પણ ઈજાગ્રસ્ત થયા હોવાની સૂચના છે. અનંતનાગના અચબલના મુખ્ય બસ સ્ટોપ પર ગ્રેનેડ ફેંકવામાં આવ્યો. અહીં પર સીઆરપીએફ પેટ્રોલિંગની પાર્ટી તૈનાત છે. ગ્રેનેડ રસ્તા પર જઈ ફાટ્યો જેમાં એક સીઆરપીએફનો જવાન ઈજાગ્રસ્ત થયો છે.
ઘાયલ સીઆરપીએફના જવાન અને દુકાનદારને અચબલની જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, અહીં તેમની સારવાર ચાલી રહી છે. બંનેની હાલત સ્થિર છે. બંનેમાંથી કોઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત નથી.
આતંકી ગ્રેનેડ ફેંકી ભાગવામાં સફળ થયા છે. આ વિસ્તારને ઘેરી તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. હુમલાવરોની વિરૂદ્ધમાં હાલ કોઈ જાણકારી નથી મળી. આ હુમલાબાદ તાત્કાલિક અહીં વધારે સુરક્ષાદળોને બોલાવવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement