શોધખોળ કરો
Advertisement
બિહાર: નીતીશ કુમારનું મોટું નિવેદન, કહ્યું- CM પદનો નિર્ણય એનડીએ કરશે
બિહાર વિધાનસભા ચૂંટણીમાં જેડીયુને ભાજપ કરતા ઘણી ઓછી બેઠકો મળી છે. તેના બાદથી જ મુખ્યમંત્રી પદને લઈને અટકળો શરુ થઈ ગઈ છે.
પટના: બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ આજે પહેલીવાર મીડિયા સાથે વાત કરતા નીતીશ કુમારે કહ્યું કે, શપથ ગ્રહણની તારીખ હજુ નક્કી કરાઈ નથી. સાથે કહ્યું કે, મુખ્યમંત્રી પદ પર મારો દાવો નથી. મુખ્યમંત્રી પદનો નિર્ણય એનડીએ કરશે. બિહારમાં એનડીએની સરકાર બનશે.
નીતીશ કુમારે કહ્યું કે, એનડીએના ચાર પક્ષો (જેડીયુ, બીજેપી, હમ અને વીઆઈપી)ની આવતીકાલે ઔપચારિક બેઠક મળશે. આ બેઠકમાં તમામ મહત્વપૂર્ણ લેવામાં આવશે.
એલજેપી દ્વારા ઘણી સીટો પર જેડીયુને નુકસાન પહોંચાડવાને લઈને નીતીશ કુમારે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીએ નક્કી કરવાનું છે કે, લોક જનશક્તિ પાર્ટી હવે રાજગ નો હિસ્સો રહેશે કે નહીં. ઉલ્લેખનીય છે કે, વિધાનસભા ચૂંટણીમાં જેડીયુને ભાજપ કરતા ઘણી ઓછી બેઠકો મળી છે. તેના બાદથી જ મુખ્યમંત્રી પદને લઈને અટકળો શરુ થઈ ગઈ છે. જો કે, ભાજપે સ્પષ્ટ કરી દીધું છે કે, બિહારમાં મુખ્યમંત્રી નીતીશ કુમાર જ બનશે.I have made no claim, the decision will be taken by NDA: Nitish Kumar, Bihar CM and JD(U) Chief on being asked, "Who will be the CM?" pic.twitter.com/2U3XDIfRUF
— ANI (@ANI) November 12, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement