Mamata Wins Bhabanipur Bypoll: ભબાનીપુર બેઠક પર રેકોર્ડ જીત બાદ મમતા બેનર્જીએ પ્રજાનો માન્યો આભાર, કેન્દ્ર પર સાધ્યું નિશાન
દક્ષિણ કોલકત્તાની ભબાનીપુર વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શાનદાર જીત મેળવી છે.
Mamata Banerjee Wins Bhabanipur Bypoll: દક્ષિણ કોલકત્તાની ભબાનીપુર વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શાનદાર જીત મેળવી છે. તેમણે પોતાના હરિફ અને ભાજપના ઉમેદવાર પ્રિયંકા ટિબરેવાલને 58 હજારથી વધુ મતોથી હાર આપી હતી.
#WATCH | West Bengal Chief Minister Mamata Banerjee greets her supporters outside her residence in Kolkata as she inches closer to victory in Bhabanipur Assembly bypoll pic.twitter.com/S1FlBYTXAG
— ANI (@ANI) October 3, 2021
મમતા બેનર્જીએ આ જીત બાદ કહ્યું કે હું ભબાનીપુરની જનતાનો આભાર માનું છું. મને એક લાખ 15 હજાર મત મળ્યા છે. ભબાનીપુરના કોઇ પણ વોર્ડમાં મને હાર મળી નથી. ભબાનીપુરમાં 46 ટકા બિન બંગાળી છે અને તમામ લોકોએ મને મત આપ્યા છે.
Around 46% of people here (in Bhabanipur) are non-Bengalis. They all have voted for me. People of West Bengal are watching Bhabanipur, which has inspired me: West Bengal CM Mamata Banerjee in Kolkata pic.twitter.com/INNblPQYEv
— ANI (@ANI) October 3, 2021
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, આજે આખા બંગાળની નજર ભબાનીપુર પેટાચૂંટણી પર હતી. ભબાનીપુર બેઠક પર જીત બાદ મમતા બેનર્જીએ કેન્દ્ર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે પશ્વિમ બંગાળ વિધાનસભા ચૂંટણી દરમિયાન મારી પાર્ટી વિરુદ્ધ કાવતરા રચવામાં આવ્યું હતું. વિધાનસભા ચૂંટણી દરમિયાન મારા પગમાં ઇજા પહોંચી હતી પરંતુ જનતાએ ભરપૂર સહયોગ આપ્યો છે.
Since the elections started in Bengal, Central Govt hatched conspiracies to remove us (from power). I was hurt in my feet so that I don't contest the polls. I am grateful to the public for voting for us & to ECI for conducting polls within 6 months: West Bengal CM Mamata Banerjee pic.twitter.com/eMIS1rW2V9
— ANI (@ANI) October 3, 2021
I have won the Bhabanipur Assembly bypolls with a margin of 58,832 votes and have registered the victory in every ward of the constituency: Chief Minister Mamata Banerjee in Kolkata pic.twitter.com/EjK8htjUmC
— ANI (@ANI) October 3, 2021
ભબાનીપુર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીમાં મળેલી જીત બાદ ટીએમસીના કાર્યકર્તાઓ વચ્ચે ખુશીનો માહોલ છે. ટીએમસીના કાર્યકર્તાઓએ મમતા બેનર્જીના ઘર બહાર ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. નોંધનીય છે કે મમતા બેનર્જી માટે રાજ્યના મુખ્યમંત્રી પદ પર રહેવા માટે આ ચૂંટણી જીતવી જરૂરી હતી. મમતા બેનર્જી અગાઉ પણ આ બેઠક પરથી બે વખત ચૂંટણી જીતી ચૂક્યા છે. આ વર્ષે રાજ્યમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનર્દી નંદીગ્રામ બેઠક પરથી ચૂંટણી હારી ગયા હતા. તેમને ભાજપના નેતા શુભેન્દુ અધિકારીએ 1956 મતથી હરાવ્યા હતા. બાદમાં ભબાનીપુર બેઠક પરથી જીતીને આવેલા શોભનદેવે રાજીનામું આપી મમતા બેનર્જી માટે સીટ ખાલી કરી હતી.