શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કેજરીવાલની જીભ બહુ લાંબી, મોંમાં સમાતી નહોતી તેથી ડોક્ટરે કાપીને સરખી કરી, સપ્તાહ માટે થશે બોલતી બંધ
નવી દિલ્લીઃ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની થોડા સમય માટે બોલતી બંધ થાય તેવી શક્યતા છે. વાસ્તવમાં બેગ્લોરના નારાયણ હેલ્થ સિટીમાં તેમના ગળાનું ઓપરેશન થયુ હતું. તેમના ડોક્ટરના કહેવા પ્રમાણે, તેમની જીભ થોડી મોટી થઇ ગઇ છે. તે સિવાય કેજરીવાલને વારંવાર કફની સમસ્યા પણ રહેતી હોય છે. તેમના મોં અને ગળાની બનાવટમાં પણ કેટલીક સમસ્યા છે.
ડોક્ટરોના મતે કેજરીવાલ છેલ્લા 40 વર્ષથી સતત કફને કારણે પરેશાન છે. મંગળવારના રોજ તેમનું ઓપરેશન કરવામાં આવ્યુ હતું. આ ઓપરેશનમાં તેમના ગળા અને મોંના ઉપરના હિસ્સાની બનાવટને યોગ્ય કરવામાં આવ્યુ હતું. આ કારણે જ્યારે પણ એલર્જી અથવા તો કોઇ કારણસર તેમની નાક બંધ થઇ જતી ત્યારે મોંઢાથી શ્વાસ લેવાને કારણે થોડા પ્રમાણમાં થૂક પણ તેમના એર પેસેજમાં જમા થઇ જતુ હતુ અને તે કફ બની જતુ હતું.
હોસ્પિટલના કહેવા પ્રમાણે, કેજરીવાલની જીભ માટે મોંઢામાં ઓછી જગ્યા હતી. જીભ તેના સામાન્ય આકારને કારણે મોટી થઇ ગઇ હતી જેને કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. ડોક્ટરોએ તેમને કેટલાક દિવસ સુધી ન બોલવાની સલાહ આપી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion