પ્રેમિકાના ઘરમાં શરીર સુખ માણી રહેલા પ્રેમીની પ્રેમિકાના પરિવારજનોએ કરી બેફામ ધોલાઈ, પ્રેમિકાએ તરત .............
પ્રેમિકાને મળવા પહોંચેલા પ્રેમીને પ્રેમિકાના પરિવારજનોએ જબરદસ્ત રીતે ફટકાર્યો, અને બાદમાં પોલીસને હવાલે કરી દીધો હતો. નારાજ અને ગુસ્સે થયેલી પ્રેમિકાએ ઝેર પી લીધુ હતુ
બેગુસરાયઃ બિહારમાંથી એક પ્રેમ પ્રકરણ દરમિયાન ચોંકાવનારી ઘટના સામે આવી છે. બિહારના બેગુસરાયમાં પ્રેમિકાને મળવા પહોંચેલા પ્રેમીને પ્રેમિકાના પરિવારજનોએ જબરદસ્ત રીતે ફટકાર્યો, અને બાદમાં પોલીસને હવાલે કરી દીધો હતો. આ સમગ્ર ઘટનાથી નારાજ અને ગુસ્સે થયેલી પ્રેમિકાએ ઝેર પી લીધુ હતુ. પ્રેમિકાની હાલત ગંભીર થતા તેને હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવી હતી. આ અનોખી પ્રેમ કાહાણી બિહારના બેગુસરાય જિલ્લાના સાહેબપુર કમાલ વિસ્તારમાંથી સામે આવી છે. જોકે બાદમાં પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
માહિતી પ્રમાણે, સાહેબપુર કમાલ વિસ્તારમાં રહેનારી ચંદા બીબી નામની યુવતી એક યુવકને પ્રેમ કરતી હતી. ચંદા બીબીને 2016માં બલિયા વિસ્તારમાં ડિઝનીલેન્ડ મેળામાં ઓટો ચાલક રાજીવ કુમાર સાથે પહેલી મુલાકાતમાં જ પ્રેમ થઇ ગયો હતો. સમય જતા બન્ને વચ્ચે ગાઢ પ્રેમ સંબંધ બંધાયો પરંતુ આ વાત યુવતીના પરિવારજનોને મંજૂર ન હતો.
ગત રાત્રે યુવતીએ તેના પ્રેમી રાજેશને કેટલાક પુસ્તકો લઇને પોતાના ઘરે બોલાવ્યો હતો, યુવતી ચંદા બીબીને પરીક્ષા હોવાથી રાજેશ પુસ્તકો લઇને તેના ઘરે મોડી રાત્રે પહોંચ્યો હતો. બાદ બન્ને ઘરમાં શરીર સુખ માણવા લાગ્યા હતા ત્યારે જ ચંદા બીબીના પરિવારજનોએ બન્નેને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. ચંદા બીબીના પરિવારજનોએ રાજેશને ઢોર માર મારીને જબરદસ્ત રીતે ધુલાઇ કરી દીધી હતી. અને બાદમાં પોલીસને હવાલે કરી દીધો હતો. ખાસ વાત છે કે બન્ને એકબીજાને આ રીતે છેલ્લા પાંચ વર્ષથી મળતા હતા અને બન્ને વચ્ચે શારીરિક સંબંધો પણ હતા.
યુવતી પોતાની પ્રેમીની પક્ષમાં હતી, અને વારંવાર પરિવારજનોને બૂમો પાડી પાડીને કહી રહી હતી, છતાં પરિવારજનોએ રાજેશને અધમૂવો કરી નાંખ્યો. આ બધુ જોયા બાદ યુવતીએ પોતે ઝેર પીવાની કોશિશ કરી હતી.
આ સંબંધમાં પોલીસમાંથી ડીએસપીએ કહ્યું - આ કેસ પ્રેમ સંબંધ સાથે જોડાયેલો છે. પ્રેમ પ્રકરણમાં યુવતીએ ઝેર પી લીધુ છે. કોઇપણ પક્ષ દ્વારા હજુ અરજી નથી કરવામાં આવી પરંતુ પોલીસે તપાસ કર્યા બાદ કાર્યવાહી કરવાની વાત કહી છે.