Violence: મણિપુરમાં વધુ એક હૃદયદ્નાવક ઘટના, મહિલા સાથે દુષ્કર્મ બાદ જીવતી સળગાવી, 17 ઘરોમાં આગચાંપી
Manipur Violence:મણિપુરમાં ચાલી રહેલો જ્ઞાતિ સંઘર્ષ રાજ્યમાં વિભાજનનું કારણ બન્યો છે. મણિપુરમાં બહુમતી મીતેઈ અને આદિવાસી કુકી સમુદાયો વચ્ચે સતત સંઘર્ષ ચાલી રહ્યો છે, જેના કારણે રાજ્યમાં હિંસાનું વાતાવરણ છે. આ સંઘર્ષમાં અત્યાર સુધીમાં 230 લોકોના મોત થયા છે અને 50,000 લોકો બેઘર થઈ ગયા છે
Manipur Violence: મણિપુરના જીરીબામ જિલ્લામાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, ગુરુવારે (7 નવેમ્બર) રાત્રે 31 વર્ષીય આદિવાસી મહિલા પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યો હતો અને પછી તેને જીવતી સળગાવી દેવામાં આવી. આ દરમિયાન સશસ્ત્ર હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કરીને ગામમાં લૂંટફાટ અને આગ લગાવી દીધી હોવાનું કહેવામાં આવી રહ્યું છે કે, હુમલાખોરોએ 17 ઘરોને બાળી નાખ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં પીડિતા સાથે સામૂહિક દુષ્કર્મ અને હત્યા કરવામાં આવી હતી.
પીડિતાના પતિએ પોલીસને ફરિયાદ કરી અને કહ્યું કે આ કૃત્ય ગેરકાયદે ઘૂસણખોરો દ્વારા કરવામાં આવ્યું છે, પરંતુ હુમલાખોરોની હજુ સુધી ઓળખ થઈ નથી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, એવી શંકા છે કે હુમલાખોરો મણિપુરના સ્થાનિક વિસ્તારના હોઈ શકે છે.
ગામમાં હુમલાખોરોનો આતંક
ઈન્ડીજીનસ ટ્રાઈબલ એડવોકેસી કમિટી (આઈટીએસી) એ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું કે, હુમલાખોરોએ ગામમાં પ્રવેશતાની સાથે જ ઘરોને આગ લગાડી અને ગોળીબાર કર્યો હતો. આ દરમિયાન ગામના લોકો પોતાનો જીવ બચાવવા જંગલ તરફ ભાગવા લાગ્યા, પરંતુ એક મહિલા ફસાઈ ગઈ અને તેની નિર્દયતાથી હત્યા કરવામાં આવી. આ ઘટના મણિપુરમાં ચાલી રહેલા જાતિ સંઘર્ષની બીજી ભયાનક ઘટના બની છે.
મણિપુરમાં વંશીય સંઘર્ષે પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી દીધી
મણિપુરમાં ચાલી રહેલો જ્ઞાતિ સંઘર્ષ રાજ્યમાં વિભાજનનું કારણ બન્યો છે. મણિપુરમાં બહુમતી મીતેઈ અને આદિવાસી કુકી સમુદાયો વચ્ચે સતત સંઘર્ષ ચાલી રહ્યો છે, જેના કારણે રાજ્યમાં હિંસાનું વાતાવરણ છે. આ સંઘર્ષમાં અત્યાર સુધીમાં 230 લોકોના મોત થયા છે અને 50,000 લોકો બેઘર થઈ ગયા છે. આ ઘટનાએ રાજ્યમાં સ્થિતિ વધુ વણસી છે.
આદિવાસી સંગઠનો કેન્દ્ર પાસેથી હસ્તક્ષેપની માંગ
આ ઘટના પછી, આદિવાસી સંગઠનોએ મણિપુરમાં કુકી-ઝોમી-હમર સમુદાયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર સરકારના હસ્તક્ષેપની માંગ કરી છે. ચુરાચંદપુરના આદિવાસી સંગઠન ઈન્ડીજીનસ ટ્રાઈબલ લીડર્સ ફોરમે પણ આ જઘન્ય અપરાધ માટે જવાબદાર લોકોની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી છે. અગાઉ, ગૃહ મંત્રાલયે મણિપુરમાં હિંસા અંગે વાતચીત શરૂ કરી હતી, પરંતુ સ્થિતિ સતત વણસી રહી છે.
આ પણ વાંચો
Pakistan: પાકિસ્તાનના ક્વેટા રેલવે સ્ટેશન પર બોમ્બ વિસ્ફોટ, 21 લોકોના મોત, અનેક ઘાયલ