શોધખોળ કરો
મમતા બેનરજીએ બંગાળમાં ભારતીય ટીમના ક્રિકેટર સહિત કઈ સેલિબ્રિટીને આપી ટિકિટ ?
બંગાળ ચૂંટણી માટે ટીએમસીએ શુક્રવારે કુલ 291 ઉમેદવારોની જાહેરાત કરી હતી.

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે ટીએમસીએ શુક્રવારે ઉમેદવારોની યાદી બહાર પાડી છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી આ વખતે નંદીગ્રામથી ચૂંટણી લડશે. ટીએમસીએ ફરી એક વખત અનેક સ્ટાર્સને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે, જેમાં મનોજ દિવારી, કંચન મલિકના નામ સામેલ છે. ક્રિકેટર હોય કે એક્ટર અથવા કોઈ સિંગર, ટીએમસીએ બધાને તક આપી છે. TMCએ ક્યા ક્યા સ્ટારને ટિકિટ આપી છે જુઓ એક યાદી...
- જૂન માલિયા - મિદનાપુર (એક્ટ્રેસ)
- મનોજ દિવારી - શિબપુર (ક્રિકેટર)
- ઇદરિસ અલી - મુર્શિદાબાદ
- રાજ ચક્રવર્તી - બૈરકપુર (ડાયરેક્ટર)
- સયંતિકા બેનર્જી - બાંકુરા (એક્ટ્રેસ)
- કંચન મલિક - ઉત્તરપાડા (એક્ટર)
- શોભાનદેબ ચટ્ટોપાધ્યાય - ભવાનીપુર
- અદિતિ મુંશી - રાજરહાટ (સિંગર)
- સયોની ઘોષ - આસનસોલ સાઉથ (એક્ટ્રેસ)
- કૌશની મુખર્જી - કૃષ્ણાનગર ઉત્તર (એક્ટ્રેસ)
- સોહમ ચક્રવર્તી - ચાંદીપુર (એક્ટર)
વધુ વાંચો





















