શોધખોળ કરો
Advertisement
બરેલી પોલીસનું કારનામું, કારચાલકને હેલ્મેટ ન પહેરવા પર ફટકાર્યો 500નો દંડ
બરેલીના વેપારી અનીશ નરુલા તેમની કાર લઈને જઈ રહ્યા હતા. કાર ચલાવતી વખતે તેમણે હેલ્મેટ પહેર્યું ન હોવાથી મેમો આપવામાં આવ્યો હતો.
બરેલીઃ દેશમાં 1 સપ્ટેમ્બરથી નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થઈ ગયો છે. નવા નિયમ પ્રમાણે ટ્રાફિકના નિયમનો ભંગ કરનારા વ્યક્તિએ તોતિંગ દંડ ભરવો પડે છે. નવા મોટર વ્હીકલ એક્ટરમાં ડ્રાઇવિંગ લાઇસન્સ, સીટ બેલ્ટ, હેલમેટ, પીયુસી વગર ગાડી ચલાવવી સહિતના અનેક ગુના માટે દંડની રકમ અનેક ગણી વધારી દેવામાં આવી છે. જેના ઘણા કિસ્સા મીડિયામાં આવી ચુક્યા છે. પરંતુ બરેલીમા કાર ચલાકે હેલમેટ નહોતું પહેર્યું તો તેનો મેમો આપવામાં આવ્યો હતો.
બરેલીના વેપારી અનીશ નરુલા તેમની કાર લઈને જઈ રહ્યા હતા. કાર ચલાવતી વખતે તેમણે હેલમેટ પહેર્યું ન હોવાથી મેમો આપવામાં આવ્યો હતો. કાર ચલાવતી વખતે હેલમેટ ન પહેર્યું હોવાથી મેમા આપવામાં આવતા વેપારી આશ્ચર્યમાં પડી ગયો હતો.
વેપારીએ કહ્યું કે, જ્યારે મને મેમો મળ્યો ત્યારે જોઈને મારા પગ નીચેથી જમીન ખસી ગઈ હોય તેમ લાગ્યું હતું. કાર ચલાવતી વખતે મેં હેલમેટ પહેર્યું નહોતું તેમ જણાવવામાં આવીને 500 રૂપિયાનો મેમો ફટકાર્યો હતો. તેણે કહ્યું કે, મારી પાસે ક્રેટા કાર છે અને કારના નંબર પર સ્કૂટીનો મેમો આપવામાં આવ્યો છે.
કાર ચલાવતી વખતે હેલમેટ ન પહેર્યું હોવાથી મેમો મળ્યા બાદ પીડિત વેપારીએ એસપી ટ્રાફિકને ફરિયાદ કરી. જે બાદ એસપીએ કહ્યું, ખોટું બટન દબાઈ જવાથી મેમો ફાટ્યો છે. આ મામલે તપાસ કરવામાં આવશે.
26,000ની ઓટો માટે રિક્ષા ચાલકને અપાયો 47,500 રૂપિયાનો મેમો, જાણો ઓટોવાળેએ શું કર્યું પછી.....
રશિયામાં PM મોદીએ કહ્યું, ચેન્નઈ-વ્લાદિવોસ્તક વચ્ચે ચાલશે જહાજ
BCAનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડનાર વ્યક્તિને આ ગુજરાતી ક્રિકેટરે આપી મોતની ધમકી, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
Advertisement