શોધખોળ કરો
#Hindumuslimbhaibhai: અયોધ્યા પર ચુકાદા અગાઉ ટ્વિટર પર હિંદુ-મુસ્લિમ ભાઇચારાની અપીલ ટ્રેન્ડમાં
અયોધ્યા સહિત આખા ઉત્તર પ્રદેશમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ અયોધ્યામાં રામ મંદિર-બાબરી મસ્જિદ જમીન વિવાદ મામલે આજે પોતાનો નિર્ણય સંભળાવશે. સુપ્રીમ કોર્ટના ચુકાદા અગાઉ વડાપ્રધાન મોદી, યોગી આદિત્યનાથ, આરએસએસના વડા મોહન ભાગવતે તમામ લોકોને શાંતિ રાખવાની અપીલ કરી છે. અયોધ્યા સહિત આખા ઉત્તર પ્રદેશમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. તે સિવાય આખા રાજ્યમાં કલમ 144 લાગુ કરી દેવાઇ છે. જમ્મુ કાશ્મીરમાં પણ કલમ 144 લાગુ કરી દેવાઇ છે. બીજી તરફ સોશિયલ મીડિયા પર હિંદુ મુસ્લિમ ભાઇચારા અને સૌહાર્દ જાળવી રાખવાની અપીલ કરાઇ રહી છે. દેશમાં ટ્વિટર પર #hindumuslimbhaibhai ત્રીજા નંબર પર ટ્રેન્ડ થઇ રહ્યું છે. લોકો સોશિયલ મીડિયા પર શાંતિ રાખવા માટેની અપીલ કરી રહ્યા છે. પીએમ મોદીએ ટ્વિટ કરી લખ્યું કે, અયોધ્યા પર આવતીકાલે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવી રહ્યો છે. છેલ્લા કેટલાક મહિનાથી સુપ્રીમ કોર્ટમાં આ મામલે સતત સુનાવણી ચાલી રહી છે. દેશભરમાં ઉત્સુક્તા દેખાઈ રહી છે. આ દરમિયાન સમાજના તમામ વર્ગોને મારા તરફથી સદભાવનાનું વાતાવરણ બનાવી રાખવા માટે કરવામાં આવેલા પ્રયાસો ખૂબજ પ્રશંસનિય છે.
વધુ વાંચો




















