Aryan Khan Drugs Case: NCBના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેને હાઈકોર્ટમાંથી મોટી રાહત, જાણો વિગતો
Aryan Khan Drugs Case: ક્રૂઝ ડ્રગ્સ કેસમાં તપાસ કરી રહેલા એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે મોટી રાહત મળી છે.
Aryan Khan Drugs Case: ક્રૂઝ ડ્રગ્સ કેસમાં તપાસ કરી રહેલા એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે મોટી રાહત મળી છે. ક્રુઝ ડ્રગ્સ કેસની તપાસ કરી રહેલા એન્ટી-ડ્રગ એજન્સી NCBના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ આજે ધરપકડમાંથી વચગાળાની રાહત મેળવવા માટે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ પછી કોર્ટે તેમને મોટી રાહત આપી છે. હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકારને કહ્યું કે વાનખેડે વિરુદ્ધ અત્યારે કોઈ કડક પગલું ન ભરે, ધરપકડના 3 દિવસ પહેલા નોટિસ આપવામાં આવે.
રાજ્ય સરકારે રચેલી SIT તપાસ સામે સમીર વાનખેડે હાઈકોર્ટમાં પહોંચ્યા છે. તેમણે પોતાની અરજીમાં કહ્યું છે કે જ્યારે તપાસ ચાલી રહી છે તો પછી સમાંતર તપાસની શું જરૂર છે. તેમણે કહ્યું કે આ કેસની તપાસ સીબીઆઈ અથવા અન્ય કેન્દ્રીય એજન્સીને સોંપવી જોઈએ. રાજ્ય સરકારે સમીર વાનખેડેની અરજીનો વિરોધ કર્યો હતો.
તેમણે કહ્યું કે હાલમાં વાનખેડે વિરુદ્ધ ચાર ફરિયાદો મળી છે અને મુંબઈ પોલીસના વરિષ્ઠ અધિકારીઓ આ મામલાની તપાસ કરી રહ્યા છે. રાજ્ય સરકારના વકીલે કહ્યું કે તપાસ ખૂબ જ પ્રાથમિક તબક્કે છે, હાલ મુંબઈ પોલીસે કોઈ એફઆઈઆર નોંધી નથી.
જણાવી દઈએ કે ક્રૂઝ ડ્રગ્સ કેસના સાક્ષી પ્રભાકર સેલે તાજેતરમાં દાવો કર્યો હતો કે NCB ઓફિસર સમીર વાનખેડે સહિત એજન્સીના કેટલાક અધિકારીઓએ ક્રૂઝ શિપ રેઈડ કેસના આરોપી આર્યન ખાનને છોડવા માટે 25 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. આ આરોપ બાદ NCBએ વિજિલન્સ ટીમની રચના કરી છે. વિજિલન્સ ટીમે બુધવારે સમીર વાનખેડેની ચાર કલાક પૂછપરછ કરી હતી. એજન્સીએ સેલને પણ પૂછપરછ માટે બોલાવ્યો છે.
આર્યન ખાનને બૉમ્બે હાઇકોર્ટમાંથી મોટી રાહત
અભિનેતા શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાન, મૉડલ મુનમુન ધમેચા અને અરબાઝ મર્ચન્ટને બૉમ્બે હાઇકોર્ટમાંથી મોટી રાહત મળી છે. ડ્રગ્સ કેસમાં કોર્ટમાંથી ત્રણેયને આજે જામીન મળી ગયા છે. આર્યન ખાન આ સમયે મુંબઇની આર્થર રૉડ જેલમાં બંધ છે. સુનાવણી દરમિયાન એનસીબીના વકીલ એડિશનલ સૉલિસિટર જનરલ અનિલ સિંહે જામીનનો જોરદાર વિરોધ કર્યો. એનસીબીએ કહ્યું કે, આર્યન લગભગ બે વર્ષથી ડ્રગ્સનુ સેવન કરી રહ્યો છે અને કાવતારાનો ભાગ છે, ક્રૂઝ પર ડ્રગ્સની જાણકારી તેને હતી, આર્યનને જામીન નથી આપી શકાતા.