શોધખોળ કરો

‘હું હારી નથી, હરાવાઈ છું તો રાજીનામું કેમ આપું?’ બંગાળ પરિણામો પર મમતા બેનર્જીનો મોટો બળવો

બંગાળમાં મળેલી હાર બાદ ટીએમસી ચીફ મમતા બેનર્જીએ ઈવીએમ અને ચૂંટણી પંચ પર ગંભીર સવાલો ઉઠાવ્યા. તેમણે કહ્યું કે તેઓ રાજીનામું નહીં આપે અને એક સામાન્ય માણસ બનીને 'ઈન્ડિયા' ગઠબંધનને વધુ મજબૂત બનાવશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • મમતા બેનર્જી હાર સ્વીકારતા નથી, ચૂંટણી પંચ પર ગંભીર આરોપો.
  • EVM માં ગરબડ અને ભાજપ સાથે સાંઠગાંઠનો લગાવ્યો આરોપ.
  • રાજીનામું નહીં આપે, 'ઈન્ડિયા' ગઠબંધનને મજબૂત કરશે.
  • ચૂંટણી પંચે બંધારણીય અધિકારો છીનવી, મતદાર યાદીમાંથી નામ કપાવાનો દાવો.

Mamata Banerjee resign: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં કારમી હારનો સામનો કર્યા બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના વડાં મમતા બેનર્જીએ આકરા પ્રહારો કર્યા છે. તેમણે પોતાની હાર સ્વીકારવાનો ઇનકાર કરતા સ્પષ્ટ કહ્યું છે કે તેઓ હાર્યા નથી, પણ તેમને હરાવવામાં આવ્યા છે. મમતાએ આ આખી ચૂંટણી પ્રક્રિયામાં ચૂંટણી પંચને સૌથી મોટું 'વિલન' (ખલનાયક) ગણાવ્યું છે અને ઈવીએમમાં ગરબડ તેમજ ભાજપ સાથે સાંઠગાંઠ હોવાના ગંભીર આરોપો લગાવ્યા છે. આ સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ રાજીનામું આપવાના નથી અને હવે એક સામાન્ય માણસ તરીકે વિપક્ષી ગઠબંધન 'ઈન્ડિયા' ને મજબૂત કરવાનું કામ કરશે.

પોતાની હાર અંગે બળાપો કાઢતા મમતા બેનર્જીએ સવાલ ઉઠાવ્યો કે, "જ્યારે હું હારી જ નથી, તો પછી હું રાજીનામું કેમ આપું? કોઈ મને રાજીનામું આપવાની ફરજ પાડી શકે નહીં. નૈતિક રીતે જોવા જઈએ તો હું જ જીતી છું, એટલે હું લોકભવનમાં જઈને રાજીનામું નહીં આપું." વધુમાં તેમણે કહ્યું કે આ કપરા સમયમાં વિપક્ષના તમામ મોટા નેતાઓ તેમની પડખે ઉભા છે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ, ઉદ્ધવ ઠાકરે, અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ અને હેમંત સોરેન જેવા નેતાઓએ તેમને ફોન કરીને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે. તેમણે જણાવ્યું કે અખિલેશ યાદવ તો આજે જ તેમને મળવા આવવાના હતા, પણ તેઓ કાલે આવશે. મમતાને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં વિપક્ષી એકતા વધુ મજબૂત થશે.

પોતાના ભવિષ્યના આયોજન વિશે વાત કરતા ટીએમસી પ્રમુખે કહ્યું કે, "હવે મારી પાસે સત્તાની ખુરશી નથી, એટલે હું એક સામાન્ય માણસ છું અને હવે હું ઈન્ડિયા ગઠબંધનને વધુ મજબૂત બનાવીશ. હવે કોઈ એમ નહીં કહી શકે કે હું મારી સત્તા કે ખુરશીનો ઉપયોગ કરી રહી છું. હું હવે એકદમ મુક્ત પક્ષી (ફ્રી બર્ડ) છું." તેમણે પોતાના 15 વર્ષના શાસનને યાદ કરતા કહ્યું કે તેમણે પોતાનું આખું જીવન લોકોની સેવામાં સમર્પિત કરી દીધું છે અને આ 15 વર્ષોમાં તેમણે પોતાના પેન્શન કે પગારનો એક પણ પૈસો પોતાના માટે લીધો નથી.

બંગાળમાં TMCએ હાર સ્વીકારી, અભિષેક બેનર્જીની પહેલી પ્રતિક્રિયા - 'જનતાનો ચુકાદો...'

ચૂંટણી પંચ પર નિશાન સાધતા મમતા બેનર્જીએ અત્યંત ગંભીર આરોપો લગાવ્યા. તેમણે કહ્યું કે, "આ બહુ દુઃખની વાત છે કે ચૂંટણી પંચ આ ચૂંટણીમાં વિલન બની ગયું છે. તેમણે લોકોના બંધારણીય અધિકારો છીનવી લીધા છે અને ઈવીએમ (EVM) ની ચોરી કરી છે. મતદાન પૂરું થયા પછી પણ ઈવીએમ 80-90 ટકા ચાર્જ થયેલા કેવી રીતે હોઈ શકે?" આ ઉપરાંત તેમણે આરોપ લગાવ્યો કે ચૂંટણીના બે દિવસ પહેલા જ તેમના નેતાઓની ધરપકડ થવા લાગી, દરોડા પડ્યા અને બધા IPS તથા IAS અધિકારીઓની બદલી કરી નાખવામાં આવી.

દેશની 70% વસ્તી પર હવે ભાજપનું રાજ? બંગાળની જીત સાથે બદલાયો ભારતનો રાજકીય નકશો

તેમણે ભાજપ અને ચૂંટણી પંચની મિલીભગતનો દાવો કરતા કહ્યું કે, "આ આખી રમત ભાજપ અને ચૂંટણી પંચે ભેગા મળીને રમી છે. તેમણે પોતાના માનીતા અધિકારીઓને પસંદ કર્યા. અમે કોઈ એક પક્ષ સામે નહીં, પરંતુ આખી સિસ્ટમ સામે લડ્યા છીએ. વડાપ્રધાન અને ગૃહમંત્રીએ આમાં સીધી દખલગીરી કરી છે." તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે મતદાર યાદીમાંથી 90 લાખ લોકોના નામ કાઢી નાખવામાં આવ્યા હતા, અને જ્યારે તેઓ કોર્ટમાં ગયા ત્યારે માંડ 32 લાખ નામ પાછા ઉમેરાયા. મમતાએ અંતમાં કહ્યું કે તેમણે પોતાના જીવનમાં ક્યારેય આવી ગંદી અને ઘૃણાસ્પદ ચૂંટણી જોઈ નથી.

Frequently Asked Questions

મમતા બેનર્જી રાજીનામું આપશે?

ના, મમતા બેનર્જી રાજીનામું આપવાના નથી. તેઓ માને છે કે તેઓ હાર્યા નથી, પણ તેમને હરાવવામાં આવ્યા છે. તેથી, તેઓ નૈતિક રીતે પોતાની જીત માને છે.

મમતા બેનર્જીએ ચૂંટણી પ્રક્રિયામાં કોને 'વિલન' ગણાવ્યા છે?

મમતા બેનર્જીએ આખી ચૂંટણી પ્રક્રિયામાં ચૂંટણી પંચને સૌથી મોટો 'વિલન' (ખલનાયક) ગણાવ્યું છે. તેમણે EVMમાં ગરબડ અને ભાજપ સાથે સાંઠગાંઠ હોવાનો આરોપ લગાવ્યો છે.

મમતા બેનર્જી ભવિષ્યમાં શું કરશે?

મમતા બેનર્જી હવે 'ઈન્ડિયા' ગઠબંધનને વધુ મજબૂત બનાવવાનું કામ કરશે. તેઓ પોતાની જાતને 'મુક્ત પક્ષી' તરીકે વર્ણવે છે અને સત્તા વગર લોકોની સેવા કરશે.

મમતા બેનર્જીએ ચૂંટણી પંચ પર કયા ગંભીર આરોપો લગાવ્યા છે?

મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો છે કે ચૂંટણી પંચે લોકોના બંધારણીય અધિકારો છીનવી લીધા છે અને EVMની ચોરી કરી છે. તેમણે ભાજપ અને ચૂંટણી પંચની મિલીભગતનો પણ દાવો કર્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
Advertisement

વિડિઓઝ

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર

Embed widget