શોધખોળ કરો

કાશ્મીર પર મોદી સરકારના નિર્ણયથી પાકિસ્તાનમાં હાહાકાર, સંસદનું સંયુક્ત સત્ર બોલાવ્યું

ગૃહમંત્રી અમિત શાહની રાજ્યસભામાં આ ઐતિહાસિક જાહેરાત બાદ પાકિસ્તાને આ સ્થિતિ પર ચર્ચા માટે મંગળવારે સંસદનું સંયુક્ત સત્ર બોલાવ્યું છે.

નવી દિલ્હીઃ મોદી સરકારે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા અને તેનો ખાસ રાજ્યનો દરજ્જો ખત્મ કરી તેને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કર્યા બાદ પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. ગૃહમંત્રી અમિત શાહની રાજ્યસભામાં આ ઐતિહાસિક જાહેરાત બાદ પાકિસ્તાને આ સ્થિતિ પર ચર્ચા માટે મંગળવારે સંસદનું સંયુક્ત સત્ર બોલાવ્યું છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ડોક્ટર આરિફ અલ્વીએ મંગળવારે દેશની સંસદમાં સંયુક્ત સત્ર બોલાવ્યું છે. આ સંયુક્ત સત્ર આવતીકાલે સવારે 11 વાગ્યે બોલાવ્યું છે. આ બેઠકમાં કાશ્મીરમાં બદલતી સ્થિતિ પર ચર્ચા કરાશે. પાકિસ્તાનના સુરક્ષા દળોના વડા આ બેઠકમાં સામેલ થશે. પાકિસ્તાની સૈન્યના વડા જનરલ કમર જાવેદ બાજવા, ચીફ ઓફ ધ એર માર્શન મુઝાહિદ અનવર ખાન સહિત અનેક અન્ય ટોચના સૈન્ય અધિકારીઓ આ સંયુક્ત સત્રમા ભાગ લેશે. ગૃહમંત્રી અમિત શાહે સોમવારે રાજ્યસભામાં બે બિલ રજૂ કરતા જમ્મુ કાશ્મીરમાંથી 370 કલમ હટાવવા અને રાજ્યના બે ભાગ કરવાની જાહેરાત કરી હતી. હવે જમ્મુ કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો ખત્મ કરી તેને બે કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે ઓળખવામાં આવશે. લદાખ જમ્મુ કાશ્મીરથી અલગ એક કેન્દ્ર શાસિત પ્રદેશ ગણાશે. જોકે, લદાખમાં વિધાનસભા નહી હોય. મોદી સરકારના આ નિર્ણય અગાઉ જ જમ્મુ કાશ્મીરમાં ભારે સુરક્ષાદળો તૈનાત કરવામાં આવ્યા હતા . છેલ્લા સપ્તાહમાં સરકારે અચાનક સિક્યોરિટી એડવાઇઝરી જાહેર કરતા અમરનાથ યાત્રાને તરત ખત્મ કરવાની અને રાજ્યમાં ફરતા પ્રવાસીઓને તરત જ પોતાની યાત્રા સમાપ્ત કરી પોતાના રાજ્યમાં  પાછા ફરવાની સલાહ આપી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....
સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....
Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી
Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Embed widget