શોધખોળ કરો

Andhra Pradesh: ટ્રાન્સપોર્ટ મંત્રીના ઘરમાં તોડફોડ અને આગ લગાવાઈ, નવા જિલ્લાના નામને લઈ ભડકી હિંસા 

હિંસામાં પરિવહન મંત્રી પિનીપે વિશ્વરૂપુના ઘરને આગ ચાંપી દેવામાં આવી હતી. જોકે, પોલીસે મંત્રી અને તેમના પરિવારને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

આંધ્રપ્રદેશમાં નવા રચાયેલા જિલ્લા કોનાસીમા(Konaseema)નું નામ બદલીને બીઆર આંબેડકર કોનાસીમા જિલ્લા રાખવાના પ્રસ્તાવના વિરોધમાં મંગળવારે જિલ્લા મુખ્યાલયમાં વિરોધ કરી રહેલા લોકો પર પોલીસે લાઠીચાર્જ કર્યા બાદ રાજ્યના અમલાપુરમ શહેરમાં હિંસા ફાટી નીકળી હતી. હિંસામાં પરિવહન મંત્રી પિનીપે વિશ્વરૂપુના ઘરને આગ ચાંપી દેવામાં આવી હતી. જોકે, પોલીસે મંત્રી અને તેમના પરિવારને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

લાઠીચાર્જ બાદ દેખાવકારોએ પથ્થરમારો કરતાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા હોવાનું કહેવાય છે. શહેરમાં એક પોલીસ વાહન અને શૈક્ષણિક સંસ્થાની બસને પણ સળગાવી દેવામાં આવી હતી. રાજ્યના ગૃહપ્રધાન તનેતી વનિતાએ આરોપ લગાવ્યો હતો કે કેટલાક રાજકીય પક્ષો અને અસામાજિક તત્વોએ આગ લગાવી હતી. "તે દુર્ભાગ્યપૂર્ણ છે કે આ ઘટનામાં લગભગ 20 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે. અમે આ મામલાની તપાસ કરીશું અને દોષિતોને ન્યાય અપાવીશું."

નવા જિલ્લાની રચના 4 એપ્રિલે કરવામાં આવી હતી

આંધ્ર પ્રદેશમાં ચાર એપ્રિલે પૂર્વી ગોદાવરી જિલ્લાથી અલગ કરી કોનાસીમા જિલ્લાની રચના કરવામાં આવી હતી. ત્યારબાદ પાછલા સપ્તાહે સરકારે કોનાસીલા જિલ્લાનું નામ બદલી બીઆર આંબેડકર કોનાસીમા જિલ્લો કરવાનું પ્રારંભિક નોટિફિકેશન જાહેર કરી લોકોને વાંધો હોય તો નોંધાવવાનું કહ્યું હતું. 

કોણાસીમા સાધના સમિતિનું નામ બદલવા સામે વાંધો

આ પછી કોનસીમા સાધના સમિતિએ નામ બદલવાની દરખાસ્ત સામે વાંધો ઉઠાવ્યો હતો અને જિલ્લાનું નામ કોનસીમા રાખવાની માંગ કરી હતી. જિલ્લાના નામ બદલવાના વિરોધમાં જિલ્લા મેજિસ્ટ્રેટ હિમાંશુ શુક્લાને મેમોરેન્ડમ આપવાનો પ્રયાસ કરતી વખતે સમિતિએ મંગળવારે પ્રદર્શનનું આયોજન કર્યું હતું. પોલીસે પ્રદર્શનકારીઓને રોકવાનો પ્રયાસ કર્યો, જેના કારણે પ્રદર્શનકારીઓ ગુસ્સે થયા અને આખરે શાંત અમલપુરમમાં આગચંપીનો બનાવ બન્યો.

સરકારના નોટિફિકેશન બાદ કોનાસીમા સાધના સમિતિએ નામ બદલવાનો પ્રસ્તાવ પર વિરોધ નોંધાવ્યો અને જિલ્લાનું નામ કોનાસીમા જ યથાવત રાખવાની માંગ કરી હતી. સમિતિએ મંગળવારે જિલ્લાધિકારી હિમાંશુ શુક્લાને જિલ્લાનું નામ બદલવા વિરુદ્ધ આવેદન આપવાનો પ્રયાસ કરતા પ્રદર્શન કર્યુ હતું. પોલીસે આ પ્રદર્શનને રોકવાનો પ્રયાસ કર્યો તો પ્રદર્શનકારીઓ ઉગ્ર થઈ ગયા અને ત્યારબાદ આગજનીની ઘટનાઓ સામે આવી હતી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર
Embed widget