શોધખોળ કરો

West Bengal: ઓડિશા-પશ્ચિમ બંગાળ પર ચક્રવાતી વાવાઝોડોનો ખતરો, ભારે વરસાદની શક્યતા

બંગાળની ખાડીમાં 23 ઓક્ટોબર સુધીમાં ચક્રવાતી તોફાન થવાની સંભાવના છે. તેનાથી ઓડિશા અને બંગાળને અસર થઈ શકે છે.

Bengal weather update  : બંગાળની ખાડીમાં 23 ઓક્ટોબર સુધીમાં ચક્રવાતી તોફાન થવાની સંભાવના છે. તેનાથી ઓડિશા અને બંગાળને અસર થઈ શકે છે.  બુધવારથી દક્ષિણ બંગાળમાં વરસાદનું પ્રમાણ વધી શકે છે. 23 ઓક્ટોબરે પૂર્વ, પશ્ચિમ મિદનાપુર અને દક્ષિણ 24 પરગણામાં ભારે વરસાદ થઈ શકે છે. બીજા દિવસે 24મી ઓક્ટોબરે ભારે વરસાદ  કોલકાતા, હાવડા, હુગલી, ઉત્તર 24 પરગણા અને ઝારગ્રામમાં ઘણી જગ્યાએ ભારે વરસાદ અને 25મી ઓક્ટોબરે પણ ભારે વરસાદની શક્યતા છે.

વહીવટી કક્ષાએ તૈયારીઓ કરવા સૂચના આપવામાં આવી છે.  ચક્રવાતની સંભાવનાને ધ્યાનમાં રાખીને વહીવટી સ્તરે પણ તમામ પ્રકારની તૈયારીઓ કરવા સૂચના આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્યના મુખ્ય સચિવ ડૉ. મનોજ પંથે જિલ્લા પ્રશાસકોને આપત્તિને પહોંચી વળવા પહેલા તમામ તૈયારીઓ કરવા સૂચના આપી છે.

રાજ્ય સરકાર કોઈપણ પ્રકારનું જોખમ લેવા માંગતી નથી, તેથી શક્ય તમામ તૈયારીઓ કરવા જણાવાયું છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગને આપત્તિને પહોંચી વળવા માટે તમામ તૈયારીઓ કરવા માટે કહેવામાં આવ્યું છે. જિલ્લા મેજિસ્ટ્રેટને ચક્રવાતનો સામનો કરવા માટે તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં બંધોનું સ્થળ નિરીક્ષણ કરીને જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. સ્થાનિક રહેવાસીઓ અને માછીમારોને દરિયામાં ન જવા ચેતવણી આપવામાં આવી છે.

23-25 ​​ઓક્ટોબર દરમિયાન તેની અસર જોવા મળી શકે છે

બંગાળની ખાડીમાં એક ચક્રવાત બનવા જઈ રહ્યું છે જેની ઝડપ 120 કિમી પ્રતિ કલાક હોઈ શકે છે. 23-25 ​​ઓક્ટોબર દરમિયાન બંગાળની ખાડી પર ચક્રવાતી વિક્ષેપ વિકસિત થવાની અને તેની અસર થવાની સંભાવના છે. 22 ઓક્ટોબર સુધીમાં તે ડિપ્રેશનમાં ફેરવાઈ જવાની પ્રબળ સંભાવના છે. 23 ઓક્ટોબર સુધીમાં તે પૂર્વ મધ્ય બંગાળની ખાડી પર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે. તે ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને 24 ઓક્ટોબરની સવાર સુધીમાં ઓડિશા-પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી સુધી પહોંચે તેવી શક્યતા છે.

ચક્રવાત દાના પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાની અને કાલે સવાર સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાઈ જવાની અને 23 ઓક્ટોબર સુધીમાં પૂર્વ મધ્ય બંગાળની ખાડી પર ચક્રવાતી વાવાઝોડમાં પરિવર્તિત થવાની ધારણા છે. આ દરમિયાન 120 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાવાની શક્યતા છે. ચક્રવાત વાવાઝોડાને લઈ પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gandhinagar: ખેડૂતો માટે ખુશખબર, પાક નુકસાન અંગે રાજ્ય સરકારે કરી 1419 કરોડના રાહત પેકેજની જાહેરાત

BRICS Summit 2024: પીએમ મોદીએ બ્રિક્સમાં આતંકવાદ પર કર્યો પ્રહાર! ચીન-રશિયા સામે કહ્યું- બેવડા ધોરણો માટે કોઈ સ્થાન નથી

EXCLUSIVE: કાળિયાર નહીં, આ કારણે સલમાન ખાનની પાછળ પડ્યો છે લોરેન્સ બિશ્નોઈ, દિલ્હી પોલીસ સામે કર્યો મોટો ખુલાસો

CM Letter: જયેશ રાદડિયાનો મુખ્યમંત્રીને પત્ર, 'અતિવૃષ્ટિથી પાક નુકસાન થયું, સૌરાષ્ટ્રના ખેડૂતોને વળતર આપો...'

ABP Premium

વિડિઓઝ

Vav By Poll Election : ગેનીબેનના કૌટુંબિક કાકા ભુરાજી ઠાકોરેને નોંધાવી અપક્ષ ઉમેદવારીDharamshi Patel Funrel: સમાજસેવક ધરમશીની અંતિમ યાત્રામાં હિબકે ચઢ્યું આખું ગામCyclone Dana: 24મી ઓક્ટોબરે દેશના આ રાજ્યો પર ‘દાના’ની અસર..ગુજરાત પર કેટલી અસર?Surat :ટેકઓફ થયાના 20 મીનિટમાં ગોવા જતી ફ્લાઈટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: ખેડૂતો માટે ખુશખબર, પાક નુકસાન અંગે રાજ્ય સરકારે કરી 1419 કરોડના રાહત પેકેજની જાહેરાત
Gandhinagar: ખેડૂતો માટે ખુશખબર, પાક નુકસાન અંગે રાજ્ય સરકારે કરી 1419 કરોડના રાહત પેકેજની જાહેરાત
BRICS Summit 2024: પીએમ મોદીએ બ્રિક્સમાં આતંકવાદ પર કર્યો પ્રહાર! ચીન-રશિયા સામે કહ્યું- બેવડા ધોરણો માટે કોઈ સ્થાન નથી
BRICS Summit 2024: પીએમ મોદીએ બ્રિક્સમાં આતંકવાદ પર કર્યો પ્રહાર! ચીન-રશિયા સામે કહ્યું- બેવડા ધોરણો માટે કોઈ સ્થાન નથી
EXCLUSIVE: કાળિયાર નહીં, આ કારણે સલમાન ખાનની પાછળ પડ્યો છે લોરેન્સ બિશ્નોઈ, દિલ્હી પોલીસ સામે કર્યો મોટો ખુલાસો
EXCLUSIVE: કાળિયાર નહીં, આ કારણે સલમાન ખાનની પાછળ પડ્યો છે લોરેન્સ બિશ્નોઈ, દિલ્હી પોલીસ સામે કર્યો મોટો ખુલાસો
CM Letter: જયેશ રાદડિયાનો મુખ્યમંત્રીને પત્ર, 'અતિવૃષ્ટિથી પાક નુકસાન થયું, સૌરાષ્ટ્રના ખેડૂતોને વળતર આપો...'
CM Letter: જયેશ રાદડિયાનો મુખ્યમંત્રીને પત્ર, 'અતિવૃષ્ટિથી પાક નુકસાન થયું, સૌરાષ્ટ્રના ખેડૂતોને વળતર આપો...'
Myths Vs Facts: પ્રેગ્નન્સી દરમિયાન હેર કટ કરાવવાથી બાળકની આંખ પર પડે છે વિપરિત અસર, જાણો શું કહે છે નિષ્ણાત

America: આ રાજ્યોમાં McDonald બર્ગર ખાવાથી ફેલાયો E. coli વાયરસ, એકે જીવ ગુમાવ્યો-ડઝનેક બીમાર

Diwali 2024: શું તમે પણ દિવાળીને લઈને મૂંઝવણમાં છો, તો આ રહી કન્ફર્મ તારીખ

Sprouted Fenugreek: ફણગાવેલી મેથી ખાવાના શું છે ફાયદા? ખુબ ટ્રેન્ડ થઈ રહ્યું છે આ સુપરફૂડ

Embed widget