શોધખોળ કરો

Bakrid 2025 News: બકરી ઇદ પર આ રાજ્યમાં બકરો નહિ ખરીદી શકાય? જાણો શું છે સમગ્ર મામલો

Bakrid 2025: AIMIM ના પ્રવક્તા વારિસ પઠાણે બકરી ઇદ પર બકરીઓના વેચાણ અંગે ફેલાતી અફવાઓને નકારી કાઢી છે. તેમણે કહ્યું કે, મહારાષ્ટ્ર સરકારે અત્યાર સુધી આવો કોઈ પ્રતિબંધિત આદેશ જાહેર કર્યો નથી.

Bakrid 2025 News: મહારાષ્ટ્રમાં બકરી ઇદના અવસર પર થોડા દિવસો માટે બકરીઓના વેચાણ પર કથિત પ્રતિબંધ સંબંધિત સૂચનાઓ પર ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) ના પ્રવક્તા વારિસ પઠાણે પ્રતિક્રિયા આપી છે. તેમણે તેને માત્ર અફવા ગણાવી અને કહ્યું કે મહારાષ્ટ્ર સરકાર દ્વારા અત્યાર સુધી આવી કોઈ સત્તાવાર સૂચના જાહેર કરવામાં આવી નથી.

 વારિસ પઠાણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને લખ્યું, "બંધારણ દરેકને પોતાના તહેવારો ઉજવવાની મંજૂરી આપે છે. કેટલાક લોકો અફવા ફેલાવી રહ્યા છે કે તમે બકરા વેચી કે ખરીદી શકતા નથી. મહારાષ્ટ્ર સરકારે અત્યાર સુધી આવી કોઈ સૂચના જાહેર કરી નથી."

અમે બધી માર્ગદર્શિકાઓનું પાલન કરીને બકરી ઈદની ઉજવણી કરીએ છીએ - વારિસ પઠાણ

પઠાણે પોસ્ટમાં આગળ લખ્યું, "દર વર્ષે અમે બધી માર્ગદર્શિકાઓનું પાલન કરીને બકરી ઈદની ઉજવણી કરીએ છીએ અને આ વખતે પણ એવું જ કરીશું. ખેડૂત આખું વર્ષ બકરા ઉછેરે છે જેથી તે ઈદ દરમિયાન થોડા પૈસા કમાઈ શકે. શું આ તેનું નુકસાન નહીં થાય?"

જો સરકાર આવું કંઈક બહાર પાડે છે, તો આપણે જોઈશું - વારિસ પઠાણ

વારિસ પઠાણે કહ્યું, "મારી જાણકારી મુજબ, મહારાષ્ટ્ર સરકારે હજુ સુધી એવું કોઈ નિવેદન આપ્યું નથી કે બકરી ઈદ માટે પ્રાણીઓ ખરીદી કે વેચી શકાતા નથી. આવો કોઈ આદેશ કે સૂચના જાહેર  કરવામાં આવી નથી. જો સરકાર ભવિષ્યમાં આવું કંઈક બહાર પાડે છે, તો આપણે જોઈશું, પરંતુ હજુ સુધી આવી કોઈ સત્તાવાર માહિતી નથી."

તેમણે વધુમાં કહ્યું કે, ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે, જ્યાં દરેક ધર્મના લોકો તેમના તહેવારો સાથે મળીને ઉજવે છે. ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે હિન્દુઓ હોળી અને દિવાળી ઉજવે છે, ખ્રિસ્તીઓ તેમના તહેવારો ઉજવે છે અને મુસ્લિમો બકરી ઈદ ઉજવે છે, બધા તેમના તહેવારો સાથે મળીને ઉજવે છે.

સરકારે શક્ય તેટલી વહેલી તકે જાહેરનામું બહાર પાડવું જોઈએ - પઠાણ

તેમણે કહ્યું, "ઘણા વર્ષોથી આપણે કાયદા અને સરકારી માર્ગદર્શિકાનું પાલન કરીને બકરી ઇદની ઉજવણી કરી રહ્યા છીએ. હવે જો કોઈ કહે કે આ તારીખથી તે તારીખ સુધી બજારમાં પ્રાણીઓ વેચી શકાતા નથી, તો તે પશુપાલક  સાથે અન્યાય થશે. પશુપાલક આખા વર્ષ દરમિયાન સખત મહેનત કરીને પ્રાણીઓનો ઉછેર કરે છે. જેથી તેઓ તહેવાર પર તેમને વેચીને થોડી આવક મેળવી શકે." તેમણે માંગ કરી કે મહારાષ્ટ્ર સરકારે શક્ય તેટલી વહેલી તકે સ્પષ્ટ જાહેરનામું બહાર પાડવું જોઈએ, જેથી લોકોમાં ફેલાઈ રહેલી અફવાઓ બંધ થઈ શકે અને પરિસ્થિતિ સ્પષ્ટ થાય.

પઠાણે એવો પણ આરોપ લગાવ્યો કે ,કેટલાક તત્વો દેશમાં પરસ્પર સુમેળ બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું, "લોકો અમને ફોન કરી રહ્યા છે, તેઓ ચિંતિત છે. અમે તેમને કહ્યું કે હજુ સુધી કોઈ સત્તાવાર નિર્ણય આવ્યો નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....
સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....
Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી
Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Embed widget