Bengaluru: બેંગલુરુમાં કાર પાકિંગને લઇને પાડોશીઓએ કપલ સાથે કરી મારામારી, ત્રણની ધરપકડ
Bengaluru: બેંગલુરુમાં રવિવારે રાત્રે એક વ્યક્તિને તેના પડોશીઓએ ખૂબ માર માર્યો હતો
![Bengaluru: બેંગલુરુમાં કાર પાકિંગને લઇને પાડોશીઓએ કપલ સાથે કરી મારામારી, ત્રણની ધરપકડ Bengaluru Couple Brutally Thrashed For Parking Car Near Neighbour's House Bengaluru: બેંગલુરુમાં કાર પાકિંગને લઇને પાડોશીઓએ કપલ સાથે કરી મારામારી, ત્રણની ધરપકડ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/19/44273ae723fe6091ac09bdc37ddea516171081360220774_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Bengaluru: કાર પાર્કિંગનો વિવાદ મોટી સમસ્યા બની ગયો છે. જેમાં વિવાદ ક્યારે લોહિયાળ જંગમાં ખેલમાં ફેરવાઈ જાય છે તે કહી શકાય નહીં. આવો જ એક કિસ્સો બેંગલુરુમાં પણ સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિને તેના પાડોશીઓએ ખૂબ માર માર્યો હતો.
Car parking kosam kottukodam entra 😑#RCBvsCSK #Devara #TriptiDimri#TilluSquare #Bengaluru #CSKvsRCBpic.twitter.com/FqgkYwGegM
— Akaay (@Cinema_Here) March 18, 2024
બેંગલુરુમાં રવિવારે રાત્રે એક વ્યક્તિને તેના પડોશીઓએ ખૂબ માર માર્યો હતો. તે વ્યક્તિની ભૂલ માત્ર એટલી હતી કે તેણે પોતાની કાર ઘરની સામે સાર્વજનિક જગ્યાએ પાર્ક કરી હતી. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં પાડોશીઓએ એક વ્યક્તિને થપ્પડ મારી, તેને જમીન પર પછાડી દીધો અને ખૂબ માર માર્યો હતો. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે બે લોકો એક વ્યક્તિને તેની કાર તરફ ઈશારો કરીને મારપીટ કરી રહ્યા છે. જ્યારે તે લડવાનો પ્રયાસ કરે છે, ત્યારે તેને નીચે પાડી દેવામાં આવે છે. આ વ્યક્તિ સાથે એક મહિલા પણ હતી, જે સમગ્ર ઘટનાને રેકોર્ડ કરતી જોવા મળી હતી.
જ્યારે હુમલાખોરોમાંથી એક મહિલાને ખબર પડી કે તેનો વીડિયો બનાવવામાં આવી રહ્યો છે, ત્યારે તે તેના હાથમાં ચપ્પલ લઈને તેનો પીછો કરે છે અને તેને માર મારે છે. અન્ય એક પાડોશીએ પણ આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવ્યો હતો.
પીડિતોની ઓળખ રોહિણી અને સહિષ્ણુ તરીકે થઈ છે. કથિત રીતે તેઓ એક દિવસ પહેલા જ આ વિસ્તારના એક એપાર્ટમેન્ટમાં રહેવા આવ્યા હતા. રોહિણીના ફોન પર રેકોર્ડ થયેલા વીડિયોમાં જોવા મળે છે કે જ્યારે તેનો પીછો કરવામાં આવી રહ્યો હતો ત્યારે તે મદદ માટે ચીસો પાડી રહી હતી.
પોલીસે આરોપીની ધરપકડ કરી
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે ત્રણ લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે. તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. કલમ 354, 324 અને 506 હેઠળ FIR નોંધવામાં આવી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)