Atiq Ahmed Shot Dead: અતીક અહમદ અને અશરફની હત્યા પર અખિલેશ યાદવની પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કહ્યું?
માફિયા અતીક અહમદ અને તેના ભાઈ અરશદને પ્રયાગરાજમાં મેડિકલ માટે જતા સમયે ગોળી મારી હત્યા કરવામાં આવી હતી.
Atiq Ahmad Shot Dead: માફિયા અતીક અહમદ અને તેના ભાઈ અરશદને પ્રયાગરાજમાં મેડિકલ માટે જતા સમયે ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આ હત્યાને લઈને સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. સપા પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું હતુ કે આના કારણે લોકોમાં ડરનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે. એવું લાગી રહ્યું છે કે કેટલાક લોકો જાણી જોઈને આવું વાતાવરણ બનાવી રહ્યા છે.
Crime has reached its peak in UP and the morale of the criminals is high. What about the safety of the general public when some are shot dead amidst the security cordon of the police personnel? Due to this, an atmosphere of fear is being created among the public, it seems that… pic.twitter.com/thoKNfFGEj
— ANI (@ANI) April 15, 2023
બીજી તરફ, સપા પ્રમુખે એક ટ્વિટમાં લખ્યું હતું કે "યુપીમાં ગુનાઓ ચરમસીમાએ પહોંચી ગયા છે અને ગુનેગારોનું મનોબળ ઉંચુ છે. જ્યારે પોલીસની સુરક્ષાની વચ્ચે ખુલ્લેઆમ ગોળીબાર કરીને કોઈની હત્યા કરી દેવામાં આવે છે તો સામાન્ય જનતાની સલામતીનું શું ?. જનતામાં ભયનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે, એવું લાગે છે કે કેટલાક લોકો જાણી જોઈને આવું વાતાવરણ ઊભું કરી રહ્યા છે."
उप्र में अपराध की पराकाष्ठा हो गयी है और अपराधियों के हौसले बुलंद है। जब पुलिस के सुरक्षा घेरे के बीच सरेआम गोलीबारी करके किसीकी हत्या की जा सकती है तो आम जनता की सुरक्षा का क्या। इससे जनता के बीच भय का वातावरण बन रहा है, ऐसा लगता है कुछ लोग जानबूझकर ऐसा वातावरण बना रहे हैं।
— Akhilesh Yadav (@yadavakhilesh) April 15, 2023
અતીક- અશરફને ગોળી મારનાર હુમલાખોરોએ આત્મસમર્પણ કર્યું
પોલીસે ત્રણેય હુમલાખોરોની ધરપકડ કરી હતી અને ફાયરિંગ કર્યા બાદ હુમલાખોરોએ આત્મસમર્પણ કર્યું હતું. અતીક અને અશરફને ગોળી મારનાર ત્રણ આરોપીઓના નામ લવલેશ તિવારી, સુન્ની અને અરુણ મૌર્ય છે. માહિતી આપતા જોઈન્ટ સિટીએ જણાવ્યું હતું કે પોલીસકર્મીને પણ ખભા પર ગોળી વાગી છે, મીડિયાકર્મીઓ પણ ઘાયલ છે, ફાયરિંગ કરનારાઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. ગોળીબાર કરતી વખતે આરોપીઓએ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે કોર્ટમાંથી કસ્ટડી મળતાની સાથે જ મારી નાખવાની યોજના બનાવવામાં આવી હતી. મીડિયા ચેનલની જેમ નવું માઈક ગોઠવવામાં આવ્યું હતું, લવલેશ, સની, અરુણ નામના લોકો મીડિયા કર્મીઓ તરીકે મીડિયા કવરેજ દરમિયાન સાથે ફરતા હતા. આજે મીડિયા બાઈટ લેવાના પ્રયાસ કરી રહ્યું હતું ત્યારે જ ફાયરિંગ થયું હતું.