હાર નહી પચાવી શકનારા ભાજપના ટોચના નેતાએ કહ્યું, આ ક્રૂર લેડીને ફરી સત્તા સોંપી બંગાળે ઐતિહાસિક ભૂલ કરી છે....
દેશમાં કોરોના સંકટ વચ્ચે પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામ આવ્યા છે. બધાની નજર બંગાળ પર હતી. અહીં મમતા બેનર્જી જીતની હેટ્રિક લગાવવામાં સફળ થયા છે. મમતા બેનર્જીની પાર્ટી પશ્ચિમ બંગાળમાં 215 બેઠકો પર આગળ છે. જ્યારે ભાજપ માત્ર 75 બેઠકો પર આગળ છે.
દેશમાં કોરોના સંકટ વચ્ચે પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામ આવ્યા છે. બધાની નજર બંગાળ પર હતી. અહીં મમતા બેનર્જી જીતની હેટ્રિક લગાવવામાં સફળ થયા છે. મમતા બેનર્જીની પાર્ટી પશ્ચિમ બંગાળમાં 215 બેઠકો પર આગળ છે. જ્યારે ભાજપ માત્ર 75 બેઠકો પર આગળ છે.
પશ્ચિમ બંગાળની ટોલીગંજ બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે બાબુલ સુપ્રીયો હતા. તેઓ આ બેઠક પરથી 39 હજાર મતથી પાછળ છે. આ બેઠક પર તેમની હાર નિશ્ચિત છે. પશ્ચિમ બંગાળમાં ટીએમસીની જીત પર બાબુલ સુપ્રીયોએ ફેસબુક પર પોસ્ટ શેર કરી છે.
આ પોસ્ટમાં બાબુલ સુપ્રીયએ લખ્યું, હું ન તો બંગાળ જીતવા બદલ મમતા બેનર્જીને અભિનંદન આપું છું કે ન તો હું એમ કહેવા માંગું છું કે હું લોકોના નિર્ણયનો 'આદર' કરું છું, કારણ કે મને નિષ્ઠાપૂર્વક લાગે છે કે બંગાળે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ને તક નહી આપીને એક ઐતિહાસિક ભૂલ કરી છે. આ ભ્રષ્ટ, અસમર્થ, અપ્રમાણિક સરકાર અને ક્રૂર મહિલાને ફરીથી સત્તામાં લાવવા માટે !! હા, કાયદાનું પાલન કરનાર એક નાગરિક તરીકે, હું એક લોકશાહી દેશમાં લોકોએ લીધેલા નિર્ણયનું પાલન કરીશ. આ વાત છે !!ન કંઈ વધારે, ન કંઈ ઓછું !!
મમતા બેનર્જી નંદીગ્રામ બેઠક પરથી ચૂંટણી હારી ગયા છે. ભાજપના શુભેંદુ અધિકારીએ તેમને 1953 મતે હરાવ્યા છે. આ બેઠક પર કાંટે કી ટક્કર જોવા મળી હતી. મતગણતરી દરમિયાન વધારે સમયે શુભેંદુ અધિકારી આગળ રહ્યા પરંતુ એક સમયે મમતા બેનર્જી આગળ નિકળી ગયા હતા. એટલે સુધી કે મમતા બેનર્જી જીત્યા એવા સમાચાર પણ આવી ગયા હતા, પરંતુ અંતે જીત ભાજપના શુભેંદુ અધિકારીની થઈ છે.
પાર્ટી પરિણામ પર આત્મમંથર કરશે-કૈલાશ વિજયવર્ગીય
બીજેપી મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ તૃણમૂલ કૉંગ્રેસના શાનદાર પ્રદર્શનનો શ્રેય મુખ્યમંત્રી મમતા બેનર્જીને આપ્યો અને કહ્યું તેમની પાર્ટી ચૂંટણી પરિણામ પર આત્મમંથન કરશે. પશ્ચિમ બંગાળના પ્રભારી વિજયવર્ગીયે એ પણ જણાવ્યું કે ગૃહ મંત્રી અમિત શાહે તેમને ફોન કરી ખરાબ પ્રદર્શન વિશે જાણકારી મેળવી છે. ભાજપ મહાસચિવે કેંદ્રીય મંત્રી બાબુલ સુપ્રિયો અને સાંસદ લોકેટ ચેટર્જી મતગણતરીમાં પાછળ રહેવા પર આશ્ચર્ય ગણાવ્યું છે.