BBC IT Survey: BBC ઓફિસ પર ITનો સર્વે, કેન્દ્રિયમંત્રીએ કહ્યુ- કોણ પણ કાયદાથી ઉપર નથી, બ્રિટિશ સરકારે પણ આપ્યું નિવેદન?
આવકવેરા વિભાગે મંગળવારે (14 ફેબ્રુઆરી) કથિત કરચોરીની તપાસના ભાગરૂપે BBCની દિલ્હી અને મુંબઈમાં આવેલી ઑફિસમાં સર્વે હાથ ધર્યો હતો
BBC Office Income Tax Survey: આવકવેરા વિભાગે મંગળવારે (14 ફેબ્રુઆરી) કથિત કરચોરીની તપાસના ભાગરૂપે BBCની દિલ્હી અને મુંબઈમાં આવેલી ઑફિસમાં સર્વે હાથ ધર્યો હતો. આવકવેરા વિભાગની આ કાર્યવાહી સવારે 11 વાગ્યે શરૂ થઈ હતી અને મોડી રાત સુધી ચાલુ રહી હતી.
UK government "closely monitoring" tax surveys conducted at BBC's India offices: Sources
— ANI Digital (@ani_digital) February 14, 2023
Read @ANI Story | https://t.co/WTaLf8MG5z#BBC #BCCIndia #UKgovernment pic.twitter.com/vABiZf8krI
બીબીસીની ડોક્યુમેન્ટ્રી 'ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન' રિલીઝ થયાના અઠવાડિયા પછી આ કાર્યવાહી કરવામાં આવી છે. આ સર્વેને લઈને ભારતીય જનતા પાર્ટી (BJP) અને વિરોધ પક્ષો વચ્ચે જોરદાર રાજકીય ચર્ચા પણ શરૂ થઈ ગઈ. બીબીસી અને બ્રિટિશ સરકારે પણ આ કાર્યવાહી પર તેમની પ્રતિક્રિયા આપી છે.
જ્યારે વિપક્ષે આ કાર્યવાહીની નિંદા કરી હતી, ત્યારે ભાજપે BBC પર ભારત વિરુદ્ધ ઝેરી રિપોર્ટિંગ કરવાનો આરોપ લગાવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે બીબીસીની પેટાકંપનીઓની આંતરરાષ્ટ્રીય કરવેરા અને ટ્રાન્સફર પ્રાઇસિંગ સંબંધિત મુદ્દાઓની તપાસ કરવા માટે આ સર્વે કરવામાં આવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે બીબીસીને નોટિસ આપવામાં આવી હતી, પરંતુ તેમણે તેના પર ધ્યાન આપ્યું નથી અને તેનું પાલન કર્યું નથી.
બીબીસી ઓફિસોમાં આઇટીનો સર્વે
તેમણે કહ્યું કે વિભાગ લંડન-હેડક્વાર્ટરવાળા પબ્લિક બ્રોડકાસ્ટર અને તેની ભારતીય શાખાના બિઝનેસ ઓપરેશન્સ સંબંધિત દસ્તાવેજોની તપાસ કરી રહ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે, સવારે 11 વાગ્યે ઈન્કમટેક્સ અધિકારીઓ દિલ્હી અને મુંબઈમાં બીબીસીની ઓફિસમાં પહોંચ્યા ત્યારે અચાનક કાર્યવાહી શરૂ થઈ. તેમણે કહ્યું કે બીબીસી સ્ટાફને તેમના ફોન પરિસરની અંદર એક ખાસ જગ્યાએ રાખવા માટે કહેવામાં આવ્યું હતું. કેટલાક કોમ્પ્યુટર જપ્ત કરવામાં આવ્યા છે જ્યારે કેટલાક મોબાઈલ ફોન ક્લોન કરવામાં આવી રહ્યા છે.
"દેશના કાયદાથી ઉપર કોઈ નથી"
આ કાર્યવાહી પર માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે દેશના કાયદાથી ઉપર કોઈ ન હોઈ શકે અને આવકવેરા વિભાગ આ સર્વેની વિગતો શેર કરશે જે તેણે દિલ્હી અને મુંબઈમાં બીબીસીની ઓફિસમાં કર્યું છે. તેમણે કહ્યું કે આવકવેરા વિભાગ સમયાંતરે એવા સ્થળોએ સર્વે કરે છે જ્યાં કેટલીક ગેરરીતિઓ છે. અનુરાગ ઠાકુરે કહ્યું કે જ્યારે સર્વે પૂર્ણ થાય છે, ત્યારે એક પ્રેસ નોટ જાહેર કરવામાં આવે છે અથવા માહિતી શેર કરવા માટે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવે છે. મને ખાતરી છે કે જ્યારે આવકવેરા વિભાગ તેનો સર્વે પૂર્ણ કરશે, ત્યારે તે તમારી સાથે વિગતો શેર કરશે.
બ્રિટિશ સરકાર પર નજર રાખી રહી છે
બ્રિટિશ સરકારના સૂત્રોએ મંગળવારે પીટીઆઈને જણાવ્યું કે બ્રિટન ભારતમાં બીબીસી ઑફિસમાં આવકવેરા સર્વેક્ષણ પછીના પરિણામો પર નજીકથી નજર રાખી રહ્યું છે. આ સર્વે અંગે બ્રિટિશ સરકાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ બ્રિટિશ સૂત્રોએ જણાવ્યું હતું કે તેઓ ભારતમાં બીબીસીની ઓફિસમાં કરાતા ટેક્સ સર્વે પર નજર રાખી રહ્યા છે.
બીબીસીએ સર્વે પર શું કહ્યું?
બીબીસીએ આ કાર્યવાહી પર કહ્યું કે ભારતીય આવકવેરા વિભાગના અધિકારીઓ નવી દિલ્હી અને મુંબઈમાં તેમની ઓફિસમાં છે. તે તેમને સંપૂર્ણ સહકાર આપી રહ્યા છે. બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (બીબીસી) એ ઈન્કમ ટેક્સ સર્વેને લઈને વધુ માહિતી આપી નથી. બીબીસીના પ્રવક્તાએ એક નિવેદનમાં કહ્યું કે અમે સંપૂર્ણ સહકાર આપી રહ્યા છીએ. અમે આશા રાખીએ છીએ કે શક્ય તેટલી વહેલી તકે આ સ્થિતિનો ઉકેલ લાવવામાં આવશે.
કોંગ્રેસે કેન્દ્ર પર નિશાન સાધ્યું
કોંગ્રેસના નેતાઓએ આ સર્વેને લઈને કેન્દ્ર પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ટ્વીટ કર્યું કે મોદી સરકારમાં સમયાંતરે પ્રેસની સ્વતંત્રતા પર હુમલો કરવામાં આવે છે. આ બધું ટીકાત્મક અવાજોને દબાવવા માટે કરવામાં આવ્યું છે. લોકો સરકારના આ પગલાનો વિરોધ કરશે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે અમે અદાણી કેસની સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી) તપાસની માંગ કરી રહ્યા છીએ અને સરકાર બીબીસીની પાછળ પડી ગઇ છે.