Bihar Lockdown: દેશમાં ભાજપ શાસિત વધુ એક રાજ્યમાં લોકડાઉન, જાણો મોટા સમાચાર
નીતિશ કુમારે ટ્વીટ કરીને લખ્યું, ગઈકાલે સહયોગી સાથીઓ તથા પદાધિકારીઓ સાથે ચર્ચા બાદ બિહારમાં હાલ 15 મે, 2021 સુધી લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે.
પટનાઃ દેશમાં અત્યાર સુધીમાં મહારાષ્ટ્ર, દિલ્હી, ગોવા, ઓડિશા, કર્ણાટક, હરિયાણા જેવા રાજ્યો લોકડાઉનની જાહેરાત કરી ચુક્યા છે. જેમાં વધુ એક રાજ્યનો ઉમેરો થયો છે. ભાજપ ગઠબંધન શાસિત બિહારમાં પણ 15 મે સુધી લોકડાઉન લાદવામાં આવ્યું છે.
નીતિશ કુમારે ટ્વીટ કરીને લખ્યું, ગઈકાલે સહયોગી સાથીઓ તથા પદાધિકારીઓ સાથે ચર્ચા બાદ બિહારમાં હાલ 15 મે, 2021 સુધી લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે. જે અંગેની વિસ્તૃત ગાઇડલાઇન તથા અન્ય ગતિવિધિઓ અંગે આજે ક્રાઇસિસ મેનેજમેન્ટ ગ્રુપને કાર્યવાહી કરવા હેતુ નિર્દેશ આપવામાં આવ્યો છે.
રાજ્યમાં કોરોના સંક્રમણની ચેન તોડવા આ ફેંસલો લેવામાં આવ્યો છે.. બિહારમાં કોરોના સંક્રમણના કારણે વણસેલી સ્થિતિ પર પટના હાઇકોર્ટે પણ નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે નીતિશ સરકારને લોકડાઉન લગાવવા અંગે શું તૈયારી છે તે અંગે પૂછ્યું હતું. મુખ્યમંત્રીએ બિનજરૂરી રીતે બહાર નીકળતાં લોકો પર નજર રાખવાનો નિર્દેશ આપ્યો છે. આ ઉપરાંત કોરોના સંક્રમણ પ્રત્યે લોકોને સતર્ક અને સજાગ કરવા માટે નિરંતર અભિયાન ચલાવવા આદેશ આપ્યો છે.
સોમવારે બિહારમાં કોરોનાના 11407 નવા મામલા સામે આવ્યા હતા અને 82 લોકોના મોત થયા હતા. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1,07,667 છે અને રિકવરી રેટ 78.29 ટકા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2821 લોકોના કોરોનાથી મોત થયા છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,57,299 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3449 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,20,289 લોકો ઠીક પણ થયા છે.
- કુલ કેસ- બે કરોડ 2 લાખ 82 હજાર 833
- કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 66 લાખ 13 હજાર 292
- કુલ એક્ટિવ કેસ - 34 લાખ 47 હજાર 133
- કુલ મોત - 2 લાખ 22 હજાર 408
ભારતમાં છેલ્લા ત્રણ દિવસમાં નોંધાયેલા કેસ અને મોત
તારીખ |
કેસ |
મોત |
3 મે |
3,68,147 |
3417 |
2 મે |
3,92,498 |
3689 |
1 મે |
4,01,993 |
3523 |
ગુજરાતના આ મોટા શહેર માટે રાહતના સમાચાર, જાણો કોરોના સંક્રમણ ઘટ્યું હોવાનો કોણે કર્યો દાવો