શોધખોળ કરો
Advertisement
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની રચનાની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરશે પેનલ, જનરલ રાવત હોઇ શકે છે પ્રથમ CDS
સૂત્રોએ કહ્યું કે, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની નિયુક્તિની પ્રક્રિયાઓને લઇને એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે.
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી 73મા સ્વતંત્રતા દિવસના અવસર પર રાષ્ટ્રને સંબોધિત કરતા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના નવા પદની જાહેરાત કરી હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે સૈન્ય અધ્યક્ષ જનરલ બિપિન રાવત પ્રથમ સીડીએસ હોઇ શકે છે. વરિષ્ઠ સતાવાર સૂત્રોએ કહ્યું કે, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની નિયુક્તિની પ્રક્રિયાઓને લઇને એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે.
આ સમિતિ નવેમ્બર 2019માં પોતાનો રિપોર્ટ આપશે. આ સમિતિમાં સંરક્ષણ સચિવ, ચીફ ઓફ ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ ટૂ ધ ચેરમેન સ્ટાફ્સ ઓફ સ્ટાફ કમિટિની સાથે સભ્યો સામેલ હશે. 26મા સૈન્ય અધ્યક્ષ જનરલ રાવત ડિસેમ્બર 2019માં નિવૃત થઇ રહ્યા છે. એવામાં સૌથી વધુ સીનિયર મિલિટ્રી કમાન્ડર હોવાના કારણે એવું બની શકે છે કે તેમને પ્રથમ સીડીએસ બનાવવામાં આવી શકે છે. જોકે, હજુ સ્પષ્ટ નથી કે સીડીએસ ત્રણેય સેનાના પ્રમુખોની ઉપર હશે તે અથવા પછી અન્ય ત્રણેય સેનાના પ્રમુખના સમાન રેન્ક હશે. સરકારમાં તેને લઇને વિવિધ મત છે. આ રીતે સીડીએસનો કાર્યકાળ પર હજુ સ્પષ્ટ નથી.
એક સીનિયર અધિકારીએ કહ્યું કે, કેટલીક મહત્વની ચીજો જેવી કે વિદેશ સમન્વય, સંરક્ષણ સંબંધી પોસ્ટિંગ અને ટાસ્ક, ટ્રેનિંગ, સૈન્ય મેનેજમેન્ટ આ તમામ ત્રણેયથી અલગ અલગ હોય છે. આ નિશ્વિત રીતે સીડીએસ હેઠળ આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement