શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
બિહારઃ સ્કૂલના પ્રિન્સિપલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ, શિક્ષકો અને વિદ્યાર્થીઓના થઈ રહ્યા છે ટેસ્ટ
હાલમાં સ્કૂલ પરિસરને પૂરી રીતે સેનિટાઈઝન કરવામાં આવ્યું છે. આગામી આદેશ બાદ જ હવે સ્કૂલ ખોલવામાં આવશે.
ગયાઃ બિહારના મુંગેર જિલ્લા બાદ હવે ગયા જિલ્લાના ખિઝરસરાય પ્રાંતના સરૈયા સ્કૂલના પ્રિન્સિપલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા જ જિલ્લા શિક્ષણાધિકારીએ તાત્કાલીક સ્કૂલ આગામી આદેશ ન મળે ત્યાં સુધી બંદ કરવા કહ્યું છે. જ્યારે સ્વાસ્ષ્ય વિભાગની ટીમ સરૈયા સ્કૂલના તમામ શિક્ષકો અને એ દિવસે હાજર તમામ વિદ્યાર્થીઓના રેપિડ એન્ટિજન કિટથી કોરોના ટેસ્ટ કરાવી રહ્યા છે.
ગ્રામજનોના પણ થશે ટેસ્ટ
શિક્ષક અનો વિદ્યાર્થીઓની સાથે સાથે ગ્રામજનોના પણ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. કોરોના તપાસ પ્રક્રિયા ટીડીઓ ઉદય કુમારના નેતૃત્વમાં શરૂ કરવામાં આવી છે, જેમાં એક પછી એક બધાના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
આ મામલે ટીડીઓ ઉદય કુમારે કહ્યું કે, પ્રિન્સિપાલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ એ દિવસે જેટલા શિક્ષકો, વિદ્યાર્થીઓઓ અને ગ્રામજનો સ્કૂલ આવ્યા હતા અથવા તેમના સંપર્કમાં આવેલ તમામ લોકોના રેપિડ એન્ટિજન કિટથી ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. ત્યાર બાદ આરટીપીસીઆર તપાસ પણ કરવામાં આવશે.
તેમણે કહ્યું કે, હાલમાં સ્કૂલ પરિસરને પૂરી રીતે સેનિટાઈઝન કરવામાં આવ્યું છે. આગામી આદેશ બાદ જ હવે સ્કૂલ ખોલવામાં આવશે. નોંધનીય છે કે, સરકારના આદેશ બાદ 9 મહિના બાદ અહીં તમામ સરકારી અને ખાનગી સ્કૂલમાં ધોરણ 9થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે ખોલવામાં આવી હતી. પરંતુ કોરોના કાળમાં સ્કૂલ ખોલવી ખતરનાક સાબિત થઈ રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સમાચાર
ગુજરાત
ઓટો
Advertisement
gujarati.abplive.com
Opinion