શોધખોળ કરો

Bihar : JDU-RJDના છુટાછેડાની સ્ક્રિપ્ટ તૈયાર? 7 મહિનામાં જ તેજસ્વીથી નીતીશનું ભરાઈ ગયું?

તમિલનાડુમાં બિહારના લોકો પર કથિત હુમલાને લઈને શુક્રવારે બિહાર વિધાનસભામાં ભારે હંગામો થયો હતો. હોબાળા વચ્ચે ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે સરકાર વતી ગૃહમાં પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.

RJD-JUD Issue : બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારને નાયબ પર વિશ્વાસ નથી? નીતીશ કુમાર તેજસ્વી યાદવના નિવેદનો સાથે સહમત નથી? શું માત્ર 7 મહિનામાં નીતીશ કુમારનું મન ભરાઈ ગયું? શું બિહારમાં રાજકીય રમતની સ્ક્રિપ્ટ લખવામાં આવી રહીએ છે? નીતિશ કુમારના એક નિર્ણયથી ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે, જેનો જવાબ અત્યારે કોઈની પાસે નથી. જો કે નીતિશ કુમારે જે રીતે નિર્ણય લીધો છે તેનાથી સ્પષ્ટ છે કે મુખ્યમંત્રી ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવના નિવેદનો સાથે સહમત નથી. જો તેઓ સંમત થયા હોત તો તેમણે ભાજપના નેતાઓની માંગણી ન સ્વીકારી હોત. બંધ બારણે વાત કર્યા બાદ તમિલનાડુ આ ઘટના પર તાત્કાલિક પગલાં લેતું નથી.

શું છે સમગ્ર મામલો?

તમિલનાડુમાં બિહારના લોકો પર કથિત હુમલાને લઈને શુક્રવારે બિહાર વિધાનસભામાં ભારે હંગામો થયો હતો. હોબાળા વચ્ચે ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે સરકાર વતી ગૃહમાં પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. બિહાર વિધાનસભામાં બોલતા તેજસ્વી યાદવે કહ્યું હતું કે, તમિલનાડુમાં બિહારીઓ પર હુમલો થયો નથી. ભાજપ ખોટી અફવાઓ ફેલાવી રહી છે. તેજસ્વી યાદવે ગૃહમાં કહ્યું હતું કે, તમિલનાડુના પોલીસ મહાનિર્દેશકે એક વીડિયો નિવેદન જારી કરીને તેને પાયાવિહોણું ગણાવ્યું છે.

તેમણે કહ્યું હતું કે, તમિલનાડુના ડીજીપીએ દાવો કર્યો છે કે, વાયરલ વીડિયો જૂના છે. બંને વીડિયો બે અલગ-અલગ જિલ્લામાં થયેલી અથડામણના છે. એક વીડિયોમાં બિહાર અને ઝારખંડના પરપ્રાંતિય મજૂરો એકબીજામાં લડતા જોઈ શકાય છે. જ્યારે અન્ય એક વીડિયોમાં સ્થાનિક તમિલો વચ્ચે વિવાદ જોઈ શકાય છે. વિપક્ષ ભાજપ તરફ ઈશારો કરતા નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આ લોકોને સ્પષ્ટપણે તથ્યોમાં રસ નથી. અફવા ફેલાવવી તેમની આદત છે.

ભાજપના ધારાસભ્ય તેજસ્વીના જવાબથી સંતુષ્ટ નહોતા

જોકે, ભાજપના ધારાસભ્યો ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવના જવાબથી સંતુષ્ટ ન હતા અને ગૃહમાંથી વોકઆઉટ કરી ગયા હતા. ત્યાર બાદ વિપક્ષના નેતા વિજય કુમાર સિંહાના નેતૃત્વમાં બીજેપીનું પ્રતિનિધિમંડળ સીએમ નીતિશને મળવા ગયું હતું. ભાજપના નેતાઓએ બંધ બારણે સીએમ નીતીશ સામે પોતાની વાત રજુ કરી હતી. બેઠક બાદ વિજય સિન્હાએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી અમારા પ્રસ્તાવ પર સહમત થયા છે કે, સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ તમિલનાડુની મુલાકાત લેશે. સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ શનિવારે તમિલનાડુ જવા રવાના થયું હતું. એક રીતે કહી શકાય કે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર તેજસ્વી યાદવના નિવેદનો સાથે સહમત નથી. કદાચ આ જ કારણ છે કે નીતિશ કુમારે આ મુદ્દે ભાજપનો પક્ષ લીધો હતો.

શનિવારે નીતિશ કુમારે શું કહ્યું?

શનિવારે પટનામાં પત્રકારો સાથે વાત કરતા સીએમ નીતિશે કહ્યું હતું કે, તમિલનાડુ બિહારના લોકો સાથેની લડાઈથી વાકેફ છે. તમિલનાડુમાં બિહારના લોકો પર શા માટે હુમલો કરવામાં આવ્યો? આ માટે 4 સભ્યોની ટીમ મોકલવામાં આવી છે. તપાસ અધિકારીઓનો રિપોર્ટ આવ્યા બાદ જ કંઈ કહી શકાશે. સીએમ નીતીશે કહ્યું હતું કે, જ્યારે મને આ વિશે ખબર પડી ત્યારે જ મેં તપાસ ટીમને સમગ્ર મામલાની તપાસ માટે મોકલી હતી. જ્યારે ટીમ પોતાનો રિપોર્ટ આપશે ત્યાર બાદ જ કંઈક કહેવાશે.

શું CM નીતિશનું મન ભરાઈ ગયું?

ઓગસ્ટ 2022માં બિહારમાં મહાગઠબંધનની સરકાર બની હતી. નીતિશ કુમાર એનડીએથી અલગ થયા અને મહાગઠબંધનમાં જોડાયા. મહાગઠબંધનમાં સાત પક્ષો છે. બિહારમાં રાજકીય ખેંચતાણ વચ્ચે નીતિશ-તેજસ્વીની સરકાર ચાલી રહી છે. જેડીયુ અને નીતિશ કુમારે આરજેડી ક્વોટા મંત્રીઓના નિવેદન પર ઘણી વખત અસહમતિ વ્યક્ત કરી છે. જોકે એવું પહેલીવાર બન્યું છે કે, નીતિશ કુમાર તેમના ડેપ્યુટીના નિવેદનો સાથે સહમત નથી. આટલું જ નહીં મહાગઠબંધનની સરકાર બન્યા બાદ પહેલીવાર નીતિશ કુમારે બંધ બારણે ભાજપના નેતાઓ સાથે વાતચીત કરી હોય. માત્ર વાતચીત જ નહીં પણ ભાજપની માંગણી પણ સ્વીકારી લીધી હતી. આ સ્થિતિમાં રાજકીય ગલિયારાઓમાં અટકળોનું બજાર ગરમ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Sharemarket : શેરમાર્કેટ ખૂલ્યુ ભારે ઉછાળા સાથે, સેન્સેક્સ ખૂલ્યો 450 પોઈન્ટના વધારા સાથેAmreli: MP ભરત સુતરિયા અને GST અધિકારી વચ્ચે થઈ રકઝક, સાંસદે અધિકારીઓને ખખડાવી નાંખ્યાKhyati Hospital Scam: ઓપરેશન કાંડના આરોપીના ઘરેથી મળી ચોંકાવનારી વસ્તુઓ, જુઓ મોટા સમાચારAmreli | MP ભરત સુતરિયા અને GST અધિકારી વચ્ચે થઈ રકઝક, સાંસદે અધિકારીઓને ખખડાવી નાંખ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
Health Tips: વૃદ્ધોને વારંવાર કેમ થાય છે ન્યુમોનિયા? આ ગંભીર ચેપના લક્ષણો અને બચાવની રીત
Health Tips: વૃદ્ધોને વારંવાર કેમ થાય છે ન્યુમોનિયા? આ ગંભીર ચેપના લક્ષણો અને બચાવની રીત
Embed widget