શોધખોળ કરો
Advertisement
Bihar Polls: કૉંગ્રેસે જાહેર કરી 49 ઉમેદવારોની યાદી, શત્રુઘ્ન સિન્હાના પુત્રને આપી ટિકિટ
પાર્ટીએ જાણિતા અભિનેતા શત્રુઘ્ન સિન્હાના પૂત્ર લવ સિન્હા અને લોકતાંત્રિક જનતા દળના નેતા શરદ યાદવના પુત્રી સુભાષિનીને ટિકિટ આપી છે.
નવી દિલ્હી: બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના નામાંકન માટે શુક્રવારે છેલ્લો દિવસ છે. એવામાં કૉંગ્રેસે ગુરુવારે 49 ઉમેદવારોની બીજી અને અંતિમ યાદી જાહેર કરી છે. પાર્ટીએ પ્રદેશની વાલ્મીકિનગર લોકસભા સીટની પેટાચૂંટણી માટે પ્રવેશ કુમાર મિશ્રાને ટિકિટ આપવાની જાહેરાત કરી છે.
થોડા દિવસ પહેલા જ કૉંગ્રેસે 21 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી અને હવે અંતિમ યાદી જાહેર કરી છે. પાર્ટીએ જાણિતા અભિનેતા શત્રુઘ્ન સિન્હાના પૂત્ર લવ સિન્હા અને લોકતાંત્રિક જનતા દળના નેતા શરદ યાદવના પુત્રી સુભાષિનીને ટિકિટ આપી છે. લવને બાંકીપુર અને સુભાષિનીને બિહારીગંજ પરથી ઉમેદવાર જાહેર કર્યા છે.
કૉંગ્રેસના ભાગમાં આવી 70 બેઠક
કૉંગ્રેસ મહાસચિવ મુકુલ વાસનિક તરફથી જાહેર કરવામાં આવેલી ઉમેદવારોની યાદીમાં કુલ 49 નામ સામેલ છે. આ રીતે પાર્ટીએ આરજેડી અને વામ દળો સાથે ગઠબંધન હેઠળ પોતાના ભાગમાં આવેલી કુલ 70 બેઠકો પર ઉમેદવાર જાહેર કરી દીધાં છે.
ઉલ્લેખનીય છે કે, બિહાર ચૂંટણીમાં આરજેડી અને વામ દળો સાથે ગઠબંધન હેઠળ કૉંગ્રેસ 70 સીટો પર ચૂંટણી લડી રહી છે, જ્યારે આરજેડી 144 અને વામ દળ 29 સીટો પર ચૂંટણી લડી રહ્યું છે. બિહાર વિધાનસભાની 243 સીટો પર ત્રણ તબક્કામાં 28 ઓક્ટોબર, 3 નવેમ્બર અને 7 નવેમ્બરે મતદાન યોજાશે અને મતગણતરી 10 નવેમ્બરે થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion