BIHAR NEWS : સીએમ નિતીશ કુમારના કાફલા પર હુમલો, પથ્થરમારામાં CM કાફલાની 3-4 ગાડીઓના કાચ તૂટ્યા
Nitish Kumar's Convoy Attack : પથ્થરમારાના સમયે સીએમ નીતિશ કાફલામાં ન હતા.
BIHAR : બિહારની રાજધાની પટનામાં સીએમ નીતિશ કુમારના કાફલા પર પથ્થરમારો કરવામાં આવ્યો છે, જેના કારણે કેટલાક વાહનોના કાચ તૂટી ગયા છે. પથ્થરમારાના સમયે સીએમ નીતિશ કાફલામાં ન હતા. ઘટના અંગે અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના પટના જિલ્લાના ગૌરીચક પોલીસ સ્ટેશનના સોહગી ગામમાં બની હતી જ્યાં કેટલાક અજાણ્યા લોકોએ તેમના કાફલા પર પથ્થરમારો કર્યો હતો.
પથ્થરમારાના સમયે સીએમ નીતિશ કાફલામાં ન હતા
આ કાફલામાં સીએમની સુરક્ષામાં લાગેલા સુરક્ષાકર્મીઓ જ હાજર હતા. સોમવારે નીતીશ કુમાર બિહાર જિલ્લાના ગયા જવાના છે. તેઓ ત્યાં દુષ્કાળની સ્થિતિ અંગે બેઠક કરશે અને ત્યાં બની રહેલા રબર ડેમનું પણ નિરીક્ષણ કરશે. સીએમ હેલિકોપ્ટર દ્વારા ગયા જશે, પરંતુ હેલિપેડથી અન્ય સ્થળોએ પહોંચવા માટે તેમની ગાડી પટનાથી ગયા મોકલવામાં આવી રહી છે.
निशाने पर CM! LIVE वीडियो:राजधानी पटना से बड़ी खबर सामने आ रही है.रविवार को मुख्यमंत्री नीतीश कुमार के कारकेड की गाड़ियों पर पथराव हुआ है.नीतीश कुमार इस कारकेड में मौजूद नहीं थे.पथराव के कारण सीएम के कारकेड के 3-4 गाडियों के शीशे टूट गए.घटना गौरीचक थाना के सोहगी गांव के पास का है pic.twitter.com/K9qyVqblth
— Prakash Kumar (@kumarprakash4u) August 21, 2022
પથ્થરમારામાં કેટલાક લોકો ઘાયલ થયા
યુવકની હત્યાથી રોષે ભરાયેલા લોકોએ મૃતદેહ રાખીને પટણા-ગયા મુખ્ય માર્ગને બ્લોક કરી દીધો હતો. આ જ પ્રદર્શન દરમિયાન સીએમ કાફલાની ગાડીઓ રસ્તા પરથી પસાર થવા લાગી હતી જેના કારણે રોષે ભરાયેલા ગ્રામજનોએ કાફલા પર પથ્થરમારો કર્યો હતો. જેના કારણે અનેક વાહનોના કાચ તૂટી ગયા હતા. પથ્થરમારાને કારણે કેટલાક લોકો ઘાયલ પણ થયા છે.