શોધખોળ કરો

Baba Siddique Murder Case: બાબા સિદ્દીકી હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો,લોરેન્સ બિશ્નોઈ ગેંગના નક્સલ કનેક્શનની શક્યતા

Baba Siddique Murder Case: મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની હત્યા કેસના આરોપી ગૌરવે જણાવ્યું કે તે ઝારખંડના નક્સલ પ્રભાવિત વિસ્તારમાં ગયો હતો, જ્યાં કોઈએ તેને એકે-47 આપી હતી.

Baba Siddique Murder Case Update: મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને એનસીપીના દિગ્ગજ નેતા બાબા સિદ્દીકીની હત્યા કેસમાં એક ચોંકાવનારો ઘટસ્ફોટ સામે આવ્યો છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગના નક્સલ કનેક્શન હોવાની શંકા છે. માહિતી આપતાં, મુંબઈ પોલીસના સૂત્રોએ જણાવ્યું કે, આ કેસમાં ધરપકડ કરાયેલા ત્રણ આરોપીઓ, ગૌરવ અપુને, રૂપેશ મોહોલ અને શુભમ લોંકર, ફાયરિંગની પ્રેક્ટિસ કરવા પૂણેથી ઝારખંડ ગયા હતા.

માહિતી અનુસાર, આરોપી ગૌરવે જણાવ્યું કે તે ઝારખંડના નક્સલ પ્રભાવિત વિસ્તારમાં ગયો હતો, જ્યાં કોઈએ તેને એકે-47 આપી હતી. પોલીસે જણાવ્યું કે ત્રણેય આ એકે-47 વડે ફાયરિંગની પ્રેક્ટિસ કરી હતી. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે આ ખૂબ જ ગંભીર બાબત છે કે જો લોરેન્સ ગેંગ અને નક્સલ સાથે કામ કરી રહ્યા છે તો અમે આ એંગલથી પણ તેની તપાસ કરી રહ્યા છીએ.

અમે નક્સલ કનેક્શનની તપાસ કરી રહ્યા છીએ- પોલીસ

એક અધિકારીએ કહ્યું કે આ એક એવો વિસ્તાર છે જે નક્સલ પ્રભાવિત છે અને આ રીતે અદ્યતન હથિયાર (AK-47) વડે ગોળીબારની પ્રેક્ટિસ કરવી ખૂબ જ અસામાન્ય છે. આ કારણોસર, અમે હવે આ એંગલની પણ તપાસ કરી રહ્યા છીએ. શું તેમનો નક્સલવાદીઓ સાથે કોઈ સંબંધ છે કે કોઈ નક્સલી તેમને મદદ કરી રહ્યો છે કે પછી તેમના સિવાય બીજું કોઈ છે?

બાબા સિદ્દીકીની હત્યા કેસમાં અત્યાર સુધીમાં 18ની ધરપકડ કરવામાં આવી છે

NCP નેતા બાબા સિદ્દીકીની હત્યાની તપાસ ચાલી રહી છે. પોલીસે ગુરુવારે (7 નવેમ્બર) વધુ બે લોકોની ધરપકડ કરી હતી. આ હત્યા કેસમાં અત્યાર સુધીમાં 18 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અધિકારીએ જણાવ્યું કે પુણે શહેરના કર્વેનગર વિસ્તારના રહેવાસી આદિત્ય ગુલંકર (22) અને રફીક નિયાઝ શેખ (22)ની અટકાયત કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, કથિત કાવતરાખોરો પૈકી એક પ્રવીણ લોંકર અન્ય આરોપી રૂપેશ મોહોલના સંપર્કમાં હતો.

તમને જણાવી દઈએ કે લોંકર અને મોહોલની ધરપકડ થઈ ચૂકી છે. બંનેએ ગુલનાકર અને શેખને દારૂગોળા સાથે 9 એમએમની પિસ્તોલ કથિત રીતે આપી હતી, જેનો ઉપયોગ ગુનામાં કરવાનો હતો. તપાસ દરમિયાન પિસ્તોલ મળી આવી છે, જ્યારે દારૂગોળા શોધવાના પ્રયાસો ચાલુ છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી સિદ્દીકીની 12 ઓક્ટોબરે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

આ પણ વાંચો...

અનુચ્છેદ 370 ને લઈ ફારૂક અબ્દુલ્લાએ કહી મોટી વાત, 'હું અને ઉમર જીવતા હોઈએ કે નહીં પણ...'

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Embed widget