શોધખોળ કરો
Advertisement
ભારતમાં કોરોનાની દવા તૈયાર કરનારી સંસ્થાએ ભારતમાં ક્યાં સુધીમાં કોરોના વેક્સિન આવવાની વાત કહી, જાણો વિગતે
આદર પૂનાવાલા અનુસાર આ વર્ષે ડિસેમ્બર મહિના સુધી કોરોના વેક્સિન તૈયાર થવાની સંભાવના છે. જોકે પૂનાવાલાએ એ પણ સ્પષ્ટ કરી દીધુ કે વેક્સિનને તૈયાર થવા મોટા ભાગે બ્રિટનની ટેસ્ટિંગ અને ડીસીજીઆઇના અપ્રૂવલ પર આધાર રાખવો પડશે
નવી દિલ્હીઃ કોરોના સંક્રમણના વધતા કેસની વચ્ચે ભારત માટે રાહતના સમાચાર આવ્યા છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ (SII)ના સીઇઓ આદર પૂનાવાલાએ ભારતમાં કોરોના વેક્સિન ક્યાં સુધીમાં આવશે, આ સંબંધે મહત્વપૂર્ણ જાણકારી આપી છે.
આદર પૂનાવાલા અનુસાર આ વર્ષે ડિસેમ્બર મહિના સુધી કોરોના વેક્સિન તૈયાર થવાની સંભાવના છે. જોકે પૂનાવાલાએ એ પણ સ્પષ્ટ કરી દીધુ કે વેક્સિનને તૈયાર થવા મોટા ભાગે બ્રિટનની ટેસ્ટિંગ અને ડીસીજીઆઇના અપ્રૂવલ પર આધાર રાખવો પડશે.
પૂનાવલાએ કહ્યું કે બ્રિટનમાં કોરોના વેક્સિન એડવાન્સ ટ્રાયલ સ્ટેજ પર છે, જો બ્રિટન ડેટા શેર કરે છે તો ઇમર્જન્સી ટ્રાયલ માટે સ્વાસ્થ્ય મંત્રાલયમાં આવેદન કરવામાં આવશે, મંત્રાલય તરફથી મંજૂરી મળતા જ ટેસ્ટ ભારતમાં પણ કરવામાં આવી શકે છે, જો આ બધુ બરાબર અને સફળ રહ્યું તો ડિસેમ્બરના મધ્યમાં ભારતની પાસે કોરોના વેક્સિન આવી શકે છે.
ન્યૂઝ ચેનલો સાથેની વાતચીત દરમિયાન આદર પૂનાવાલાએ એ પણ જાણકારી આપી કે ઓક્સફોર્ડ કોરોના વાયરસ વેક્સિનના 100 મિલિયન જથ્થાનો પહેલી બેચ વર્ષ 2021ની બીજી કે ત્રીજી ત્રિમાસિક સુધી ઉપલબ્ધ કરાવી શકશે. પૂનાવાલાએ એ પણ કહ્યું કે, ઓક્સફોર્ડની કોરોના વેક્સિન ખુબ સસ્તી હશે. ઉલ્લેખનીય છે કે સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓક્સફોર્ડની કોરોના વેક્સિનને ડેવલપ કરી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion