કોંગ્રેસે જાહેર કર્યો વ્હિપ, આવતીકાલે લોકસભામાં હાજર રહેવા પોતાના સાંસદોને અપાયો આદેશ
સંસદના વિશેષ સત્ર દરમિયાન લોકસભા અધ્યક્ષની ચૂંટણી યોજાશે. તેને લઇને સત્તાધારી પક્ષ અને વિપક્ષના દળો વચ્ચે ચૂંટણી જંગ જોવા મળી શકે છે.
Congress Whip To MPs: સંસદના વિશેષ સત્ર દરમિયાન લોકસભા અધ્યક્ષની ચૂંટણી યોજાશે. તેને લઇને સત્તાધારી પક્ષ અને વિપક્ષના દળો વચ્ચે ટક્કર જોવા મળી રહી છે. આ ચૂંટણી કાલે એટલે કે બુધવારે યોજાશે. આ સંબંધમાં કોંગ્રેસે લોકસભામાં પોતાના તમામ સાંસદોને કાલે એટલે કે 26 જૂનના રોજ ગૃહમાં હાજર રહેવા માટે ત્રણ લાઇનનો વ્હિપ જાહેર કર્યો છે.
Congress issues a three-line whip to its party MPs in Lok Sabha to remain present in the House tomorrow, 26th June pic.twitter.com/x9fGMAoOuJ
— ANI (@ANI) June 25, 2024
કોંગ્રેસ સંસદીય દળ તરફથી સાંસદોને લખેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, "આવતીકાલે લોકસભામાં એક ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવવામાં આવશે. લોકસભામાં કોંગ્રેસ પાર્ટીના તમામ સભ્યોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ મહેરબાની કરીને સવારે 11 વાગ્યાથી ગૃહ સ્થગિત થવા સુધી ગૃહમાં હાજર રહે છે." આ સંદેશને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે. " કોંગ્રેસનો આ વ્હિપ કે.સુરેશે જાહેર કર્યો છે. જેઓ વિપક્ષ તરફથી લોકસભાના અધ્યક્ષના ઉમેદવાર પણ છે.
LS Speaker's election: Congress issues three-line-whip to its MPs to be present in Parliament tomorrow
— ANI Digital (@ani_digital) June 25, 2024
Read @ANI Story | https://t.co/YzY9lbqtIv#LokSabha #Congress #Parliament #Speaker pic.twitter.com/hfCoeqAl6O
ભાજપે તેમના તમામ સાંસદોને વ્હિપ જાહેર કરીને બુધવારે લોકસભા અધ્યક્ષની ચૂંટણી માટે સત્ર દરમિયાન હાજર રહેવાનો નિર્દેશ આપ્યો છે.
લોકસભા અધ્યક્ષને લઇને સરકાર અને વિપક્ષો વચ્ચે ટકરાવ
1952 પછી પહેલીવાર 18મી લોકસભામાં સ્પીકર પદ માટે લડાઈ થશે. વાસ્તવમાં NDA તરફથી ઓમ બિરલા I.N.D.I.A બ્લોક તરફથી કે.સુરેશ ઉમેદવાર હશે. શરૂઆતમાં ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ અને વિપક્ષ વચ્ચે સ્પીકર પદ માટે સહમતિ હોય તેવું લાગતું હતું પરંતુ પછી વિપક્ષે માંગ કરી હતી કે ડેપ્યુટી સ્પીકરનું પદ તેમને આપવામાં આવે પરંતુ એનડીએએ શરતી સમર્થન સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો જેના કારણે સર્વસંમતિ થઈ શકી નથી.
આ પહેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે ફોન પર વાત કરી હતી અને સ્પીકર પદ માટે સમર્થન માંગ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે વિપક્ષ સ્પીકર પદને સમર્થન આપવા તૈયાર છે, પરંતુ વિપક્ષને ડેપ્યુટી સ્પીકરનું પદ મળવું જોઈએ. પરંતુ રાજનાથ સિંહ તરફથી આ અંગે કોઈ જવાબ મળ્યો નથી.
આ પહેલા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મલ્લિકાર્જુન ખડગેને રાજનાથ સિંહનો ફોન આવ્યો હતો. તેમણે કહ્યું કે તમે અમારા સ્પીકરને સમર્થન આપો. પરંતુ વિપક્ષને ડેપ્યુટી સ્પીકરનું પદ મળવું જોઈએ. રાજનાથ સિંહે ગઈ કાલે કહ્યું હતું કે તેઓ મલ્લિકાર્જુન ખડગેને કોલ પરત કરશે. પરંતુ તેણે કોલ રીટર્ન કર્યો ન હતો. પીએમ મોદી કહી રહ્યા છે કે સહકાર હોવો જોઈએ. પરંતુ અમારા નેતાનું અપમાન કરવામાં આવી રહ્યું છે. સરકારનો ઈરાદો સ્પષ્ટ નથી. કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર જ્યારે રાજનાથ સિંહે ખડગે સાથે વાત કરી ત્યારે સરકાર તરફથી કોઈ નામ સામે આવ્યું ન હતું.