શોધખોળ કરો

Arvind Kejriwal News LIVE Updates: EDએ કેજરીવાલની ધરપકડના દાવાઓને અફવા ગણાવી, ચોથુ સમન્સ મોકલવાની તૈયારીમાં તપાસ એજન્સી

સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી આવાસના સ્ટાફને પણ અંદર જતા અટકાવવામાં આવ્યા છે.

Key Events
Arvind Kejriwal Live Updates: ED may arrest Delhi CM Arvind Kejriwal, claim AAP Ministers Arvind Kejriwal News LIVE Updates: EDએ કેજરીવાલની ધરપકડના દાવાઓને અફવા ગણાવી, ચોથુ સમન્સ મોકલવાની તૈયારીમાં તપાસ એજન્સી
અરવિંદ કેજરીવાલ
Source : PTI

Background

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ લિકર પોલિસી કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થયા નથી. આવી સ્થિતિમાં એવી અફવા છે કે કેજરીવાલની ધરપકડ થઈ શકે છે. આ દરમિયાન દિલ્હી પોલીસે અરવિંદ કેજરીવાલના ઘર તરફ જતા બંને રસ્તાઓ બંધ કરી દીધા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી આવાસના સ્ટાફને પણ અંદર જતા અટકાવવામાં આવ્યા છે.

દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કર્યો છે કે સાંભળવામાં આવી રહ્યું છે કે ED આવતીકાલે સવારે (4 જાન્યુઆરી) સવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચશે અને તેમની ધરપકડ કરશે. દિલ્હીના મંત્રી આતિશીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે રિપોર્ટ્સ આવી રહ્યા છે કે ED કાલે (4 જાન્યુઆરી) સવારે અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાન પર દરોડા પાડવા જઈ રહી છે. ધરપકડ કરી શકે છે.

નોંધનીય છે કે બુધવારે (3 જાન્યુઆરી) સીએમ કેજરીવાલ EDના ત્રીજા સમન્સ પર પણ તપાસ એજન્સી સમક્ષ હાજર થયા ન હતા. એક્સાઇઝ પોલિસી કેસમાં ઇડીએ મુખ્યમંત્રી અરવિંદને સમન્સ જાહેર કર્યા હતા. તેમણે નોટિસને ગેરકાયદે ગણાવી લેખિત જવાબ મોકલ્યો હતો. આમ આદમી પાર્ટી (AAP) એ આરોપ લગાવ્યો હતો કે કેજરીવાલને વારંવાર નોટિસ મોકલવી એ તેમને લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરતા રોકવા માટે ધરપકડ કરવાના ષડયંત્રનો એક ભાગ હતો.

AAPએ કહ્યું કે કેજરીવાલ તપાસ એજન્સીને સહકાર આપવા તૈયાર છે પરંતુ દાવો કર્યો કે સમન્સ તેમની ધરપકડ કરવાના ઈરાદાથી મોકલવામાં આવ્યા હતા. પાર્ટીએ આરોપ લગાવ્યો કે, “ચૂંટણી પહેલા નોટિસ કેમ મોકલવામાં આવી? આ નોટિસ કેજરીવાલને ચૂંટણી પ્રચાર કરતા રોકવાનો પ્રયાસ છે.

મુખ્યમંત્રીએ તેમના જવાબમાં શું કહ્યું?

સીએમ કેજરીવાલે બુધવારે તપાસ એજન્સીને પત્ર લખ્યો કે તેઓ રાજ્યસભાની ચૂંટણી અને પ્રજાસત્તાક દિવસની તૈયારીઓમાં વ્યસ્ત છે, પરંતુ એજન્સીના કોઈપણ પ્રશ્નનો જવાબ આપવા તૈયાર છે. AAPના વડાએ એજન્સીને તેમના અગાઉના પત્રોનો જવાબ આપવા જણાવ્યું હતું જેમાં તેમણે તેમને કથિત પૂછપરછ/તપાસ માટે બોલાવવા પાછળના વાસ્તવિક હેતુઓ વિશે સ્પષ્ટતા માંગી હતી.

સીએમ કેજરીવાલે અગાઉ 2 નવેમ્બર અને 21 ડિસેમ્બરના બે સમન્સ પર ફેડરલ એજન્સી સમક્ષ હાજર થવાનો ઇનકાર કર્યો હતો અને નોટિસને 'ગેરકાયદેસર' અને 'રાજકીય રીતે પ્રેરિત' ગણાવી હતી. દિલ્હીથી રાજ્યસભાની ત્રણ બેઠકો માટે યોજાનારી ચૂંટણીનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, “આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક હોવાના કારણે હું આ પ્રક્રિયા સાથે જોડાયેલો છું અને આ મહત્વપૂર્ણ ચૂંટણીઓની તૈયારીમાં વ્યસ્ત છું. દિલ્હીના મુખ્યમંત્રી હોવાના કારણે હું 26 જાન્યુઆરી 2024ના પ્રજાસત્તાક દિવસના ઘણા કાર્યક્રમો અને ઉજવણીના આયોજન અને તૈયારીઓમાં વ્યસ્ત છું.

10:00 AM (IST)  •  04 Jan 2024

EDએ કેજરીવાલની ધરપકડના દાવાને અફવા ગણાવી

EDએ કેજરીવાલની ધરપકડ કરવાના AAPના દાવાને અફવા ગણાવી છે. ED સૂત્રોએ જણાવ્યું કે આજે કેજરીવાલની ધરપકડ કરવામાં આવશે નહીં. એટલું જ નહી તેમની પૂછપરછ પણ આજે કરવામાં આવશે નહીં. અત્યારે તપાસ એજન્સી કેજરીવાલના જવાબની તપાસ કરી રહી છે. આ પછી ED દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં પૂછપરછ માટે ચોથી નોટિસ મોકલશે.

08:20 AM (IST)  •  04 Jan 2024

વિરોધ પ્રદર્શન કરશે આપ

AAP નેતાઓએ સ્પષ્ટ કર્યું હતું કે જો ED કેજરીવાલના ઘરે પહોંચશે તો વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. AAPના નેતાઓ પણ પાર્ટી કાર્યાલય પહોંચવા લાગ્યા છે. EDની નોટિસ પર  તપાસ એજન્સી સમક્ષ હાજર ન થવા પર ભાજપે અરવિંદ કેજરીવાલ પર સવાલો ઉઠાવ્યા છે. બીજેપીના દિલ્હી યુનિટના ચીફ વીરેન્દ્ર સચદેવા કહે છે કે ED સમક્ષ હાજર ન થઈને કેજરીવાલ બતાવી રહ્યા છે કે તેમને દેશની વહીવટી અને ન્યાયિક વ્યવસ્થામાં કોઈ વિશ્વાસ નથી.

Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
Embed widget