શોધખોળ કરો
Advertisement
રેપ મામલે આસારામ પર નિર્ણય પહેલા જોધપુરમાં કલમ 144, કેન્દ્રનો 3 રાજ્યોમાં એલર્ટ
જોધપુરઃ રેપ કેસ મામલે લગભગ સાડા ચાર વર્ષથી જેલમાં બંધ આરાસામ પર આવતીકાલે જોધપુરની કોર્ટ નિર્ણય સંભળાવશે. આ પહેલા જોધપુર અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષાની કડક વ્યવસ્થા કરાઇ દેવાઇ છે. શહેરમાં 30 એપ્રિલ સુધી કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. વળી આસારામે દિલ્હી સ્થિત આશ્રમે અનુયાયીઓને અપીલ કરી છે કે તે કાયદાને હાથમાં ના લે. સાથે કહેવાયું છે કે, આસારામા સમર્થનમાં જોધપુર ના આવે.
આને જોઇને ગૃહ મંત્રાલયે ત્રણ રાજ્યોમાં એલર્ટ મોકલી દીધું છે, જેમાં રાજસ્થાન, ગુજરાત અને હરિયાણા સામેલ છે.
ગુરમીત રામ રહીમના નિર્ણય વખતે જે હિંસા હરિયાણાના પંચકુલામાં થઇ હતી ફરીથી એવી સ્થિતિ જોધપુરમાં ના બને તે માટે તંત્ર એલર્ટ છે. જોધપુરના પોલીસ કમિશ્નર અશોક રાઠોડે કહ્યું કે, ''અમે ખુશ છીએ કે કોર્ટે જેલ પરિસરની અંદર જ નિર્ણય લેવા માટેના અમારા આગ્રહને સ્વીકાર કર્યો." તેમને કહ્યું કે, જો જરૂર પડશે તો અર્ધ સૈનિક દળો પણ તૈનાત કરવામાં આવશે.
જોધપુર આવનજાવન કરનારી બધી ગાડીઓનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આસારામ પર નિર્ણય જોધપુર જેલની અંદર બનેલી કોર્ટમાં સંભળાવવામાં આવશે. આ બધાની વચ્ચે પોલીસે આસારામના જોધપુર આશ્રમને પણ કબ્જામાં લઇ લીધો છે. વળી સુરત આશ્રમમાં આજે એક દિવસીય હવનનું આયોજન કરવામાં આવશે. જેમાં બધા અનુયાયીઓ ભાગ લેશે અને નિર્ણય પહેલા આસારામ માટે પ્રાર્થના કરશે. આ સાથે 25 એપ્રિલે બધા અનુયાયી આશ્રમમાં ભેગા થશે અને નિર્ણય આવે ત્યાં સુધી ઉપવાસ રાખશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દુનિયા
સમાચાર
Advertisement