સાંઇ બાબા પર નિવેદન આપીને ફસાયા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી, મુંબઇ પોલીસે દાખલ કરી ફરિયાદ
બાગેશ્વર ધામના આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીએ શિરડીના સાંઈ બાબા પર આપેલા નિવેદનને લઈને મુંબઈ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે
Bageshwar Dham Sarkar: બાગેશ્વર ધામના આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીએ શિરડીના સાંઈ બાબા પર આપેલા નિવેદનને લઈને મુંબઈ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ ધાર્મિક લાગણી દુભાવવા બદલ FIR નોંધવાની માંગ કરવામાં આવી છે.
Mumbai: Shiv Sena (Uddhav faction) Yuva Sena leader Rahul Kanal writes to police demanding an FIR should be filed against Dhirendra Shastri of Bageshwar Dham regarding his statement made on Shirdi Sai Baba.
— ANI (@ANI) April 4, 2023
બાગેશ્વર ધામ સરકાર વિરુદ્ધ આ ફરિયાદ મુંબઈની બાંદ્રા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે. ફરિયાદમાં શિવસેના (ઉદ્ધવ જૂથ) યુવા સેનાના નેતા અને શિરડી સાંઈ સંસ્થાનના ભૂતપૂર્વ ટ્રસ્ટી રાહુલ કનાલે ધીરેન્દ્ર શાસ્ત્રી પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો.
વાસ્તવમાં આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ કહેતા જોવા મળી રહ્યા છે કે સાંઈ સંત હોઈ શકે છે, ફકીર હોઈ શકે છે, પરંતુ ભગવાન ન હોઈ શકે. સાંઈબાબાની પૂજા કરવા પર આચાર્ય કહે છે, 'હું બોલવા નથી માંગતો કારણ કે તેનાથી વિવાદ ઊભો થશે પરંતુ કહેવું પણ જરૂરી છે કે શિયાળની ચામડું પહેરીને કોઈ સિંહ નથી બની શકતો. જો આપણે શંકરાચાર્ય જેવો ગેટઅપ કરીએ તો આનાથી આપણે શંકરાચાર્ય નહીં બનીએ. સંત સંત છે અને ભગવાન ભગવાન છે.
साईं भगवान नहीं हो सकते है,@bageshwardham के पीठाधीश्वर पंडित धीरेन्द्र कृष्ण शास्त्री के विवादित बोल...यह भी कहा कि गीदड़ की खाल पहनकर कोई शेर नहीं बन जाता.@ABPNews @abplive @brajeshabpnews @brajeshabpnews pic.twitter.com/fYP63PMcIu
— AJAY TRIPATHI (ABP NEWS) (@ajay_media) April 2, 2023
મધ્યપ્રદેશના જબલપુરમાં ભક્તોના પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, આપણા પરમ ગુરુ શંકરાચાર્યએ ક્યારેય સાંઈ બાબાને દેવતાનો દરજ્જો આપ્યો ન હતો. તેમણે કહ્યું કે શંકરાચાર્ય હિંદુ ધર્મના વડા છે, તેથી દરેક સનાતનીએ તેમની વાત માનવી ખૂબ જ જરૂરી છે.
સાંઈ બાબાનું મહારાષ્ટ્ર કનેક્શન
- સાંઈ બાબાના જન્મસ્થળને લઈને ઈતિહાસકારો અને વિદ્ધાનોમાં અલગ-અલગ મંતવ્યો છે. કેટલાક વિદ્ધાવાના મતે તેમનો જન્મ 1835માં 28 ડિસેમ્બરના રોજ મહારાષ્ટ્રના પાથરી ગામમાં થયો હતો. જો કે, હજુ સુધી આ અંગે કોઈ નક્કર પુરાવા નથી.
- એવું કહેવાય છે કે સાંઈ બાબા સૌથી પહેલા એક યુવાન ફકીર તરીકે શિરડી ગયા હતા અને જીવનભર ત્યાં જ રહ્યા હતા. મહારાષ્ટ્રનું શિરડી ધામ પણ છે. જ્યાં દર વર્ષે લાખો ભક્તો બાબાના દર્શન કરવા પહોંચે છે.
- સાંઈ બાબા ભારતમાં એક મહાન સંત તરીકે ઓળખાય છે. એવું કહેવાય છે કે તેમની પાસે અદ્ભુત શક્તિઓ હતી. પરંતુ સાંઈ બાબાના નામ અને પહેરવેશને કારણે વિદ્વાનો માને છે કે સાઈ બાબા ફકીર હતા. જ્યારે મહારાષ્ટ્રમાં લાખો લોકો સાંઈ બાબાને ભગવાન માને છે. તેમના મોટાભાગના અનુયાયીઓ પણ ત્યાં છે. વાસ્તવમાં મહારાષ્ટ્રમાં એવા લાખો લોકો છે જેઓને સાંઈ બાબામાં માત્ર વિશ્વાસ જ નથી કરતા પણ તેમની પૂજા પણ કરે છે.