શોધખોળ કરો
Advertisement
અરવિંદ કેજરીવાલ પંજાબના આજથી ત્રણ દિવસના પ્રવાસે, 9 જૂલાઇએ ગુજરાતમાં
નવી દિલ્લીઃ આવતા વર્ષે આવી રહેલી પંજાબ, ગુજરાત અને ગોવાની ચુંટણીમાં જંપલાવવાનું આમ આદમી પાર્ટીએ નક્કી કરી લીધું છે. તેના ભાગ રૂપે અરવીંદ કેજરીવાલ ગોવા, પંજાબ અને ગુજરાતના એક પછી એક પ્રવાસ કરવાનું નક્કી કર્યું છે. જોક ગુજરાતનો પ્રવાસ રદ્દ કરી દેવામાં આવ્યો છે તેમ છતા, કેજરીવાલ 9 જૂલાઇએ સોમનાથના એક દિવસના પ્રવાસે આવશે. અને તે ગોવાના પ્રવાસે જઇ આવ્યા છે.
દિલ્લી સીએમ અરવિંદ કેજરીવાલ આજથી પંજાબના ત્રણ દિવસના પ્રવાસે જઇ રહ્યા છે. આમ આદમી પાર્ટી ચુંટણી પહેલા પક્ષને મજબૂતી આપવા માટે આજે પાર્ટી પ્રમુખ અમૃતસરની સભામાં પક્ષનો ચુંટણી ઢંઢેરો બહાર પાડશે. જેના લીધે પાર્ટી એક વર્ષ પહેલા જ રાજ્યમાં પોતાની પકડ મજબૂત કરી શકે. દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પંજાબમાં નશા અને ભ્રષ્ટાચારને સૌથી મોટો મુદ્દો માને છે.
આ સાથે જ અરવિંદ કેજરીવાલે ગુજરાત મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પર પણ નિશાન સાધ્યું હતું. કેજરીવાલે ટ્વીટર પર કહ્યું હતું કે, આનંદીબેને મારો સૂરતનો પ્રવાસ રદ્દ કરી દીધો છે. પરંતું ભગવાન શિવે મને બોલાવ્યો છે. કેજરીવાલ 9 જુલાઇએ ગુજરાતમાં સોમનાથ જશે, આ કાર્યક્રમ યથાવત છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
દુનિયા
Advertisement