શોધખોળ કરો

Arvind Kejriwal Arrested: શું છે દિલ્હી દારૂ કૌભાંડ, જેમાં અરવિંદ કેજરીવાલની કરાઇ છે ધરપકડ?

Arvind Kejriwal Arrested: ધરપકડ પહેલા EDની ટીમે CM કેજરીવાલની પૂછપરછ કરી હતી. આમ આદમી પાર્ટીના નેતાઓએ તેમની ધરપકડની આશંકા વ્યક્ત કરી હતી.

Arvind Kejriwal Arrested:  એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં સંપૂર્ણ કાર્યવાહીના મોડમાં છે. દિલ્હી દારૂ કૌભાંડમાં EDએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી છે. આ પહેલા ગુરુવારે સાંજે EDની ટીમ તેમના ઘરે પહોંચી હતી. ધરપકડ પહેલા EDની ટીમે CM કેજરીવાલની પૂછપરછ કરી હતી. આમ આદમી પાર્ટીના નેતાઓએ તેમની ધરપકડની આશંકા વ્યક્ત કરી હતી.

આ પહેલા દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલને ધરપકડમાંથી રાહત આપી ન હતી. ગયા અઠવાડિયે જ EDએ તેલંગણાના પૂર્વ સીએમ કેસીઆરની પુત્રી કે. કવિતાની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહ પહેલાથી જ જેલમાં છે.

ED કેજરીવાલના ઘરે કેમ પહોંચી?

દિલ્હીની એક્સાઇઝ પોલિસી 2021-22માં કથિત કૌભાંડમાં મની લોન્ડરિંગની તપાસ કરી રહેલી EDએ અત્યાર સુધીમાં સીએમ કેજરીવાલને નવ સમન્સ જાહેર કર્યા હતા. ગુરુવારે EDની ટીમ 10મા સમન્સને લઈને તેમના ઘરે પહોંચી હતી. આટલા સમન્સ જાહેર કર્યા પછી પણ કેજરીવાલ ED સમક્ષ હાજર થયા ન હતા. આ દરમિયાન કેજરીવાલે ધરપકડથી બચવા માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે તેને ફગાવી દીધી હતી.

સીએમ કેજરીવાલ આમાં કેવી રીતે ફસાયા?

EDએ ગયા વર્ષે 2 નવેમ્બરે સીએમ કેજરીવાલને પહેલું સમન્સ મોકલ્યું હતું. આ સમન્સ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ જાહેર કરવામાં આવ્યું છે.

EDની ચાર્જશીટમાં સીએમ કેજરીવાલના નામનો અનેકવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આરોપ છે કે જ્યારે એક્સાઇઝ પોલિસી 2021-22 તૈયાર કરવામાં આવી રહી હતી ત્યારે ઘણા આરોપીઓ કેજરીવાલના સંપર્કમાં હતા.

EDએ ચાર્જશીટમાં દાવો કર્યો છે કે એજન્સીએ ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના નેતા કે. કવિતાના એકાઉન્ટન્ટ બુચીબાબુનું નિવેદન નોંધવામાં આવ્યું હતું, જેમાં તેમણે જણાવ્યું હતું કે કે. કવિતા, કેજરીવાલ અને મનીષ સિસોદિયા વચ્ચે રાજકીય સમજણ હતી. આ દરમિયાન કવિતા માર્ચ 2021માં વિજય નાયરને પણ મળી હતી.

આ કેસના અન્ય એક આરોપી દિનેશ અરોરાએ પણ EDને જણાવ્યું છે કે તેઓ કેજરીવાલને તેમના ઘરે મળ્યા હતા. EDનું કહેવું છે કે YSR કોંગ્રેસના સાંસદ મંગુટા શ્રીનિવાસુલુ રેડ્ડી અને કેજરીવાલ વચ્ચે ઘણી બેઠકો થઈ હતી. સીએમ કેજરીવાલે દિલ્હીના દારૂના ધંધામાં રેડ્ડીના પ્રવેશનું સ્વાગત કર્યું હતું.

પૂછપરછ દરમિયાન, બૂચીબાબુ અને આરોપી અરુણ પિલ્લઈએ ખુલાસો કર્યો છે કે તેઓ કેજરીવાલ અને સિસોદિયા સાથે એક્સાઈઝ પોલિસી પર કામ કરતા હતા.

આ ઉપરાંત આરોપી વિજય નાયર કેજરીવાલને પણ મળ્યો હતો અને આરોપી સમીર મહેન્દ્રુને વીડિયો કોલ દ્વારા વાત કરી હતી. આ દરમિયાન કેજરીવાલે સમીરને કહ્યું હતું કે વિજય તેમનો માણસ છે અને તેણે તેના પર વિશ્વાસ કરવો જોઈએ.

દારૂ કૌભાંડમાં ત્રણ મોટી ધરપકડો થઈ ચૂકી છે.

મનીષ સિસોદિયાઃ સિસોદિયા 26 ફેબ્રુઆરી 2022થી જેલમાં છે. જ્યારે દિલ્હીમાં નવી દારૂની નીતિ લાગુ કરવામાં આવી ત્યારે આબકારી વિભાગ સિસોદિયાની પાસે હતું. એવો આરોપ છે કે આબકારી મંત્રી હોવાને કારણે સિસોદિયાએ 'મનસ્વી' અને 'એકપક્ષીય' નિર્ણયો લીધા હતા, જેનાથી સરકારી તિજોરીને નુકસાન થયું હતું અને દારૂના વેપારીઓને ફાયદો થયો હતો.

- સંજય સિંહઃ EDની ચાર્જશીટ મુજબ, આરોપી દિનેશ અરોરા સંજય સિંહને મળ્યો હતો. સંજય સિંહના કહેવા પર અરોરાએ દિલ્હી ચૂંટણી માટે ફંડ એકઠું કર્યું અને સિસોદિયાને 32 કરોડ રૂપિયાનો ચેક આપ્યો. બદલામાં સંજય સિંહે અરોરાનો એક કેસ ઉકેલ્યો જે આબકારી વિભાગ પાસે પેન્ડિંગ હતો. સંજય સિંહ ગયા વર્ષે 4 ઓક્ટોબરથી જેલમાં છે.

- કે. કવિતા: EDનો દાવો છે કે 'સાઉથ ગ્રુપ' એ આમ આદમી પાર્ટીના નેતાઓ માટે વિજય નાયર અને અન્યને 100 કરોડ રૂપિયાની લાંચ આપી હતી. કવિતા આ સાઉથ ગ્રુપનો એક ભાગ હતી. સાઉથ ગ્રુપમાં દક્ષિણના રાજકારણીઓ, અમલદારો અને ઉદ્યોગપતિઓનો સમાવેશ થાય છે. ED અનુસાર, કે. કવિતા 19-20 માર્ચ 2021ના રોજ આરોપી વિજય નાયરને મળી હતી. કવિતાની ED દ્વારા આ વર્ષે 15 માર્ચે હૈદરાબાદથી ધરપકડ કરવામાં આવી હતી.

શું છે દારૂ કૌભાંડ

17 નવેમ્બર 2021 ના ​​રોજ દિલ્હીની કેજરીવાલ સરકારે આબકારી નીતિ 2021-22 લાગુ કરી. નવી પોલીસી હેઠળ સરકાર દારૂના ધંધામાંથી બહાર આવી અને આખી દુકાનો ખાનગી હાથમાં જતી રહી હતી.

દિલ્હી સરકારે દાવો કર્યો હતો કે નવી દારૂ નીતિ માફિયા શાસનનો અંત લાવશે અને સરકારની આવકમાં વધારો કરશે. જોકે, આ નીતિ શરૂઆતથી જ વિવાદમાં હતી અને જ્યારે વિવાદ વધ્યો ત્યારે સરકારે 28 જુલાઈ 2022ના રોજ તેને રદ કરી દીધી હતી.

દિલ્હીના તત્કાલિન મુખ્ય સચિવ નરેશ કુમારના રિપોર્ટ દ્વારા 8 જુલાઈ, 2022ના રોજ કથિત દારૂ કૌભાંડનો ખુલાસો થયો હતો.

આ રિપોર્ટમાં તેમણે મનીષ સિસોદિયા સહિત આમ આદમી પાર્ટીના ઘણા મોટા નેતાઓ પર ગંભીર આરોપ લગાવ્યા છે. દિલ્હીના એલજી વીકે સક્સેનાએ સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. આ પછી સીબીઆઈએ 17 ઓગસ્ટ 2022ના રોજ કેસ નોંધ્યો હતો. પૈસાની ગેરરીતિના આરોપો પણ હતા, તેથી EDએ મની લોન્ડરિંગની તપાસ માટે કેસ પણ નોંધ્યો હતો.

પોતાના રિપોર્ટમાં મુખ્ય સચિવે મનીષ સિસોદિયા પર દારૂની નીતિ ખોટી રીતે તૈયાર કરવાનો આરોપ લગાવ્યો હતો. મનીષ સિસોદિયા પાસે આબકારી ખાતું પણ હતું. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે નવી નીતિ દ્વારા લાઇસન્સ ધરાવતા દારૂના વેપારીઓને અન્યાયી લાભો આપવામાં આવ્યા છે.

રિપોર્ટમાં આરોપ છે કે કોવિડના બહાને 144.36 કરોડ રૂપિયાની લાઇસન્સ ફી મનસ્વી રીતે માફ કરવામાં આવી હતી. એરપોર્ટ ઝોનના લાઇસન્સધારકોને પણ 30 કરોડ પરત કરવામાં આવ્યા હતા, જ્યારે આ રકમ જપ્ત કરવાની હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઓનલાઈન ઓર્ડરમાં કોણ કમાઈ છે રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ચાર પગનો આતંક
Hun To Bolish : હું તો બોલીશ : ઠાકોરની એકતા
PM Narendra Modi : PM મોદી અમદાવાદમાં પતંગ મહોત્સવમાં આપશે હાજરી, જુઓ અહેવાલ
Harsh Sanghavi In Surat : કુપોષિત બાળકો પર કામ કરવાની સુરતના તબીબોને હર્ષ સંઘવીએ આપી સલાહ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
Embed widget