શોધખોળ કરો
Advertisement
આંધ્રપ્રદેશ: સીએમ જગન મોહન રેડ્ડીએ સુપ્રીમ કોર્ટે જજ વિરુદ્ધ ખોલ્યો મોરચો, સરકાર પાડવાની કોશિશનો લગાવ્યો આરોપ
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગનમોહન રેડ્ડીએ ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયાના શરદ અરવિંદ બોબડે પાસે સુપ્રીમ કોર્ટના બીજા સૌથી વરિષ્ઠ જજ જસ્ટીસ એનવી રમવા વિરુદ્ધ ફરિયાદ કરી છે
નવી દિલ્હીઃ આંધ્રપ્રદેશમાં છેલ્લા કેટલાય દિવસોથી TDP અને YSRCP વચ્ચે ચાલી રહેલી ધમાલની વચ્ચે રાજનીતિ ગરમાઇ છે, આ બધાની વચ્ચે મુખ્યમંત્રીને દેશની ન્યાયિક વ્યવસ્થામાં દખલ કરવી પડી છે. દુનિયાની સૌથી મોટો લોકશાહી દેશમાં જો કોઇ રાજ્યના સીએમ કોઇપણ ન્યાયાધિશ પર રાજનીતિક હસ્તક્ષેપ કરવાની વાત કરે છે તો તે નાની વાત નથી. આંધ્રપ્રદેશના સીએમ જગન મોહન રેડ્ડી તે પત્રની જેને ન્યાયિક વ્યવસ્થાને સવાલોના ઘેરમાં ઉભી કરી દીધી છે. લોકશાહીના ચાર સ્તંભમાં ત્રીજો અને મહત્વનો સ્તંભ છે ન્યાયપાલિકા. જો તેના પર કોઇ આંગળી ઉઠાવે છે તો તે કોઇપણ લોકશાહી માટે સારુ નથી.
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગનમોહન રેડ્ડીએ ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયાના શરદ અરવિંદ બોબડે પાસે સુપ્રીમ કોર્ટના બીજા સૌથી વરિષ્ઠ જજ જસ્ટીસ એનવી રમવા વિરુદ્ધ ફરિયાદ કરી છે. પોતાની આઠ પેજની ફરિયાદમાં જગનમોહન રેડ્ડીએ સીજેઆઇને કહ્યું કે જસ્ટીસ રમના આંધ્રપ્રદેશ હાઇકોર્ટના સીટિંગને પ્રભાવિત કરવાની કોશિશ કરી રહ્યાં છે. આમાં કેટલાક સન્માનીય જજોના રૉસ્ટર પણ સામેલ છે. સીજેઆઇ બોબડે બાદ સુપ્રીમ કોર્ટના બીજા વરિષ્ઠ ન્યાયાધિશ જસ્ટીસ રમના અને આંધ્રપ્રદેશ હાઇકોર્ટના કેટલાક જજ વિરુદ્ધ સરકારને પાડવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે.
જગન મોહન રેડ્ડીએ પત્રમાં લખ્યું- આંધ્રપ્રદેશના પૂર્વ સીએમ ચંદ્રબાબુ નાયડુની સાથે મળીને સરકારને અસ્થિર કરવામાં આવી રહી છે. સાથે જ જસ્ટીસ રમનાની બે દીકરીઓ વિરુદ્ધ અમરાવતીમાં સવાલિયા રીતે જમીન લે-વેચનો મામલામાં એન્ટી કરપ્શન બ્યૂરો તરફથી બેસાડવામાં આવેલી તપાસનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સરકાર અને ન્યાયપાલિકાની વચ્ચે આ રંજ ખુબ પહેલાથી ચાલી રહ્યો છે.
સીજેઆઇને આ પત્ર 6 ઓક્ટોબરે લખવામાં આવ્યો હતો, અને આને હૈદરાબાદમાં મીડિયામાં શનિવારે રાત્રે રિલીઝ કરવામાં આવ્યો છે. આ ઉપરાત આ પત્રમાં કહેવામાં આવ્યુ છે કેમે 2019માં ચંદ્રાબાબુ નાયડુની સરકાર તરફથી જૂન 2014થી લઇને મે 2019ની વચ્ચે કરવામાં આવેલી તમામ પ્રકારની ડીલની તપાસ કરવાનો આદેશ આપવામા આવ્યો છે, ત્યારથી જસ્ટીસ એનવી રમન્ના રાજ્યમાં ન્યાય તંત્રને પ્રભાવિત કરવામાં લાગ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement