કોરોનાની અસર, ગુજરાતમાં દેખાયો આ વિચિત્ર રોગ દર દસ લાખે એક વ્યક્તિને થાય છે. શ્વાસનળી સંકોચાઈ જાય ને....
દેશમાં કોવિડ બાદ મ્યુકોરમાઇકોસિસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. બ્લેક ફંગસથી થતાં આ રોગના હાલ દેશમાં 9 હજારથી વધુ કેસ છે. જો આ બધાની વચ્ચે ગુજરાતના નડિયાદમાં એક નવી જ બીમારીએ દસ્તક દીધી છે. જેમાં શ્વાસળી સંકોચાઇ જતાં ઓક્સિજન લેવલ ઘટવા માંડે છે. શું છે આ બીમારી અને તેના કારણો અને લક્ષણો શું છે જાણીએ..
દેશમાં કોવિડ બાદ મ્યુકોરમાઇકોસિસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. બ્લેક ફંગસથી થતાં આ રોગના હાલ દેશમાં 9 હજારથી વધુ કેસ છે. જો આ બધાની વચ્ચે ગુજરાતના નડિયાદમાં એક નવી જ બીમારીએ દસ્તક દીધી છે. જેમાં શ્વાસળી સંકોચાઇ જતાં ઓક્સિજન લેવલ ઘટવા માંડે છે. શું છે આ બીમારી અને તેના કારણો અને લક્ષણો શું છે જાણીએ..
ગુજરાત રાજ્ય સહિત દેશભરમાં કોવિડ બાદ મ્યુકોરમાઇકોસિસ કેસે ચિંતા વધારી છેઆ સ્થિતિમાં નડિયાદમાં એનાફિલેક્સસ નામનો રેર કહેવાતા એક રોગનો કેસ નોંધાયો છે. આમ તો આ બીમારી ભાગ્યે જ થતી બીમારી છે. એક્સપર્ટના મત મુજબ આ બીમારી દસ લાખે એક દર્દીમાં જોવા મળે છે. જો કે હાલ મહામારીના સમયમાં આ કેસ નોંધાતા સ્વાસ્થ્ય તંત્રની ચિંતામાં પણ વધારો થયો છે. શું છે આ બીમારી અને તેના લક્ષણો અને ઉપચાર વિશે જાણીએ.
નડિયાદમાં એક 49 વર્ષિય પુરૂષમાં આ બીમારી જોવા મળી હતી. તેમની શ્વસનળી સંકોચાઇ જતાં. તેમને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. ઓક્સિજન લેવલ પણ આ કારણેસ ડાઉન થવા લાગ્યું હતું.. જો કે સારવાર બાદ દર્દીની જિદંગી બચાવી શકાય.
આ બીમારી શું છે અને શું છે તેના લક્ષણો?
આ બીમારી ભાગ્યે જ થતી બીમારી છે. જેનું નામ એનાફ્લિક્સિસ છે. આ રોગમાં લક્ષણોની વાત કરીએ તો તેમાં દર્દીનું ઓક્સિજન લેવલ ડાઉન થઇ જાય છે અને તેને શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે.
એનાફ્લિક્સિસ બીમારીનાં કારણો
આ બીમારી એલર્જીના કારણે થઇ શકે છે. આ બીમારી કોઇ જીવજંતુના કરડવાથી એલર્જીના કારણે થાય છે. મધમાાખી કરવાથી પણ થઇ શકે છે. આ બીમારી ભાગ્યે જ થતી બીમારી છે. એક્સ્પર્ટના મત મુજબ આ બીમારી 10 લાખ લોકોએ એકમાં જોવા મળી છે.
બીમારીનો ઉપચાર શું
આ બીમારીમાં દર્દીની શ્વાસનળી સંકોચાઇ જાય છે અને ઓક્સિજન લેવલ ડાઉન થઇ જાય છે. સારવાર માટે દર્દીના ગળામાં કાણું પાડવામાં આવે છે અને તેના દ્રારા ટ્યૂબથી ઓક્સિજન અપાઇ છે.આ સ્થિતિમાં ઓક્સિજન લેવલ નોર્મલ થતાં દર્દીની જિંદગી બચાવી શકાય છે