જમ્મુ-કાશ્મીરમાં કાશ્મીરી પંડિત પર આતંકી હુમલો, એક દિવસમાં હુમલાની ત્રીજી ઘટના
જમ્મુ-કાશ્મીરની ધરતી ફરી એકવાર રક્તરંજીત બની છે. આજે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ એક પછી એક ત્રણ હુમલા કર્યા હતા. શોપિયાંમાં આતંકવાદીઓએ કાશ્મીરી પંડિત દુકાનદાર પર ગોળીબાર કરીને તેને ઘાયલ કરી દીધો હતો
જમ્મુ-કાશ્મીરની ધરતી ફરી એકવાર રક્તરંજીત બની છે. આજે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ એક પછી એક ત્રણ હુમલા કર્યા હતા. શોપિયાંમાં રાત્રે 8 વાગ્યાની આસપાસ આતંકવાદીઓએ કાશ્મીરી પંડિત દુકાનદાર પર ગોળીબાર કરીને તેને ઘાયલ કરી દીધો હતો. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
Strongly condemn the dastardly terror attack on civilians & CRPF personnel. My deepest condolences to the family of martyred HC Vishal Kumar & prayers for early recovery of the injured. Our security forces will give a befitting reply: Office of LG J&K
— ANI (@ANI) April 4, 2022
આતંકવાદી હુમલામાં ચોટીગામ ગામના બાલ કૃષ્ણને હાથ અને પગમાં ઈજા થઈ હતી. તેમને શ્રીનગરની સૈન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડૉક્ટરોએ તેમની સ્થિતિ સ્થિર હોવાની માહિતી આપી છે. આ અંગે અધિકારીઓએ જણાવ્યું કે કાશ્મીરી પંડિત દુકાનદાર પર હુમલાની માહિતી મળતાં જ સેના અને પોલીસકર્મીઓને ગામમાં મોકલવામાં આવ્યા હતા.
Srinagar, J&K | One CRPF jawan injured in the terrorist attack at Maisuma in Lal Chowk, Srinagar, succumbs to his injuries in the hospital
— ANI (@ANI) April 4, 2022
આ પહેલા શ્રીનગરના મૈસુમા વિસ્તારમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)નો એક જવાન શહીદ થયો હતો જ્યારે અન્ય એક જવાન ઘાયલ થયો હતો. અધિકારીઓએ આ માહિતી આપી હતી.
તેમણે જણાવ્યું કે, આતંકવાદીઓએ મૈસુમામાં CRPF જવાનો પર ગોળીબાર કર્યો, જેમાં બે જવાન ઘાયલ થયા. ઘાયલોને SMHS હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ એક જવાનને મૃત જાહેર કર્યો હતો, જ્યારે બીજાની સારવાર ચાલી રહી છે. તેમણે કહ્યું કે આતંકવાદીઓને પકડવા માટે વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
આ પહેલા પુલવામા જિલ્લામાં આતંકવાદીઓના હુમલામાં બિહારના બે મજૂરો ઘાયલ થયા હતા. આતંકવાદીઓએ સોમવારે બપોરે પુલવામાના લાજુરામાં પટલેશ્વર કુમાર અને જાકો ચૌધરી પર ફાયરિંગ કર્યું હતું. બંને બિહારના રહેવાસી છે. આતંકવાદીઓએ રવિવારે સાંજે પુલવામાના નૌપોરા વિસ્તારમાં બે બિન-સ્થાનિક મજૂરો પર ફાયરિંગ કર્યુ હતું. બંને પંજાબના રહેવાસી હતા.